Select Page

રામનવમીની દ્વિતીય શોભાયાત્રામાં વિસનગર ભગવી ધજા પતાકાઓથી શ્રીરામ મય બન્યુ

કારસેવક ભાજપ અગ્રણી જશુભાઈ પટેલ રૂા.૧ લાખ ચડાવો બોલી શોભાયાત્રાની આરતીનો લાભ લીધો

વિસનગરમાં રામનવમીએ આયોજીત દ્વિતિય શોભાયાત્રા જયશ્રી રામના જયઘોષ સાથે ભગવી ધજા પતાકાઓ સાથે નિકળતા આખુ શહેર રામમય બની ગયુ હતુ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજીત રામનવમીની શોભાયાત્રાના ખર્ચ માટે દાતાઓએ દાનનો ધોધ વહાવી આવતા વર્ષે ભવ્ય શોભાયાત્રા નિકળે તે માટેનુ પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. આ વર્ષથી શોભાયાત્રામાં શ્રીરામની આરતીના ચડાવાની શરૂઆત કરી હતી. ત્યારે કાર સેવક ભાજપ અગ્રણી જશુભાઈ પટેલે રૂા.૧ લાખ આરતીનો ચડાવો બોલી લાભ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહીની, માતૃશક્તિના કાર્યકરોને શોભાયાત્રાની સફળતાનો જશ આપતા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, કાર્યકરોની છેલ્લા એક મહિનાની મહેનતથી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.
વિસનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આયોજન તળે દ્વિતિય વર્ષ રામનવમીએ ભવ્ય શોભાયાત્રા રામદ્વારા મંદિરથી નિકળી હતી. શોભાયાત્રાના પ્રસ્થાન પહેલા આ વર્ષે આરતીનો ચડાવાનો પ્રારંભ કરતા કાંસાના ભાજપ અગ્રણી જશુભાઈ પટેલે રૂા.૧ લાખ ચડાવો બોલી આરતીનો લાભ લઈ કાર્યકરોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. શોભાયાત્રાના ખર્ચ માટે એક દાતા દ્વારા રામભરોસે રૂા.૧ લાખ દાન આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત્ત પ્રકાશભાઈ પટેલ એસ.કે. ૩૧,૦૦૦/-, રાજુભાઈ આર.કે. રૂા.૧૧,૦૦૦/-, ઈશ્વરલાલ બીરલાએ રૂા.૧૧,૦૦૦/-, ભાવેશભાઈ શ્રીજી બુલીયન રૂા.૧૧,૦૦૦/-, કમલેશભાઈ જીવાભાઈ પટેલે રૂા.૧૧,૦૦૦/-, ભરતભાઈ ચોક્સી રૂા.૫૦૦૦/-, પ્રચાર સાપ્તાહિક રૂા.૫૦૦૦/-, ર્ડા.જીગરભાઈ પટેલ અમૃત એક્સ-રે રૂા.૫૦૦૦/-, ર્ડા.નીખીલભાઈ ઠક્કર રૂા.૨૫૦૦/-, બબલદાસ આર.એસ.એસ. રૂા.૨૫૦૦/- નુ શોભાયાત્રાના ખર્ચ પેટે દાન આપવામાં આવ્યુ હતુ.
રામ રથયાત્રાને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગંજી યુવક મિત્રમંડળ દ્વારા શરબત કેમ્પ, એક ટાવર મિત્ર મંડળ દ્વારા છાસ કેમ્પ, રંગરેજની પોળના નાકે મુસ્લીમ બીરાદરો દ્વારા ઠંડા પાણીની બોટલ કેમ્પ, સ્વામિનારાયણ મંદિર આગળ ગણપતિ મિત્ર મંડળ ગોસાવાડ દ્વારા શીવકુમાર સોનીના સૌજન્યથી શરબત કેમ્પ, લાલ દરવાજા માઈનોરીટી ચેરમેન મુસ્તાકભાઈ સીંધી દ્વારા સ્વાગત તથા પાણીનો કેમ્પ, રેલ્વે સર્કલ કોપરસીટી ગૃપ દ્વારા છાસનો કેમ્પ, વિશળદેવ વાઘેલાના પ્રતિમાનુ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફુલહાર અર્પણ કરી સન્માન તથા ધર્મધજા રોપણ, બજરંગ ચોકમાં શહેર ભાજપ દ્વારા શરબત કેમ્પ, સોનપરી આગળ કેક કાપી શ્રીરામ ભગવાનનો જન્મોત્સવ વિગેરે કાર્યક્રમો શોભાયાત્રા દરમ્યાન થયા હતા.
શોભાયાત્રામાં ભજનમંડળી સાથે ૧૭ ટ્રેક્ટર, ૪ ઉંટલારી, ત્રણ ઘોડા ઉપર શીવાજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રાણી દુર્ગામતિની વેશભૂષા, બે બુલેટ ઉપર દુર્ગાવાહીની બહેનો ફેટો પહેરી ડ્રેસ કોડ તલવાર સાથે ૫૦ દુર્ગાવાહીની બહેનો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના યુવાનો ધર્મધજા સાથે જોડાયા હતા. રામદ્વારા મંદિરના મહંત બગીમા બેસી શોભાયાત્રામાં જોડાયા હતા. ડીજેના તાલે શ્રીરામજીના ભજનો તથા ભગવી ધજાઓથી વિસનગર શહેર શ્રીરામ મય બની ગયુ હતુ.
આ શોભાયાત્રા ના સારથી વિસનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ કમાણાની નેજા હેઠળ યોજાઈ હતી. ભગવાન શ્રીરામના રથમાં વિસનગર જિલ્લાના પૂજા અર્ચન પ્રમુખ સત્યમભાઈ મહારાજ અને વિસનગર પ્રખંડ ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ જોષી પણ સાથે રહ્યા હતા.
      ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં કેન્દ્રીય સત્સંગ પ્રમુખ પ્રાંત, મંત્રી નલીનભાઈ પટેલ, યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને વિસનગરના ભામાશા રાજુભાઇ પટેલ આર.કે. જ્વેલર્સ, સામાજિક કાર્યકર કમલેશભાઈ પટેલ, ડો.અરુણભાઈ રાજપૂત, ઈશ્વરલાલ બીરલા, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, ભારત વિકાસ પરિષદ પ્રમુખ નિખિલભાઇ ઠક્કર,     ડો.જયેશભાઈ શુક્લ, તરુણાબેન દરજી આખી શોભાયાત્રામાં જોડાઈને ભગવાન શ્રીરામ મય બન્યા હતા. ભગવાન શ્રીરામ શોભાયાત્રાને સફળ બનાવવા મહેન્દ્રભાઈ પટેલ કમાણા, અજીતભાઈ બારોટ, ભાવેશભાઇ સાધુ, ધર્મેશભાઈ પટેલ, રાજુભાઇ દેવીપૂજક, રવિભાઇ દરજી, જીગ્નેશભાઈ જોષી, મેહુલભાઈ પંચાલ, માતૃશક્તિ ચેતનાબેન, ચેતનાબેન રાજપૂત, દિશાબેન બારોટ અને વિસનગર જિલ્લા અને વિસનગર પ્રખંડના તમામ કાર્યકરો ભગવાન શ્રીરામના કાર્યને સફળ બનાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts