Select Page

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની સંવેદનાથી સમગ્ર દેશમાં ગુજરાતની પહેલ
ડાયાબીટીસ પીડીત બાળકોની સારવાર માટે રૂા.૧૩.૮૮ કરોડ ફાળવ્યા

સુવિધાઓ અને સગવડો માટેના વિકાસની સાથે લોકો માટે સરકારની સંવેદના પણ એટલીજ જરૂરી છે. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારના ડાયાબીટીસ પીડીત બાળકોનુ સારવારના અભાવે મૃત્યુ થતુ હતુ. ત્યારે વિસનગરની ર્ડાક્ટર બહેનોએ છેલ્લા ચાર વર્ષથી સરકાર દ્વારા આવા બાળકોને વિનામુલ્યે સારવાર મળે તે માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા. જેમાં પ્રજા પ્રત્યે સંવેદના ધરાવતા વિસનગરના ધારાસભ્ય તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ડાયાબીટીસ-૧ બાળકોની સારવાર માટે ગુજરાત સરકારે રૂા.૧૩.૮૮ કરોડની બજેટમાં જોગવાઈ કરી છે. સમગ્ર દેશમાં ડાયાબીટીસ પીડીત બાળકોની સારવાર માટે બજેટ ફાળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.
એક સર્વે પ્રમાણે ગુજરાતમાં ડાયાબીટીસ પીડીત બાળકોની સંખ્યા ૧૦ હજાર ઉપરાંત્ત છે. જ્યારે સમગ્ર દેશમાં આ સંખ્યા ૧૦ લાખથી વધુ છે. દુનિયામાં ડાયાબીટીસ ધરાવતા બાળકોની સંખ્યા ભારતમાં સૌથી વધારે છે. જ્યારે અમેરિકા બીજા ક્રમાંકે છે. ડાયાબીટીસ ધરાવતા જરૂરીયાતમંદ પરિવારના બાળકો નિયમિત ઈન્સ્યુલીન નહી લઈ શકતા નાની ઉંમરેજ મૃત્યુ થતુ હતુ. આવા બાળકોને સરકાર દ્વારા સારવાર મળે તે માટે ર્ડા.સ્મિતાબેન જોષી અને ર્ડા.શુકલાબેન રાવલ બન્ને બહેનો દ્વારા છેલ્લા ચાર વર્ષથી પ્રયત્નો કરવામાં આવતા હતા. ત્યારે સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત સરકારે ડાયાબીટીસ પીડીત બાળકોની સારવાર માટે રૂા.૧૩.૮૮ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. હવે આ બાળકોને સરકાર દ્વારા ઈન્સ્યુલીન આપવામાં આવશે.
ર્ડા.સ્મિતાબેન જોષી તથા ર્ડા.શુકલાબેન રાવલે જણાવ્યુ છેકે, ડાયાબિટીસ ધરાવતા બાળકો ને દિવસમાં ૩-૪ વાર ઈન્સ્ચુલિનના ઈંજેક્શન જ લેવા પડે છે, જેથી નબળી આથિઁક પરિસ્થિતિ ધરાવતાં માતા-પિતા આ બાળકોનું જરુરી સાયન્ટીફિક મેનેજમેન્ટ કરી શકતા નથી તેથી ડાયાબિટીસથી પીડિત બાળકોના નાની ઉંમરે અકાળે મૃત્યુ થતા હોય છે.
ર્ડા.સ્મિતાબેન જોષી અને ર્ડા.શુકલાબેન રાવલના છેલ્લા ચાર વર્ષની નિઃસ્વાર્થ મહેનતનુ પરિણામ
ડાયાબિટીસ ધરાવતાં બાળકો માટે જનજાગૃતિ લાવવા માટે બે ડોક્ટર બહેનો ડોઁ.સ્મિતાબેન જોષી તથા ડોઁ.શુકલાબેન રાવલ (ટ્રસ્ટીઃ ડોઁ. વાસુદેવ જ. રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા દેશ વિદેશમાં ૨૦૧૮ થી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ બંને ડોક્ટર બહેનો દ્વારા ભારતમાં કાશ્મીર થી કન્યાકુમારી તથા અમેરીકામાં સાન ફ્રાન્સિસ્કો થી એટલાન્ટા, ૭૫૦૦ કિમી સેલ્ફ ડ્રાઈવીંગ કરીને ભારતનાં ડાયાબિટીસ ધરાવતાં બાળકો માટે જનજાગૃતિ માટે સરાહનીય કાયઁ કરવામાં આવ્યું છે.
જેને પરિણામ સ્વરુપ ગુજરાત સરકાર દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર ડાયાબિટીસ બાળકોની સારવાર “ફ્રી ઈન્સ્યુલિન” માટે બજેટમાં ઘોષણા કરવામાં આવી છે. જે ભારતની “વિશ્વ ગુરુ” ની છબીને ઉજાગર કરતું ગુજરાત રાજ્યનું “વામન બાળકો માટેનું વિરાટ કદમ” છે.
ડો.સ્મિતાબેન જોષી તથા ડો.શુકલાબેન રાવલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સહિત ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાને ભારતના ડાયાબિટીસ ધરાવતાં બાળકો માટે “દ્ગઝ્રડ્ઢ ર્કિ ઝ્રરૈઙ્મઙ્ઘિીહ” નેશનલ હેલ્થ પ્રોગ્રામની ઘોષણા કરી ગ્લોબલ પ્લેટફોમઁ ઉપર સીમાચિહ્ન રુપ પગલાં ભરવા વિનંતિ કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us