Select Page

પ્રા.શાળાના શિક્ષકોનુ બ્લડ બેંકને રૂા.૬ લાખનુ માતબર દાન

પ્રા.શાળાના શિક્ષકોનુ બ્લડ બેંકને રૂા.૬ લાખનુ માતબર દાન

રૂા.૪ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ વિસનગર વોલન્ટરી બ્લડ બેંકમાં શહેરની તમામ સંસ્થાઓ, વિવિધ સમાજના મંડળો, મિત્ર મંડળો, વેપારી મંડળો ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે દાન આપે અને આ બ્લડ બેંક પોતાની સંસ્થા છે એવો ભાવ પ્રગટ થાય તે માટે સંસ્થાના ચેરમેન રાજુભાઈ પટેલના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. જેમાં વિસનગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ માતબર દાન આપી વોલન્ટરી બ્લડ બેંક એ આપણા સૌની સંસ્થાના વિચારને આવકાર્યો છે. શિક્ષક સંઘની મીટીંગમાં અપીલ કરતા તમામ શિક્ષકોએ ફાળો આપતા સંઘ દ્વારા રૂા.૩,૫૧,૦૦૦/- નુ રોકડ દાન અર્પણ કરવામાં આવ્યુ હતુ.
વિસનગર તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા શિક્ષક મિત્રોનું પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યરત છે. આ સંગઠનમાં આશરે ૮૦૦ થી વધુ શિક્ષક મિત્રો જોડાયેલા છે. અને આ શિક્ષક મિત્રોએ પોતાના સંગઠન સાથે પોતાની ક્રેડિટ સોસાયટી (નાણાંકીય શરાફી મંડળી) પણ બનાવેલી છે. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હર્ષદભાઈ જે.પટેલ અને અન્ય હોદ્દેદારોના ધ્યાને આવ્યું કે વિસનગરમાં વિસનગર વોલન્ટરી બ્લડ બેંક જન સેવા માટે અધતન મકાન બનાવી રહ્યા છે. જેમાં અધતન મશીનરી લાવી આમ જનતાની સેવા માટે એક મોટું સેવા એકમનો શુભારંભ બ્લડ બેંકના ટ્રસ્ટી મંડળના મિત્રો કરવા જઈ રહ્યા છે. આ સંસ્થાને દાન ભેટની અત્યંત જરૂર છે. તેમણે કાંસા ગામે પ્રાથમિક બીઆરસી ભવન સમગ્ર તાલુકાના આચાર્યની એક મિટિંગ બોલાવી હતી. જેમાં આ વિસનગર વોલન્ટરી બ્લડ બેંક માટે સમુહીક દાન ભેટ આપવાની અપીલ કરી હતી. આ મીટીંગમાં વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના ટ્રસ્ટી મંડળને આમંત્રણ આપતા બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ કે.પટેલ, મેનેજીંગ ડાયરેક્ટર કિર્તીભાઈ પટેલ કલાનીકેતન તથા પ્રવિણભાઈ ચૌધરી આવકારએ હાજરી આપી હતી. મીટીંગમાં વિસનગર વોલન્ટરી બ્લડની વિવિધ સેવાઓ અંગે માહિતી રાજુભાઈએ અને કિર્તીભાઈએ સમગ્ર આચાર્ય મિત્રોને આપી હતી. જેનાથી પ્રભાવિત થઈને દરેક શિક્ષકોએ પોતાના વ્યક્તિ ગત ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને સામૂહિક દાન આપવાનું સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. તેના ભાગરૂપે દરેક શિક્ષક મિત્રો એ સામૂહિક દાન એકત્ર કર્યું. અને શિક્ષક સંઘના હોદ્દેદાર અને પ્રાથમિક શિક્ષક ની ક્રેડિટ સોસાયટીના હોદ્દેદાર મિત્રો રાજુભાઈ પાસે આવીને રૂપિયા ૬ લાખ રૂપિયાનું દાન બ્લડ બેંકને અર્પણ કર્યું હતું. જેમાં પ્રાથમિક શિક્ષણ શિક્ષક સંઘ તરફથી સ્વૈચ્છિક ફાળા દ્વારા મળેલી રકમ રૂા.