Select Page

ધામધુ મથી ડીજેના તાલે વાજતે ગાજતે કળશ લાવી મંદિરોમા મુકાયાવિસનગર અક્ષત કળશની ભવ્ય યાત્રાથી રામમય બન્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓમા ઉત્સાહ અને આનંદ સમાતો નથી. વિસનગરમાં સ્વામિનારાયણ ગરૂકુળમાં અયોધ્યાથી પુજન કરેલા અક્ષત કળશ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રભુ શ્રીરામની જાણે ઘરમા પધરામણી કરવાની હોય તેવા અનેરા ઉત્સાહ અને ઉમંગથી ડીજેના તાલે ધામધુમથી કળશ લેવા આવ્યા હતા. કળશ યાત્રા શહેરમા ફરતા વિસનગર શહેર રામમય બન્યુ હતુ. યાત્રા પુર્ણ થયા બાદ ગામડાના લોકો વાજતે ગાજતે ગામડે પહોચી મંદિરોમા કળશ મુક્યા હતા.

રામમંદિર નિર્માણમા જેમનુ મહત્વનુ યોગદાન છે તેવા કાર સેવકોનુ સન્માન કરાયુ કાર સેવકો યાદગીરી રૂપે ૧૯૯૨મા ફળવાયેલા પાસ લઈને આવ્યા

વિસનગરમાં તા.૩૧-૧૨-૨૦૨૩ના રોજ વિ.એચ.પી. અને આર.એસ.એસ. દ્વારા કાંસા એન.એ.સ્વામિનારાયણ ગુરૂકુળમા ભવ્ય અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. અયોધ્યામા વર્ષો બાદ નિર્માણ થયેલા મંદિરમા શ્રીરામની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા જતા હોય તેટલા ઉત્સાહ અને ઉમંગથી ધર્મજનો ડીજેના તાલે કાર્યક્રમ સ્થળે પહોચ્યા હતા. કળશ અર્પણ કાર્યક્રમમાં વી.એચ.પી.ના જીલ્લા અધ્યક્ષ પટેલ મહેન્દ્રભાઈ કમાણા, સ્વામિનારાયણ ગુરૂકુળના મેનેજીંગ ટ્રસ્ટી ભાનુપ્રસાદ શાસ્ત્રીજી તથા કાંસાના સંત કૈલાશગીરી મહારાજની ઉપસ્થિતિમા સત્યમભાઈ મહારાજે કળશની પુજા વિધી કરી હતી. ભાજપ અગ્રણી જશુભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટિના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, મહેસાણા વિભાગ પ્રસાર પ્રચારની જવાબદારી સંભાળતા અજીતભાઈ બારોટ, વી.એચ.પી.ના જીલ્લા મંત્રી ધર્મેશભાઈ પટેલ, અભિયાનના તાલુકા સંયોજક રોમેશભાઈ પટેલ, પરિષદના ભાવેશભાઈ સાધુ, રાજુભાઈ દેવીપુજક, જીજ્ઞેશભાઈ જોષી, આર.એસ.એસ.ના બ્રીજેશભાઈ પટેલ વાલમ, જીગરભાઈ પટેલ, કારસેવકો, શહેર અને ગામડામાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા બેઠક વ્યવસ્થા નાની પડી હતી. રામમંદિર નિર્માણમા જેમનુ મહત્વનુ યોગદાન છે તેવા કાર સેવકોનુ વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ.
વી.એચ.પી.ના જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, ભાનુપ્રસાદ શાસ્ત્રીજી તથા ધર્મ જાગરણ મહેસાણા વિભાગના ભાવેશભાઈ પેટલે સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિને અને અયોધ્યા રામમંદિરને લઈ મંત્રમુગ્ધ કરતા વ્યક્તવ્યો કર્યા હતા. આ કાર્યક્રમમાં કેટલાક કારસેવકો છઠ્ઠી ડીસેમ્બર ૧૯૯૨ના કારસેવા અંતર્ગત ફાળવેલ પરિચય પત્રક લઈને આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિસનગર પ્રખંડના ૫૨ ગામ અને વિસનગર નગરની ૮ વસ્તીના અયોધ્યાથી પુજન થઈને આવેલા અક્ષત ભરેલા કળશ અર્પણ કરવામાં આવ્યા હતા. કળશ અર્પણ બાદ ડી.જેના તાલે સ્વામિનારાયણ ગુરૂકુળથી ભવ્ય કળશ યાત્રા નિકળી હતી. જે કળશ યાત્રાથી વિસનગર શહેર રામમય બની ગયુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us