Select Page

વિસનગરના યુવાનોએ ૧૮,૫૦૦ ફૂટ ઉંચા કાલા પથ્થર ઉપર તિરંગો ફરકાવ્યો

વિસનગરના યુવાનોએ ૧૮,૫૦૦ ફૂટ ઉંચા કાલા પથ્થર ઉપર તિરંગો ફરકાવ્યો

સાહસ, આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળથી ૧૧૦ કી.મી. પર્વતારોહણ કરી

વિસનગર તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્ક હરિશભાઈ મહેતા અગાઉ માઉન્ટ એવરેસ્ટ અને નેપાળમાં ટ્રેકીંગ કરી સાહસિક પરાક્રમ કરી ચુક્યા છે

વિસનગર અને પાલનપુરના છ યુવાનોએ સાહસ, આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળથી નેપાળ સ્થિત એવરેસ્ટ બેઝ કેમ્પ અને ૧૮,૫૦૦ ફુટ ઉંચાઈ ઉપર આવેલ કાલા પથ્થરની ટોચ ઉપર ૧૧૦ કિ.મી. સફળતાપુર્વક પર્વતારોહણ કરીને ભારતનો તિરંગો લહેરાવી વિસનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. આ સાહસિક યુવાનોને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.
વિસનગર તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્ક હરિશભાઈ મહેતા તથા તેમના મિત્ર મનિષભાઈ પટેલ તેમજ પાલનપુરના ભીખુભાઈ કોરાટ, મનુભાઈ પટેલ, યૌવન પટેલ અને કેવલ પટેલ તા.૨૩-૧૦ના રોજ વિસનગરથી નેપાળ સ્થિત એવરેસ્ટ બેઝ કેમ્પ અને ૧૮.૫૦૦ ફુટ ઉંચાઈ ઉપર આવેલ કાલા પથ્થર ઉપર ભારતની આન, બાન, શાનનુ પ્રતિક એવો તિરંગો લહેરાવવા નિકળ્યા હતા. જેમાં આ યુવાનોએ અમદાવાદથી કાઠમંડુ અને લુકલા સુધી પ્લેનમાં મુસાફરી કરી હતી. જ્યાંથી આ યુવાનો માઈનસ ૨૦ ડીગ્રી સેલ્સીયસ તિવ્ર ઠંડી અને બરફ વર્ષા વચ્ચે અનેક મુસીબતોનો સામનો કરી પહાડી માર્ગે ૧૧૦ કી.મી. પર્વતારોહણ (ટ્રેકીંગ) કરી ૧૮,૫૦૦ ફુટની ઉંચાઈ ઉપર આવેલ ભારતનો ગૌરવવંતો તિરંગો લહેરાવી વિસનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. આ સાથે યુવાનોએ તેમના સાહસિક, પરાક્રમ અને દ્રઢ મનોબળથી લોકોને એ સાબિત કરી બતાવ્યુ છે કે કાળા માથાનો માનવી દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસથી ધારે તેવુ કાર્ય કરી પોતાના જીવનમાં સફળતાના શિખરો સર કરી શકે છે. વિસનગર અને પાલનપુરના યુવાનોના સાહસ, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને લોકો બિરદાવી રહ્યા છે. જોકે વિસનગર તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્ક હરિશભાઈ મહેતા રજાઓના દિવસોમા તેમના મિત્રો સાથે માઉન્ટ એવરેસ્ટ ઉપર ટ્રેકીંગ કરી બાળકો અને યુવાનોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.