૩,૫૧,૦૦૦/-, વિસનગર પ્રાથમિક શિક્ષકોની શરાફી ધિરાણ મંડળી તરફથી રૂા.૧,૫૧,૦૦૦/-, અન્ય બે શિક્ષક મિત્રોએ પોતાના વ્યક્તિગત નામથી દાન ભેટ પણ કર્યું હતું. જેમાં ૫૧,૦૦૦/-સ્વર્ગસ્થ ધર્મેન્દ્રકુમાર કાંતિલાલ પટેલના સ્મરણાર્થે, હસ્તે રાજુભાઈ ગણેશભાઈ પટેલ, વાલમ અને ૫૧૦૦૦/- ગીતાબેન મણીલાલ પટેલ કાંસા દ્ગછ પ્રાથમિક શાળા દાન જાહેર કરી ચેક અર્પણ કર્યા હતા.
શિક્ષક સંઘે સામૂહીક ઉમદા દાન ભેટની ઈચ્છા કરી ૮૦૦ શિક્ષકોને બ્લડ બેંકની સેવાની વિચાર ધારા સાથે જોડવાનું ઉત્તમ કાર્ય કર્યુ છે-રાજુભાઈ પટેલ આર.કે.
બ્લડ બેંકમાં રૂપિયા ૨૧ હજાર રૂપિયાથી વધુ વ્યક્તિગત દાન કરશે તો તે દાતાનું નવિન બ્લડ બેંક ભવનમાં તક્તિમાં ગોલ્ડન કલરથી દાતાનુ નામ લખવામાં આવશે. આમ સમગ્ર વિસનગર સરકારી શિક્ષક સંઘ દ્વારા અને વિસનગરના પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી દ્વારા વિસનગર બ્લડબેંકને દાન ભેટ અર્પણ કરી એક સાચી દિશા તરક જઈ સામૂહિક દાન આપી ઉત્તમ જન સેવાનું ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. આ સાથે શિક્ષક હોદ્દેદાર મિત્રો અને સમગ્ર સંઘ એક મહા યજ્ઞ માં જોડાયા નો આનંદ વ્યક્ત કર્યો હતો. અત્રે નોંધનીય બાબત છે કે સમગ્ર પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર હવે આ દાન ભેટ આપ્યા પછી બ્લડ બેંકના લાભાર્થે યોજાનાર કોપરસીટી નવરાત્રી મહોત્સવમાં સામૂહિક રીતે કોઈ એક દિવસ પસંદ કરીને જોડાઈ જાય તેવી અપીલ કોપરસીટીના હોદ્દેદાર દ્વારા કરવામાં આવી છે. હવે યોજાનાર નવરાત્રી મહોત્સવમાં સામૂહિક રીતે પ્રવેશ પાસ સ્વઃખર્ચે મેળવીને કોઈ એક દિવસ શિક્ષક મિત્રોના પરિવારનું સ્નેહ સંમેલન જેવો આનંદ મેળવવા આમંત્રણ આપ્યુ હતુ. નવરાત્રી મહોત્સવના સ્વઃખર્ચે પ્રવેશ પાસ કહેશો તેટલા નોધાવવા આગોતરી જાણ કરવાથી તે દિવસના બુકિંગ કરવાનું સુવિધા આપવા પણ જણાવ્યુ હતુ. સમગ્ર બ્લડ બેંકના ટ્રસ્ટી મંડળ દ્વારા વિસનગર પ્રાથમિક શિક્ષક સંઘના સમગ્ર પરિવારજનોનો આભાર માન્યો હતો. વિસનગરના બીજા તમામ સંગઠન, સહકારી મંડળીઓ અને સંસ્થાઓએ આ વિચારધારાને સ્વીકારવી, વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના નવીન અધતન મકાનમાં સહભાગી થવા માટે આગળ આવવું જોઈએ, દરેક સંસ્થાના હોદ્દેદાર મિત્રોએ સક્રીય બની સામૂહિક દાન માટે પ્રયત્ન કરવો જોઈએ. જેમાં કોઈ ધર્મ વાદ નથી, કોઈ જ્ઞાતિવાદ નથી, દરેકનું લોહી લાલ હોય છે અને જે કુદરતી પ્રોડક્ટ છે.રકતદાન એક મહાદાન છે. રક્તદાન કેમ્પ કરવો તે એક યજ્ઞ છે. અને બ્લડ બેંક ચલાવવી એ એક મહાયજ્ઞ છે. બ્લડ બેંકમાં દાન આપવું એ એક મહા વૈદિક દાન છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts