Select Page

હરેશભાઈ પટેલ સતત બીજી ટર્મ ક્રેડાઈના વાઈસ પ્રેસીડેન્ટ

હરેશભાઈ પટેલ સતત બીજી ટર્મ ક્રેડાઈના વાઈસ પ્રેસીડેન્ટ

મહેસાણા જિલ્લા બીલ્ડર એસો. સાથે વિસનગરનુ ગૌરવ

વિસનગરમાં બીલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વર્ષોના અનુભવી, સંતોષકારક રહેણાંક તેમજ કોમર્શિયલ સ્કીમોનુ નિર્માણ કરનાર પૂજા ડેવલોપર્સના જાણીતા બીલ્ડર હરેશભાઈ પટેલની સતત બીજી ટર્મ ગુજરાત બીલ્ડર એસો.(ક્રેડાઈ-ગુજરાત)ના વાઈસ પ્રેસીડન્ટ તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂંક મેળવી હરેશભાઈ પટેલે વિસનગર ઉપરાંત્ત મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.
અમદાવાદમાં રાજપથ ક્લબ પાસે ઝેડ લક્ઝરી બેન્કવેટમાં ક્રેડાઈ ગુજરાતની લીડરશીપ ચેન્જ ઓફ ગાર્ડ-૨૦૨૫ નો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના નામી બીલ્ડરોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ક્રેડાઈ ગુજરાતના વર્ષ ૨૦૨૫ થી ૨૦૨૬ ના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં ક્રેડાઈ ગુજરાતના પ્રેસીડન્ટ પદે તેજસ જોષી અમદાવાદ, ચેરમેન પદે પરેશભાઈ ગજેશ રાજકોટ તથા ગુજરાતના અલગ અલગ ઝોનના વાઈસ પ્રેસીડન્ટની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે વિસનગર સહિત મહેસાણા જિલ્લા માટે ગૌરવની બાબત છેકે, બીલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષથી બહોળો અનુભવ ધરાવતા તેમજ સફળ રહેણાંક, કોમર્શિયલ તથા ઈન્ડસ્ટ્રીયલ સ્કીમો બનાવી ગ્રાહકોનો અદમ્ય વિશ્વાસ સંપાદન કરનાર વિસનગરના જાણીતા પૂજા ડેવલપર્સવાળા હરેશભાઈ કે.પટેલની નોર્થ ઝોનના વાઈસ પ્રેસીડન્ટ પદે સતત બીજી ટર્મ વરણી કરવામાં આવી છે. હરેશભાઈ પટેલે અગાઉ મહેસાણા જિલ્લા બીલ્ડર્સ એસો.માં પ્રેસીડન્ટ તરીકે સેવા આપી ચુક્યા છે. તેમનુ હકારાત્મક વલણ તેમજ સર્વેને સાથે લઈ ચાલવાનો અભિગમ ધરાવતા હોવાથી તેમની કામગીરીની કદર રૂપે સતત બીજી ટર્મ વાઈસ પ્રેસીડન્ટ તરીકે ક્રેડાઈ ગુજરાતે જવાબદારી આપી છે.
હરેશભાઈ પટેલના વર્ષોના બહોળા અનુભવ આધારે વિસનગર અનેક રહેણાંક તેમજ કોમર્શિયલ સ્કીમો જેવી કે ગુલાબપાર્ક, શીવનાથ બંગ્લોઝ, પૂજા બંગ્લોઝ, શ્રી સાઈં બંગ્લોઝ, ગુરુદેવ ટાઉનશીપ, પંચામૃત બંગ્લોઝ, હેરીટેજ સીટી, હેરીટેજ ટાઉનશીપ, હેરીટેજ એમ્પાયર, હેરીટેજ ઈન્ફીનીટી, હેરીટેજ કેપીટલ, હેરીટેજ ડ્રીમ સીટી, હેરીટેજ ટ્રેડ સેન્ટર જેવી સફળ સ્કીમો કરી નિરાભીમાની બિલ્ડર તરીકે ગ્રાહકોમાં વિશ્વાસ સંપાદન કર્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, ઉંઝા, ઉનાવા વગેરે શહેરોમાં પણ સ્કીમો કરેલ છે.
હરેશભાઈ પટેલની આ નિમણુંકથી પૂજા ડેવલોપર્સના ભાગીદારો, વિસનગર બિલ્ડર એસો. તેમજ તેમના બહોળા મિત્ર વર્તુળમાં આનંદની લાગણી ફેલાઈ છે. બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ઉપરાંત્ત હરેશભાઈ પટેલ રોટરી ક્લબ ઓફ વિસનગર, આપી પ્રિવેન્ટીવ હેલ્થ ક્લીનીક, સમસ્ત બાર ગામ સમાજ, શ્રી કેળવણી ઉત્તેજક મંડળ ઉમતા, શ્રી ઉમીયા માતાજી સંસ્થાન ઉંઝા, શ્રી સાર્વજનિક સ્મશાન વિસનગર, વોલન્ટરી બ્લડ બેંક વિસનગર, શ્રી બળવંતી માતાજી ટ્રસ્ટ ઉમતા, શ્રી ઉમતા પ્રગતિ મંડળ અમદાવાદ વિગેરે સંસ્થાઓમાં સક્રિય ભાગ લઈ તેમની સેવાઓનો લાભ આપી રહ્યા છે. હરેશભાઈ પટેલ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પ્રચાર સાપ્તાહિક પરિવારની શુભેચ્છા.