Select Page

ધારાસભ્ય સાથે ડેમમાં પાણીના વધામણા કરવા પહોચ્યા પણ ધરોઈ કેનાલમાં પાણી ન છોડાતા આગેવાનોમાં ભારે નિરાશા દેખાઈ

ધારાસભ્ય સાથે ડેમમાં પાણીના વધામણા કરવા પહોચ્યા પણ ધરોઈ કેનાલમાં પાણી ન છોડાતા આગેવાનોમાં ભારે નિરાશા દેખાઈ
  • કાર્યપાલક ઈજનેર ઉવાચ વાવાઝોડાના કારણે રીપેરીંગ અટકયુ હતુ
ધરોઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ૩૦-૭-ર૦ર૩ ના રોજ ડેમના દરવાજા ખોલવાના હોવાથી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાથે આગેવાનો ધરોઈડેમ પર પહોચ્યા હતા. આગેવાનોમા ભારે ઉત્સાહ હતો કે કેનાલમાં પાણી છોડાતા હવે તળાવો ભરાશે પરંતુ કેનાલમાં ડેમથી ૬૦૦ મીટર દૂર રીપેરીંગ કામ ચાલુ હોવાથી પાણી નહી મળે તેવુ જાણતા ભગ્ન હૃદયે  ધરોઈ ડેમના પાણીના વધામણા કરતા જોવા મળ્યા હતા. જે પૈકી કેટલાક આગેવાનો દ્વારા પ્રચાર સાપ્તાહિક સમક્ષ બળાપો પણ કાઢતા જોવા મળ્યા હતા.
ધરોઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવાના હતા પૂર્વ ધારાસભ્ય સાથે ખેરાલુ-સતલાસણા તાલુકાના ભાજપ પ્રમુખ ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ તથા હોદ્દેદારોનો કાફલો ધરોઈ ડેમ ઉપર પહોચ્યો હતો. ધરોઈડેમ ઉપર પહોચનાર એક પણ આગેવાનને ખબર નહોતી કે કેનાલમાં પાણી છોડવાનુ નથી. જયારે ડેમ ઉપર પહોચ્યા ત્યારે ખબર પડી કે કેનાલમાં રિપેરીંગ ચાલે છે ૩૧ ઓગસ્ટ સુધી પાણી નહી મળે તેવુ જાણતા ભારે નિરાશ જોવા મળી  હતી. ધરોઈ ડેમનો દરવાજો ખોલ્યો ત્યારે હાજર આગેવાનો સાથે ધારાસભ્યએ પણ પાણીના વધામણા કર્યા હતા. ડેમનો દરવાજો સાડાત્રણ ફુટ ખોલી ૯ર૩૬ ક્યુસેક પાણી છોડાયુ હતુ. ધરોઈના કાર્યપાલક ઈજનેર સુમિત પટેલ એકલા ખુશ દેખાતા હતા. ધરોઈ ડેમ ઉપર સાયરન વગાડી ડેમનો દરવાજો ખોલાયો ત્યારે નદીના પટ આજુબાજુ સ્થાનિક ગ્રામજનો પાણી જોવા ઉમટી પડયા હતા.
ધરોઈ ડેમ ખાતે કાર્યપાલક ઈજનેર સમક્ષ એક આગેવાને પ્રશ્ન કર્યો કે કેનાલનુ રીપેરીંગ સમયસર કેમ થયુ નથી ત્યારે કાર્યપાલક ઈજનેર સુમિત પટેલે જણાવ્યુ હતુ કે વાવાઝોડાને કારણે રીપેરીંગ કામગીરી એક-અઠવાડીયાથી વધુ અટકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ વ્યક્તિ ગુનો કરીને એવુ નથી કહેતો કે હું ગુનેગાર છુ ગુનામાથી છટકવા બહાના કાઢે છે તેજ રીતે કાર્યપાલક ઈજનેર પણ બહાના બતાવી રહ્યા છે. રાજકીય છત્રછાયામાં સુમિત પટેલનો વાળ પણ વાંકો થવાનો નથી. લાખો કયુસેક પાણી નદીમાં વેફડાઈ જશે પરંતુ કેનાલમાં પાણી છોડાયુ તેવુ લાગતુ નથી. સરકાર ખરેખર સંવેદનશીલ હોયતો સાચી તપાસ કરી ટેન્ડર લેટ પાડનાર ઈજનેર કે કામગીરી સમયસર ન કરનાર કોન્ટ્‌્રાકટર વિરૂધ્ધ કાર્યવાહી કરે. કેનાલમાં પાણીન મળવાથી તળાવો ભરાશે નહી, ભુગર્ભ જળ ઉંચા આવશે નહી, એક વ્યક્તિની આળસને કારણે પ્રકૃતિ પશુપાલકો, ખેડુતો  અને ભુગર્ભજળને કેટલુ નુકશાન થશે તેનો અંદાજ કાઢવો અશક્ય છે. છતા કસુરવાર વિરૂધ્ધ કયારેય પગલા ભરાશે નહી  તે નિશ્વિત વાત છે. ખેરાલુ અને સતલાસણા તાલુકાના હજારો પશુપાલકો અને ખેડુતો કેનાલમાં પાણી ન આવતા નિરાશ છે. જેથી હવે નર્મદા પાઈપલાઈન દ્વારા તળાવો ભરવા માટે સરકારે વિચારવુ જોઈએ. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી નર્મદા પાઈપ દ્વારા પાણી છોડાવી શકશે ખરા ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts