Select Page

વિસનગરમાં યોજાનાર રેસલિંગમાં જાણીતા ર૦ કુસ્તીબાજો જોડાશે

વિસનગરમાં યોજાનાર રેસલિંગમાં જાણીતા ર૦ કુસ્તીબાજો જોડાશે

વિસનગરના ગૌરવ સમાન ગુજરાતના પ્રથમ રેસલર વિસનગરમાં જ કુસ્તી કરશે

વિસનગરમાં યોજાનાર રેસલિંગમાં જાણીતા ર૦ કુસ્તીબાજો જોડાશે

પાસ મેળવવા સંપર્ક કરી શકાશે

વિસનગરના ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત રેસલિંગનું આયોજન થઈ રહ્યુ છે. તેના પાસ મેળવવા AWE જીમ રાજા કોમ્પલેક્ષ વિદ્યાનગર સોસાયટી સામે ધરોઈ કોલોની રોડ, વિસનગરના સરનામે રૂબરૂ સંપર્ક કરી શકાશે જયારે પાસ મેળવવા મોનં.૬ર૮૦૪ રરર૯૦ ઉપર પણ સંપર્ક કરી શકાશે.
 
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગુજરાતનું ગૌરવ સમાન શનિ અને રવિ નામના બે બંધુઓ દ્વારા પોતાના વતન વિસનગર ખાતે જ રેસલિંગ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ છે. ટીવી કે મોબાઈલમાં નિહાળેલી રેસલિંગ સ્પર્ધા વિસનગર ખાતે તાદૃશ જોઈ શકાશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આયોજીત રેસલિંગ સ્પર્ધા નિહાળવા માટે યુવાનો સહિત ઉત્તર ગુજરાતના લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
ગોઠવા ગામના વતની ભેમાભાઈ પ્રજાપતિના પુત્ર દશરથભાઈના બે વારસો શનિ અને રવિએ કુસ્તીમાં કરતબો રજુ કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે. ધ ગ્રેટ ખલી પાસેથી તાલીમ મેળવનાર બે બંધુઓએ રેસલિંગમાં ભાગ લઈ વિદેશી કુસ્તીબાજોને પણ હરાવ્યા છે. રવિ પ્રજાપતિએ પાકિસ્તાન સામે કુસ્તીમાં પાકિસ્તાની કુસ્તીબાજોને પછાડી જીત મેળવી હતી. અમેરિકાના જાણીતા રેસલર ક્રિસ માસ્ટરને પણ હરાવ્યા હતા. કેનેડીયન રેસલર સામે પણ જીત મેળવી વિદેશી કુસ્તીબાજોને પાછા પાડયા છે. કુસ્તી ક્ષેત્રે ભારતનુ નામ રોશન કરવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સન્માન કરવામાં આવ્યુ છે. એમ્બેસેડર અમિતાભ બચ્ચને પણ સન્માન કરી કુસ્તીક્ષેત્રે આગળ વધવા માટે તાકાત પુરી પાડી છે.
વિસનગરની શાન સમાન આ બે કુસ્તીબાજ બંધુઓ દ્વારા વતનના લોકોને ઘર આંગણે લાભ મળે તે માટે વિસનગરમાં રેસલિંગ (કુસ્તી)નું આયોજન કરવામા આવ્યુ છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી જાણીતા ર૦ કુસ્તીબાજો હાજર રહેનારા છે. વિસનગરના ઈતિહાસમાં આ પ્રકારે પહેલી સ્પર્ધા યોજાનાર છે. સાંકળચંદ યુનિવર્સિટી ખાતે આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ સાંજે સાત વાગ્યાથી આ સ્પર્ધા શરુ થશે. ઘર આંગણે યોજાનાર સ્પર્ધા નિહાળવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા. ર૪-ર-ર૦૧૬ના રોજ હલ્દવાનીની નેશનલ મેચ નક્કી થઈ. આ મેચમાં રવિ પ્રજાપતિની પસંદગી થઈ. પ૦,૦૦૦થી વધુ પ્રેક્ષકોની વચ્ચે રમાયેલી આ મેચ રવિ પ્રજાપતિએ સફળતા પુર્વક જીતી લીધી અને ધ ગેટ ખલીના વધુ પ્રિય પાત્ર બન્યા. ત્યારબાદ ધ ગ્રેટ ખલીએ રવિ પ્રજાપતિનું સન્માન કર્યુ અને મિ.પ્રજાપતિનું બિરૂદ આપ્યુ. નેશનલ કક્ષાએ સર્વોત્તમ દેખાવ કર્યા પછી મિ.પ્રજાપતિ નો આત્મ વિશ્વાસ ખુબ જ વધ્યો તા.૧ર-૧૦-ર૦૧૬ના રોજ પાનીપતમાં આંતર રાષ્ટ્રીય કક્ષાની મેચનું આયોજન થયુ. જેમા ઘણા બધા વિદેશી રેસલરો ભાગ લેવા આવેલ. અમેરિકાના રેસલર ક્રિશ માસ્ટર સાથે મિ. પ્રજાપતિનો મુકાબલો થયો અને પોતાની બુધ્ધી, ચાતુર્ય, બાહુબલ અને આત્મવિશ્વાસથી અમેરીકાની સામે મિ.પ્રજાપતિએ જીત હાંસલ કરી. પોતાના નિશ્વિત લક્ષ્યમાં આગળ વધી ખુબજ નાની ઉંમરે પોતાનું નામ પ્રથમ ગુજરાતી રેસલર તરીકે ભારતમાં પ્રસિધ્ધ અને ઉજ્જવળ કર્યુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us