Select Page

વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલના પ્રયત્નોથી પાણી ભરતા બામણચાયડા ઓવરહેડ ટાંકી લીકેજની પોલ ખુલી

  • વિકાસમંચના બોર્ડમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનુ કામ કર્યુ

બામણચાયડા વોટર વર્કસનો સંપ તથા ઓવરહેડ ટાંકીનો ઉપયોગ શરૂ થાય તેમજ આ સમગ્ર વિસ્તારને ફોર્સથી પાણી મળે તે માટે વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલ દ્વારા ભરપુર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચેરમેનના પ્રયત્નોથી ઓવરહેડ ટાંકીમાં પાણી ભરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની થયેલી કામગીરી પોલ ખુલ્લી પડી છે. હજુ તો ઉપયોગ શરૂ થયો નથી ત્યારે લીકેજના કારણે ટાંકીનુ આયુષ્ય કેટલુ તે પ્રશ્નો થઈ રહ્યા છે.
વિસનગર પાલિકાના બાંધકામ વિભાગમાં અનુભવી એન્જીનીયરના અભાવે કોન્ટ્રાક્ટરો મન ફાવે તેમ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર કામ કરતા હોય ત્યારે પાલિકાના સુપરવાઈઝર ભાગ્યેજ જોવા મળે છે. એમ.એન.કોલેજ રોડ તથા ધરોઈ કોલોની રોડ ઉપર ફોર્સથી પાણી મળી રહે તે માટે ગત બોર્ડના શાસનમાં બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકી મંજુર કરી નિર્માણ કરાયુ હતુ. પાણી માટે પાઈપલાઈન નાખવા કોન્ટ્રાક્ટર તૈયાર નહી થતા બે વર્ષથી સંપ અને ઓવરહેડ ટાંકી ઉપયોગ વગર પડી રહી હતી. વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલના પ્રયત્નોથી ધરોઈની લાઈનમાં જોઈન્ટ કરવામાં આવતા બામણચાયડામાં પાણી શરૂ થયુ છે. જેમાં પ્રથમ સંપ ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંપમાંથી ઓવરહેડ ટાંકી ભરવામાં આવતા કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની પોલ ખુલ્લી પડી છે. ઓવરહેડ ટાંકીની ચારેબાજુથી પાણી લીકેજ થઈ રહ્યુ છે. પાલિકાના જવાબદાર કર્મચારીની દેખરેખના અભાવે આર.સી.સી. કામ યોગ્ય રીતે નહી થતા જોઈન્ટમાંથી પાણી સતત ટપકી રહ્યુ છે. કોન્ટ્રાક્ટરે આંખ આડા કાન કરવા પાલિકાના કર્મચારીને કેટલા આપ્યા હશે તે ચર્ચાનો વિષય બન્યો છે. લગભગ રૂા.૮૫ લાખનુ કામ હતુ. તે પાલિકાના કર્મચારીની લાલચમાં વ્યર્થ ગયુ છે. લીકેજ હોય તો આર.સી.સી. કામ લાબા સમય સુધી ટકતુ નથી. આ રીતેજ પાણી ટપકતુ રહેશે તો ખીલાસરી કાટ લાગીને ફુલવા માડશે અને પોપડા ઉખડવા લાગશે. લીકેજ થતી ઓવરહેડ ટાંકીનુ આયુષ્ય પાંચ કે છ વર્ષથી વધારે રહેશે નહી.
આ સમગ્ર વિસ્તારમાં વર્ષો બાદ પુરતા ફોર્સથી પાણી મળે તે માટે પ્રયત્નો કરતા વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે, લીકેજ થાય છે પરંતુ પાણીનો બગાડ થતો નથી. લીકેજના કારણે ભરેલી ટાંકી ૨૪ કલાકમાં એક ઈંચ પણ ઓછી થતી નથી. કેમિકલ ટ્રીટમેન્ટથી લીકેજ બંધ કરી શકાય છે. લીકેજ બંધ થાય અને ટાંકીનુ આયુષ્ય વધે તે માટેના પુરતા પ્રયત્નો કરવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts