Select Page

બસ ઉપર પથ્થરમારો કરી મારી નાખવાના દેકારા કર્યા

બસ ઉપર પથ્થરમારો કરી મારી નાખવાના દેકારા કર્યા

સવાલા ગામે લઘુમતિ સમાજના ટોળાનુ વિદ્યાર્થીનીઓ સાથે અણછાજતુ વર્તન

વિસનગર ડેપોમાં બસમાં બેસવાના મામલે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં સવાલા બસ સ્ટેન્ડ પાસે બસ ઉભી રાખી અંદર બેઠેલા વિદ્યાર્થીઓ સાથે ગાળી ગલોચ કરી પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીનીઓ સાથે શારીરીક અડપલા કરી મારી નાખવાના દેકારા કરતા આ બનાવથી ભારે હોબાળો થયો હતો. પોલીસ તાબડતોડ સ્થળ ઉપર પહોચી પરિસ્થિતિ કાબુમાં લઈ ટોળા વિખેર્યા હતા. બસ કંડક્ટરની ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ તથા ટોળા વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
વિસનગર ડેપોમાં રાવળાપુરા રૂટની જી.જે.૧૮ ઝેડ ૪૧૬૭ નંબરની બસમાં બેસવાના મામલે રાવળાપુરા અને સવાલા ગામના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. પેસેન્જરો વધી જતા બસમાં બેસવાના મામલે વિદ્યાર્થીઓ વચ્ચે ખેચતાણ થઈ હતી. આદર્શ વિદ્યાલય આગળ બસ ઉભી રાખી કંડક્ટરે બીજી બસ મંગાવી હતી. બીજી બસમાં સવાલાના પેસેન્જર અને વિદ્યાર્થીઓ બેઠા હતા. રાવળાપુરાની બસ નિકળી ગઈ હતી. આ બસ સવાલા બસ સ્ટેન્ડ પહોચતા રાવળાપુરા તરફ જતા રોડના વળાંકમાં સરફરાજ ડેલીગેટની ઓળખ આપી આ વ્યક્તિ તથા બીજા લોકોએ બસ ઉભી રખાવી હતી. જેમણે અમારા બાળકોને કેમ હેરાન કરો છો તેમ કહી રાવળાપુરાના પેસેન્જરો સાથે બોલાચાલી કરી હતી. એવામાં પાછળથી સવાલાની બસ આવતા તેમાં બેઠેલા સવાલા ગામના પેસેન્જર અને વિદ્યાર્થીઓનુ ટોળુ આવી રાવળાપુરાના પેસેન્જરો સાથે બોલાચાલી કરી ગાળો બોલી હતી. કેટલાક લોકો બસમાં બેઠેલા બાળકો સાથે મારામારી કરી હતી અને બસ ઉપર પથ્થરમારો કર્યો હતો. બસમાં બેઠેલ વિદ્યાર્થીનીઓને શારિરીક અડપલા પણ કર્યા હતા. ટોળામાંથી કેટલાકે મારી નાખો તેમ કહી ધમકીઓ પણ આપી હતી.
બસના ડ્રાઈવર તરીકે વિક્રમસિંહ હમીરજી વિહોલ રહે.વડાસણવાળા અને કંડક્ટર વિસનગરમાં અક્ષરધામ ટાઉનશીપમાં રહેતા ઘનશ્યામગીરી દશરથગીરી શંભુગીરી ગોસ્વામી હતા. જેમણે સમયસુચકતા વાપરી બસ રાવળાપુરા તરફ હંકારી હતી. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ ઉપર પોલીસ કાફલો ઉતરી પડ્યો હતો. બસના કંડક્ટર ઘનશ્યામગીરી ગોસ્વામીની ફરિયાદ આધારે પોલીસે સરફરાજ ડેલીગેટ અને બીજા ૨૫ થી ૩૦ માણસોના ટોળા વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us