સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સેન્ટર ફોર એન્ટરપ્રીન્યોર્શીપ ડેવલોપમેન્ટ થકી ૧૦૦ ટકા પ્લેસમેન્ટની તક
ગુજરાત માન્ય ફ્રી અભ્યાસક્રમો શરૂ કરાયા
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ નુતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ વિસનગર, ગુજરાતના નેજા હેઠળ કાર્યરત સંસ્થામાં આગામી સમયમાં અત્યાધુનિક કૌશલ્ય વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ આજના સ્પર્ધાત્મક જોબ માર્કેટમાં સફળ થવા અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન સાથે વ્યક્તિઓને સશક્ત કરવાની સંસ્થાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સાંકળચંદ પટેલ સેંટર ઓફ એક્સસેલેંન્સએ શિક્ષણ, આગામી સમયમાં કૌશલ્ય વૃદ્ધિ માટેનું હબ બનવા માટે તૈયાર છે. સંસ્થાનો મુખ્ય ધ્યેય શિક્ષણ અને રોજગારી વચ્ચેના અંતરને દૂર કરવાનો છે.
કૌશલ્ય વિકાસ કેન્દ્રની અત્યાધુનિક સુવિધાઓ, ઉદ્યોગ-સંબંધિત અભ્યાસક્રમો, અનુભવી ફેકલ્ટી અને વિવિધ ઇંન્ડસ્ટ્રીના સહયોગથી ૧૦૦ ટકા પ્લેસમેન્ટ એ મુખ્ય વિશેષતા છે.
સાંકળચંદ પટેલ સેંટર ઓફ એક્સેલેંન્સ માને છે કે કૌશલ્ય વિકાસમાં રોકાણએ ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે જરૂરી છે. કૌશલ્ય વિકાસ કેન્દ્રનો ઉદ્દેશ વ્યક્તિગત અને આર્થિક વિકાસ માટે ઉત્પ્રેરક બનવાનો છે, રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપતી વખતે વ્યક્તિઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરે છે.
યુવાનોને રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય ઉદ્યોગોમાં રોજગારી મેળવવા અથવા પોતાના વ્યવસાય/સ્ટાર્ટ-અપ સાથે સ્વ રોજગારી મેળવવા માટે નવીનતમ તકનીકી કૌશલ્ય મેળવવા માટે આમંત્રિત કરાયા છે. સ્કિલ અપગ્રેડેશન કરવા ઇચ્છતા નોકરીયાત, ધંધાદારી, નોકરી ન મેળવનાર કોઈપણ અનુસ્નાતક, સ્નાતક, ૧૨ પાસ તેમજ તેના સંલગ્ન, ૧૨ નાપાસ, ૧૦ પાસ તેમજ તેના સંલગ્ન અને ૧૦માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અપ-કૌશલ્ય માટે સંસ્થાનો સંપર્ક કરી શકે છે. નુતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ એ સેન્ટર ફોર એન્ટરપ્રીન્યોર્શીપ, ગુજરાત ના ટ્રેનીંગ પાર્ટનર છે. આ સેંટર ખાતે ઉપલબ્ધ CED, Gujarat માન્ય વિવિધ સ્કિલ ડેવેલોપમેંટ શોર્ટ ટર્મ અભ્યાસક્રમ જેવા કે ફીટર ફેબ્રિકેશન, સોલાર ટેકનીશીયન(સુર્યમીત્ર) અને જનરલ ડ્યુટી આસીસટન્ટ જેવા અભ્યાસક્રમમાં એડમીશન શરુ થઇ ગયેલ છે. સંસ્થાની મુલાકાત લઇ, ફેકલ્ટીને મળી ઉપલબ્ધ કાર્યક્રમો અને તકો વિશે વધુ જાણકારી મેળવી એડમીશન મેળવી શકાશે.
ભારત માટે માનવ મૂડીનું નિર્માણ કરીને વિકાસ અને સમૃદ્ધિ માટે સમાજની સેવા કરવા માટે પ્રતિબદ્ધ ૭૫ વર્ષથી વધુના વારસા સાથે કાર્યરત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં જોડાઇ સ્વપ્ન સાકાર કરવા સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો.ઉદાણી, ડાયરેક્ટર ડો.એચ.એન.શાહ, રજિસ્ટ્રાર ડો.પરિમલ ત્રિવેદી તેમજ યુનીવર્સીટી પરિવાર રોજગારીની તક માટે મુલાકાત કરી સંપર્ક કરવા જણાવ્યુ છે. વધુ માહિતી મો.૯૦૮૧૫૭૨૭૨૫, ઇ-મેલ : head.spcoe@spu.ac.in, cm.spcoe@spu.ac.in ઉપર સંપર્ક કરી શકાશે.