Select Page

ધરોઈ ડેમની મુખ્ય કેનાલનો ગેટ સમયસર રિપેરીંગ થશે ખરો?

ધરોઈ ડેમની મુખ્ય કેનાલનો ગેટ સમયસર રિપેરીંગ થશે ખરો?
  • ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન ઈન્દુબેન એમ.ચૌધરી મુખ્ય કેનાલનો ગેટ રિપેરીંગ કરાવશે ખરા?

ધરોઈ ડેમ હાલ ૧૦૦ ટકા સંપુર્ણ ક્ષમતા પ્રમાણે ભરાઈ ગયો છે. ૧૦ નવેમ્બરથી સિંચાઈ માટે પાણી આપવાની શરુઆત થાય તેવુ જાણવા મળ્યુ છે. દર વર્ષે ચોમાસા પછી શિયાળામાં કેનાલમાં પાણી છોડાય ત્યારે પ્રથમ ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૬૦૦, ૮૦૦ અને ૧૦૦૦ ક્યુસેકની ક્ષમતા પ્રમાણે તબક્કાવાર પાણી મુખ્ય કેનાલમાં છોડાય છે. તે વખતે ઘણી વખત એવુ બન્યુ છેકે કેનાલમાં પાણી છોડાયા પછી મુખ્ય ગેટ રિપેરીંગના બહાને મુખ્ય કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાય છે. જેના કારણે ચાર થી સાત દિવસ કેનાલમાં પાણી છોડી શકાતુ નથી. જેના કારણે કેનાલ આધારિત સિંચાઈ કરતા ખેડૂતો મોટી તકલીફમાં આવે છે. સરકારનો અને તંત્રનો ભારે વિરોધ થાય છે. તો શું આ બાબતે સમયસર મુખ્ય કેનાલનો ગેટ રિપેરીંગ કરાશે ખરો?
આ બાબતે બિન સત્તાવાર રીતે એક કોન્ટ્રાક્ટર પાસેથી ચર્ચામાં જાણવા મળ્યુ છેકે, ધરોઈ કેનાલના મુખ્ય ગેટનું મેઈન્ટેનન્સ ખરેખર ચોમાસા પહેલા સિંચાઈ બંધ થાય અને તુરતજ કરી દેવાનું હોય છે. જેની દરખાસ્ત ઉનાળુ સિંચાઈ વખતે ઉચ્ચ કક્ષાએ મોકલી દેવાની હોય છે. મુખ્ય કેનાલનો ગેટમાં કોઈ ખામી દેખાતી નથી તેવા રિપોર્ટ મોકલવામાં આવે છે. જો ચોમાસા દરમ્યાન સિધે સિધુ મેઈન્ટેનન્સ થાય તો ઓછા ખર્ચમાં મેઈન્ટેનન્સ થઈ જાય છે. પરંતુ એક તરફ સિંચાઈની રવિ સિઝન હોય અને બીજી બાજુ યુધ્ધના ધોરણે મુખ્ય કેનાલનું રિપેરીંગ કરવાનું થાય ત્યારે આડેધડ ખર્ચા પાડતો મોટા ખર્ચમાં મુખ્ય કેનાલનું મેઈન્ટેનન્સ થાય છે. એક તરફ સરકાર વિરુધ્ધ હોબાળા થાય અને બીજી તરફ અધિકારીઓને મોટો ખર્ચ કરવાનો આદેશ મળી જાય. ધરોડ ડેમ બન્યા પછી ૨૦૧૪ સુધી બધુજ વ્યવસ્થીત ચાલતુ હતુ. ૨૦૧૪ માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારત દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી આવા ધાંધિયા શરુ થયા છે.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ગુજરાત રાજ્યના જાગૃત ધારાસભ્યો પૈકીના એક હોવાથી તેમજ પશુપાલન અને ખેતીના વિશેષ્ઠ જાણકાર હોવાથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તેમની સભ્ય તરીકે નિમણુંક થઈ છે. ત્યારે ખેડૂતોને સિંચાઈને લગતી તકલીફો વિશે જાણતાજ હશે પરંતુ ધરોઈની મુખ્ય કેનાલના ગેટના મેઈન્ટેનન્સની રાજ રમત વિશે કદાચ વાકેફ ન હોય તેવુ બની શકે છે. તો યુધ્ધના ધોરણે ધરોઈ મુખ્ય કેનાલના ગેટનું મેઈન્ટેનન્સ કરાવે તો સારુ કહેવાશે. ચોમાસામાં કેનાલ રિપેરીંગ સમયસર ન કરાતા ધરોઈ ડેમ ઓવરફ્લો થયો ત્યારે ૩૦-૭-૨૦૨૩ ના દિવસે તળાવો ભરવા કેનાલમાં પાણી છોડી શકાય તેમ હતુ છતા પાણી નદીમાં છોડી દેતા વેડફાઈ ગયુ હતુ. મહેસાણા જિલ્લા પંચાયતમાં સિંચાઈ સમિતિના ચેરમેન ઈન્દુબેન માનસિંહભાઈ ચૌધરીની નિમણુંક કરાઈ છે. જેથી ઈન્દુબેન ખેરાલુ તાલુકાની ડભાડ જિલ્લા પંચાયત સીટના સદસ્ય છે. તે ખેડૂતોની તકલીફ સારી રીતે સમજે છે જેથી ધરોઈ ડેમના ઈજનેરોને સમયસર મુખ્ય કેનાલનો ગેટ રિપરીંગ કરવા સમજાવે તે જરૂરી કહેવાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us