Select Page

કોલર તરીકે રોજના રૂા ૨૫૦૦ ચુકવતા બાળકિશોર ઝડપાયો ગોઠવા ખેતરમાં ડબ્બા ટ્રેડીંગનુ LCBએ રેકેટ ઝડપ્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ડબ્બા ટ્રેડીંગના ગોરખધંધામા વિસનગરના કેટલાક લોકોને છેતરી રહ્યા છે. ત્યારે વિસનગર શહેર કે તાલુકા પોલીસ આવા તત્વોને જાણવા છતા કેમ અજાણ બને છેે તે બાબતે અનેક શંકાઓ ઉપજાવે છે. જ્યારે એલ.સી.બી. પોલીસ બાતમી આધારે રેડ કરી ડબ્બા ટ્રેડીંગના નામે છેતરતા લોકોને પકડી સ્થાનિક પોલીસની પોલ ખોલી રહી છે. એલ.સી.બી.એ ગોઠવા ખેતરમાં રેડ કરતા ડબ્બા ટ્રેડીંગ કરતા બાર ઈસમો નાસી ગયા હતા. જ્યારે એક બાળ કિશોર ઝડપાયો હતો. પોલીસે સ્થળ ઉપરથી રૂા.૫૦,૫૦૦/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફોન કરવા કોલર તરીકે રોજના રૂા.૨૫૦૦/- જેવુ મહેનતાણા આપતા આજનુ યુવાધન આ ગેરકાયદેસર ધંધામાં સપડાઈ રહ્યુ છે.
ડમી સ્માર્ટકાર્ડનો ઉપયોગ કરી ડમી એકાઉન્ટમાં પૈસા નખાવતા હતા
મહેસાણા એલ.સી.બી. પી.એસ.આઈ. એમ.ડી.ડાભી સહિતનો સ્ટાફ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ કરતા હતા. ત્યારે બાતમી મળી હતી કે, ગોઠવા વાઘાજીપરૂનો ઠાકોર રમેશજી અમરતજી, ઠાકોર સેધાજી ઉર્ફે પકો જેસંગજી તથા ઠાકોર નરેશજી પ્રવિણજી ત્રણે ગોઠવા ગામની સીમમા આવેલ ઠાકોર રમેશજી અમરતજીના ખેતરમાં બેસી બહારથી અન્ય વ્યક્તિઓને બોલાવી ડબ્બા ટ્રેડીગ ચલાવી રહ્યા છે. આ લોકો ડમી સીમકાર્ડવાળા મોબાઈલનો ઉપયોગ કરી રાજ્ય બહારના મોબાઈલ નંબર ધરાવતા લોકોને ફોન કરી શેર બજારમા રોકાણ કરવાની ટીપ્સ આપતા હતા અને ડમી એકાઉન્ટમા નાણા જમા કરાવી વિશ્વાસઘાત તેમજ છેતરીપીંડી કરતા હતા. પોલીસે રેડ કરતા એક બાળકિશોર ઝડપાયો હતો. અને અન્ય લોકો નાસી ગયા હતા. પોલીસ રેડમા નાસી ગયેલા ઠાકોર રમેશજી અમરતજી, ઠાકોર સેધાજી જેસંગજી, ઠાકોર સંજયજી, ઠાકોર ભુપતજી ગંભીરજી, ઠાકોર નરેશજી પ્રવિણજી, ઠાકોર વિજયજી કાનાજી, ઠાકોર પિયુષજી વિરભાણજી, ઠાકોર વિપુલજી દુશાજી, ઠાકોર બકાજી સાહીલજી, ઠાકોર જગદીશજી અનુપજી, ઠાકોર કિરણજી મહેશજી તથા ઠાકોર અશ્વિનજી ઉર્ફે ભાણો લાલાજી વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ ૪૨૦,૪૧૯,૧૨૦બી મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts