આપણે જેમના કારણે શ્રીરામનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છીએ તેવા ખેરાલુ વિધાનસભાના કાર સેવકોનુ પણ સન્માન કરવુ તે આપણી ફરજ
અયોધ્યા ખાતે શ્રીરામનુ ભવ્ય મંદિર બનાવવા ૧૯૯૦ અને ૧૯૯૧માં થયેલા આંદોલનમાં કારસેવા ગયેલા મહાનુભાવોનું સન્માન કરવુ તે જે તે ગામના આગેવાનો તેમજ ભાજપના વર્તમાન અને પુર્વ ધારાસભ્યોની જવાબદારી કહેવાય. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તેમજ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષની સરકાર હતી છતાં જીવના જોખમે “ચલો અયોધ્યા”ના નારાથી કાર સેવકો અયોધ્યા પહોચ્યા હતા. પ્રચાર સાપ્તાહિક પાસે ખેરાલુ વિધાનસભાના કાર સેવકોની યાદી છે. જે અમે અત્યારે પ્રસિધ્ધ કરી કાર સેવકોનું સન્માન કરીએ છીએ. હાલ અયોધ્યા શ્રીરામનુ ભવ્ય મંદિર બની રહ્યુ છે. તેનો શ્રેય વર્તમાન ભાજપ સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવો પડે. પરંતુ અયોધ્યામાં કાર સેવકોએ પોતાના જાનની આહુતી આપી તેમને પણ શત્ શત્ વંદન.
ખેરાલુ વિધાનસભામાંથી અયોધ્યા કારસેવા અર્થે ગયેલા મહાનુભાવોનું નામ જોઈએ તો (૧) ભરતભાઈ હેમરાજભાઈ ચૌધરી (સાગથળા), (૨) ભગુભાઈ નરસંગભાઈ ચૌધરી (વઘવાડી), (૩) રામજીભાઈ માનસંગભાઈ ચૌધરી (વઘવાડી) (૪) જયંતિભાઈ ગણપતલાલ શ્રીમાળી (વઘવાડી), (૫) ભરતભાઈ મેલાભાઈ સોલંકી (ખેરાલુ), (૬) દિપકભાઈ જયંતિલાલ ભાવસાર, (૭) ગોવિંદભાઈ આર.ચૌધરી (ગોરીસણા), (૮) સ્વ.ડા. બાલકૃષ્ણભાઈ અંબાલાલ વૈદ્ય (ખેરાલુ), (૯) સુરેશભાઈ ઈશ્વરલાલ લિમાણી (ખેરાલુ), (૧૦) પંકજભાઈ મનુભાઈ ભાવસાર (ખેરાલુ) (૧૧) ભરતભાઈ બાબુલાલ ભાવસાર (ખેરાલુ), (૧૨) મુકેશભાઈ મોંઘજીભાઈ દેસાઈ (ખેરાલુ), (૧૩) નિરૂભાઈ કાંતિલાલ પંડ્યા (વિઠોડા), (૧૪) જયંતિભાઈ દેવાભાઈ પ્રજાપતિ (વિઠોડા), (૧૫) રામસિંહભાઈ વિરજીભાઈ ચૌધરી (વિઠોડા), (૧૬) નટવરલાલ શંકરલાલ પંડ્યા (વિઠોડા), (૧૭) દશરથભાઈ કચરાભાઈ વ્યાસ (વરેઠા), (૧૮) દલપુજી રાજપુત (વરેઠા), (૧૯) ગોરધનભાઈ છગનભાઈ પટેલ (આનંદભાંખરી), (૨૦) અજીતસિંહ પ્રતાપસિંહ રાણા (મંદ્રોપુર), (૨૧) મુકેશભાઈ દશરથભાઈ બારોટ (ડભાડ), (૨૨) અભેરાજભાઈ મોતીભાઈ ચૌધરી (ડભાડ), (૨૩) ગોવિંદભાઈ નાથુભાઈ ચૌધરી (ડભાડ), (૨૪) પ્રહેલાદભાઈ રામજીભાઈ ચૌૈધરી (ડભાડ), (૨૫) પરથીભાઈ વાઘજીભાઈ ચૌધરી (ડભાડ), (૨૬) પ્રહેલાદભાઈ અભેરાજભાઈ ચૌધરી (ડભાડ), (૨૭) જીવાગીરી ગૌસ્વામી (ડાલીસણા), (૨૮) ચંદ્રકાન્ત મણીપુરી ગૌસ્વામી (ચાણસોલ), (૨૯) શનાજી ભીખાજી ઠાકોર (ચાણસોલ), (૩૦) તળશીભાઈ ગણેશભાઈ પ્રજાપતિ (ચાણસોલ), (૩૧) દશરથજી સરતાનજી ઠાકોર (ડભોડા), (૩૨) શાહરભાઈ ગોબરભાઈ દેસાઈ (ડભોડા), (૩૩) લક્ષ્મણજી શંકરજી ઠાકોર (ડભોડા), (૩૪) હરિકૃષ્ણ નારાયણભાઈ ભાવસાર (ડભોડા), (૩૫) ગોરધનભાઈ ઈશ્વરભાઈ લિમાણી (ખેરાલુ), (૩૬) કામરાજભાઈ નાથુભાઈ ચૌધરી (ડાલીસણા), (૩૭) ગોવિંદજી ભીખાજી ઠાકોર (ખેરાલુ), (૩૮) સેંધાજી ઠાકોર (ખેરાલુ), (૩૯) પરથીભાઈ બેચરભાઈ ભુતડીયા ચૌધરી (ડાવોલ), (૪૦), ગુલાબભાઈ મેઘાભાઈ ચૌધરી (ડાવોલ), (૪૧) ગલબાભાઈ પરમાભાઈ ચૌધરી (ડાવોલ), (૪૨) કેશરભાઈ નાથાભાઈ પાંચડીયા- ચૌધરી (ડાવોલ), (૪૩) સુભાષભાઈ ેમંગળભાઈ સોની (ડાવોલ-હાલ, વિસનગર), (૪૪) ખોડલભાઈ દેસાઈ (ડાવોલ), (૪૫) સોમપુરી મહારાજ (ડાવોલ- હાલ, બલોલ), (૪૬) નરસિંહભાઈ લવજીભાઈ ચૌધરી (ડભાડ), (૪૭) અભેરાજભાઈ મોઘાઈભાઈ ચૌધરી(ડભાડ) (૪૮) વિષ્ણુભાઈ બાબુલાલ ભાવસાર(ખેરાલુ), (૪૯) પશીબેન કાંતિલાલ પંડ્યા (વિઠોડા), (૫૦) કાન્તાબેન માનસંગભાઈ ચૌધરી (વિઠોડા), (૫૧) કિર્તીભાઈ વિરજીભાઈ ચૌધરી (વિઠોડા) આમ ૫૧ કાર સેવકો પૈકી કેટલાક રામશરણે પહોંચી ગયા છે. જેથી તેમના પરિવારના સભ્યોનું સન્માન થવુ જોઈએ તેમજ કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ યોજાય અથવા તેમના ઘરે જઈને આગેવાનો સન્માન કરે તે યોગ્ય કહેવાશે.