Select Page

વિસનગર પાલિકામાં જી.યુ.ડી.સી.એ. રૂા.૩.ર૬ કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવી વોટર વર્કસ ૪ર૯ KV વિજ ઉત્પાદન કરી આત્મનિર્ભર બનશે

વિસનગર પાલિકામાં જી.યુ.ડી.સી.એ. રૂા.૩.ર૬ કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવી વોટર વર્કસ ૪ર૯ KV વિજ ઉત્પાદન કરી આત્મનિર્ભર બનશે

શહેરી વિસ્તારમાં પાણી વિતરણમાં પાલિકા જે વિજળીનો વપરાશ કરે છે તેમા વિજ બીલનુ ભારણ ઓછુ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહક યોજના અમલમાં મુકી છે. જે યોજના અંતર્ગત જી.યુ.ડી.સી દ્વારા વિસનગર પાલિકાના વોટર વર્કસમા સોલાર પેનલ લગાવવામા આવી રહી છે. જેમા ૪ર૯ કે.વી.વિજ જનરેટ થશે. ત્યારે પાલિકા વોટર વર્કસના વિજ વપરાશમાં આત્મ નિર્ભર બનશે. પાલિકા વોટર વર્કસમા મહિને મોટી રકમની બીલનુ ચુકવણુ કરે છે. જેમા ઘટાડો થશે અને બચત રકમમાંથી વિકાસના વધુ કામ થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટીથી ભારત દેશે સોલાર એનજીમાં વિશ્વના પ્રથમ ત્રણ દેશમાં નંબર પ્રાપ્ત કર્યોર્ છે. સરકારની સબસીડી સાથે સોલાર રૂફટોપની યોજનાનો રહેણાંક વિસ્તારના જે ગ્રાહકોએ લાભ લીધો છે. તેમને વિજ બીલમા મોટો ફાયદો થઈ રહ્યો છે. સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓના ઘણા મિલ્કતો આવેલી છે. આ મિલ્કતો ઉપર સોલાર પેનલ લગાવી વિજ જનરેટ કરી વિજ વપરાશમા આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામા આવી છે. જેમા પ્રથમ પાલિકાઓ પાણી વિતરણમાં જે વિજ વપરાશ કરે છે તેમા સોલાર રૂફટોપ લગાવી પ્રોત્સાહન યોજના અમલમાં મુકી છે.જે અંતર્ગત વિસનગર પાલિકા હસ્તકના વોટર વર્કસમા જી.યુ.ડી.સી. દ્વારા સોલાર પેનલ લગાવવાનુ કામ ચાલી રહ્યુ છે. જેમા પટણી દરવાજા સાર્વજનિક સ્મશાન સામેના સર્વે નં.૩૦પ મા આવેલા ત્રણ સંપ ઉપર સોલાર પેનલ લગાવવામા આવી છે. જેમાંથી ર૮૪ કે.વી. ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ બામણચાયડા સંપ ઉપર તથા અન્ય જગ્યાએ સોલાર પેનલ લાગવી ૭૯.૯ર કે.વી. તથા લાલા દરવાજા વોટર વર્કસમા સંપ ઉપર સોલાર પેનલ લગાવી ૬૪.૮ કે.વી.વિજ ઉત્પાદન કરવામા આવશે. સોલાર પેનલ કાર્યરત થશે ત્યારે ત્રણ વોટર વર્કસમા થઈ કુલ ૪ર૯ કે.વી.વિજ ઉત્પાદન થશે. શ્રી સોલેરીયમ ગ્રીન એનર્જી પ્રા.લી. અમદાવાદ ની એજન્સી દ્વારા સોલાર પેનલ લગાવવામા આવી રહી છે. વિસનગર પાલિકા હસ્તકના વોટર વર્કસમા સોલાર પેનલ લગાવવા જી.યુ.ડી.સી. દ્વારા રૂા.૩.ર૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામા આવી છે. વિસનગર પાલિકા સંચાલીત જી.ડી. હાઈસ્કુલમાં પણ સોલાર પેનલ લગાવવા વિચારણામા હોવાનુ પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ છે. સોલાર પેનલ લગાવ્યા બાદ કંપની દ્વારા પાંચ વર્ષ મેઈન્ટેનન્સ કરવામા આવશે. વોટર વર્કસમાં ચાલતા પંપ અને અન્ય મશીનરીના કારણે પાલિકામા વિજ બિલનુ મોટુ ભારણ છે. સોલાર પેનલ કાર્યરત થશે ત્યારે પાલિકાના ત્રણ વોટર વર્કસ વિજ વપરાશના ઉત્પાદનમા આત્મ નિર્ભર બનશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us