Select Page

ખેરાલુ ધારાસભ્ય ૭૩ એપીસોડથી વડાપ્રધાનના સુશાસનનો નિચોડ રજુ કરશે

વડાપ્રધાનના ૭૩ મા જન્મ દિવસે તા.૧૭-૯ સુધી સોશિયલ મિડીયા થકી

  • ટેકનોસેવી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા વડાપ્રધાનના ૯ વર્ષના સુશાસન દરમ્યાન લોકહિતનું આંદોલન શરૂ કરાયુ છે જેના ૭૩ એપિસોડ ૭-૭-ર૦ર૩ થી શરૂ કરાયા

ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી વિધાનસભામાં ચુંટાયા પછી એકપણ દિવસ શાંતિથી બેઠા નથી. ખેરાલુ વિધાનસભાના તમામ પ્રશ્નો હલ કરવા માટે દિવસ-રાત એક કરી કામ કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે ગુજરાત સરકારે બજેટમાં જોગવાઈ ન હોવા છતા ધરોઈ ડેમ આધારીત રૂા.૩૧૭/- કરોડની યોજના મંજૂર કરી છે. ખેરાલુ સવળેશ્વર તળાવના બ્યુટીફિકેશન માટે રૂા. ૪.ર૬ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી છે. ખેરાલુ શહેરના લોકોની સુરક્ષા માટે રૂા.૧.૦૮ કરોડના ખર્ચ સી.સી.ટી.વી કેમેરા નાંખવા ગ્રાન્ટ મંજુર કરાઈ છે. ડાવોલ, ડાલીસણા, વરેઠા, મહિયલ ગામ તળાવો ભરવા પાઈપ લાઈન નાંખવાનુ શરુ કરાયુ છે. આવાતો અસંખ્ય વિકાસ કામો માટે તેમજ સિંચાઈ માટે નર્મદા આધારીત પાઈપ લાઈનોથી તળાવો ભરાય તે માટે પંપ હાઉસો રીપેરીંગ કરી તૈયાર રાખવા સુચનાઓ અપાઈ છે. આમ ખેરાલુ વિધાનસભામાં ખેરાલુ, સતલાસણા, વડનગર તાલુકાના વિકાસ માટે દિવસ-રાત દોડધામ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા ૯ વર્ષથી સમગ્ર ભારત દેશમાં લોકહિતનું આંદોલન શરૂ કરાયુ છે. વડાપ્રધાનના ૯ વર્ષના સુશાસનનો સંપૂર્ણ નિચોડ એક સાથે રજૂ કરવાનુ આયોજન ધારાસભ્ય દ્વારા કરાયુ છે. વડાપ્રધાનના જન્મ દિવસે ત્રણ-ચાર વર્ષ પૂર્વ હિરવાણી ખાતે હજારો લોકોની હાજરીમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા ભવ્ય રીતે ઉજવાયો હતો. જેને લોકો આજ સુધી યાદ કરે છે. સમગ્ર ભારત વર્ષમાં કોઈપણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસના ૭૩ દિવસ પહેલા એટલે કે ૭-૭-ર૦ર૩ ના દિવસથી સોશિયલ મિડીયાના માધ્યમથી ૭૩ એપિસોડ રજુ કર્યા નથી ત્યારે વડાપ્રધાનની ૭૩ અદભુત વાતો રજૂ કરાઈ છે જેને જોવી કે સાંભળવી તે પણ એક લાહવો કહેવાશે.
ખેરાલુ ધારાસભ્ય સરાદારભાઈ ચૌધરીએ પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે આપણા ગુજરાતના પનોતાપુત્ર અને વૈશ્વિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન તરીકે ૯ વર્ષના સુશાસન દરમિયાન અનેક યોજનાઓ દ્વારા લોકહીત અને સમાજ સશક્તિકરણના કાર્યો થયા છે. આજનો યુગ એ ડિજિટલાઈઝેશનનો યુગ છે. ડિજિટલ યુગ સાથે તાલ મિલાવી લોકો સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિવિધ સરકારી યોજનાઓ અને ક્રાંતિકારી નિર્ણયો દ્વારા લોકહિતના કાર્યો સોશિયલ મિડીયાના માધ્યમથી રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના આજે સરકારે સમાજ કલ્યાણ સીધા સ્પર્શતા તમામ ક્ષેત્રો જેવા કે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, મહિલા અને બાળ વિકાસ, આવાસ, રોજગાર, સિંચાઈ જેવા ક્ષેત્રે વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અને કાર્યક્ષમ અમલ દ્વારા આજે આપણા દેશનો અભુતપૂર્વ ઝડપે વિકાસ થઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩માં જન્મદિવસ ૧૭-૯-ર૦ર૩ ના રોજ આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી મા ભારતીના પરમ વૈભવના શિખરે લઈ જવા માટે દિવસ-રાત અથાક પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ૭-૭-ર૦ર૩થી ૧૭-૯-ર૦ર૩ સુધી મોદી સાહેબ દ્વારા અમલમાં લાવેલા કલ્યાણકારી કાર્યો, યોજનાઓ, નીતીઓ, તેમના નેતૃત્વમાં ભારત દેશે ઉપલબ્ધ કરેલ સિધ્ધિઓ જેવી ૭૩ અદભુત વાતો સતત ૭૩ દિવસ લોકો સમક્ષ સોશિયલ મિડીયાના માધ્યમથી રજૂ કરાશે. તમામ લોકોને વિંનંતી કે સૌ સાથે જોડાઈએ અને દરેક એપિસોડને વધુમાં વધુ લોકો સુધી પહોચે તેવા પ્રયત્નો કરીએ તે પણ રાષ્ટ્રભક્તિ જ કહેવાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us