Select Page

ખેરાલુ ધારાસભ્ય મત વિસ્તારના પ્રશ્નોનો બજેટમાં સમાવેશ કરાવશે?

ખેરાલુ ધારાસભ્ય મત વિસ્તારના પ્રશ્નોનો બજેટમાં સમાવેશ કરાવશે?

ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ર૦રર ડીસેમ્બરમાં વિધાનસભા જીત્યા ત્યારે એવુ લાગતુ હતુ કે સરકારમાં યુધ્ધના ધોરણે દસકાઓ જુના પ્રશ્નો હલ કરી દેશે. તેમણે ચુંટાયા પછી તુરત જ એક જ મહિનામાં તા.ર૩-૧-ર૦ર૩ ના રોજ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ખેરાલુ વિધાન સભાના પ્રાણ પ્રશ્નો હલ કરવા માંગણી કરી હતી. લોકસભાની ચુંટણી આવતી હોવાથી એવુ લાગતુ હતુ કે યુધ્ધના ધોરણે તમામ પ્રશ્નો હલ થઈ જશે, ધારાસભ્યના ચુંટાયા પછી એક વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે. પરંતુ ખેરાલુ વિધાનસભાના પ્રશ્નો હલ થયા નથી અને હાલ જે રૂા.૩૧૭ કરોડની યોજના મંજૂર થઈ છે તે સાંસદ ભરતસિંહ ડાભી અને પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરની રજૂઆતથી ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નોથી મંજૂર થઈ છે. તો શુ આગામી ફેબ્રુઆરી ર૦ર૪ના બજેટમાં ખેરાલુ ધારાસભ્ય ખેરાલુ અને સતલાસણા તાલુકાના મહત્વના પ્રશ્નોનો ઉકેલ લાવી શકશે ખરા ?
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા વિધાનસભાની ચુંટણી જીત્યા પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ૧૩ મુદ્દા તેમજ મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ ૧ર મુદ્દા ઉપસ્થિત કરીને પ્રાણ પ્રશ્નો હલ કરવા માંગણી કરી હતી. જેમાંથી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે અગાઉ સુચવેલા કામો પુર્ણ થઈ ગયા છે. પરંતુ સરદારભાઈ ચૌધરીએ સુચવેલા કામો પૂર્ણ થયા નથી કયા કામો બાકી છે તે જોઈએ તો ખેરાલુ તાલુકા પંચાયત જર્જરીત થયેલ છે. તેને નવુ બનાવવા માટે કોઈ કાર્યાવાહી થતી નથી. ચિમનાબાઈ સરોવરને નર્મદા પાઈપ લાઈનથી ભરવા સિધી પાઈપ લાઈન નાંખવાની રજૂઆત પૂર્ણ થઈ નથી. ચિમનાબાઈ સરોવરનુ લેવલ રર ફુટ કાયમી રાખી સિંચાઈ માટે આપવાનો અમલ થઈ શક્યો નથી. સતલાસણાના હિંમતપુરા ગામની જમીન દૂધ સાગર ડેરીને અપાવવા માટે ફાઈલો કલીયર થતી નથી. ખેરાલુમા સાંસ્કૃતિક ભવન બનાવવા માટે સરકારે બે કરોડ રૂપિયા ફાળવ્યા નથી. ખેરાલુના સ્પોર્ટસ સંકુલ માટે જમીનની ફાઈલ કલીયર થતી નથી જેથી સ્પોર્ટસ સંકુલની દરખાસ્ત બનતી નથી. ખેરાલુના સીડ્‌સ ફાર્મ ને પૂર્વે ધારાસભ્ય અજમલજી ઠાકોરે દાંતિવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તક લેવડાવી વર્તમાન ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સરદાર કૃષિ નગર દાંતિવાડા યુનિવર્સિટીના સભ્ય છે. છતા સીડ્‌સ ફાર્મનો વિકાસ કરાવવા કાર્યવાહી કરાવી શકતા નથી. ખેરાલુ વિધાન સભામા રૂપેણ નદી ઉપર ચેકડેમો બન્યા છે. તે સિવાય અન્ય બનેલા ચેકડેમો રિપેર થતા નથી કે નવા ચેકડેમો બન્યા હોય તેવુ સાંભળવા મળતુ નથી. વડનગર – વલસાડ ટ્રેન વરેઠા સુધી લંબાવવા કાર્યવાહી થતી નથી. ચિમનાબાઈ સરોવરને પ્રવાસન ધામ બનાવવાની દરખાસ્ત સરકારમાંથી ટેન્ડરીંગ થતુ નથી. ખેરાલુ રેસ્ટ હાઉસને અદ્યતન બનાવવા માંગણી કરી છે. પરંતુ તેનો પ્રોજેક્ટ મંજૂર થતો નથી. ધરોઈ ખાતે નવુ રેસ્ટ હાઉસ બનાવવા પણ કાર્યવાહી થતી નથી. આવા તો અનેક પ્રશ્નો ખેરાલુ વિધાનસભાના અટકી ગયા છે શું ખેરાલુ સતલાસણા નેશનલ હાઈવેનુ કામ અટકી ગયુ છે. તેને ધારાસભ્ય શરુ કરાવશે ખરા ? ખેરાલુ સિવિલ છેલ્લા પાંચ વર્ષથી પાર્કિંગમાં ચાલે છે. તેનુ ધારાસભ્ય ટેન્ડરીંગ કરાવી શકશે ખરા ? ખેરાલુના વૃદાવન ચાર રસ્તાથી વે-વેઈટ સુધીનો રોડ પહોળો કરી રૂપેણ નદીનો બ્રિજ ધારાસભ્ય પહોળો કરાવી ઉત્તર ગુજરાતના બીજા ધારાસભ્યોની જેમ સરકારમાં પોતાનું વર્ચસ્વ બતાવશે ખરા?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts