Select Page

એમજી બજાર, ગોરા રામજી ટ્રસ્ટ અને કોપર સીટી ગ્રૂપના સંયુક્ત પણે માયાબજારમાં આવેલ ગોરા રામજી મંદિરમાં ત્રણ શોભાયાત્રા-બે મહાઆરતી સાથે ભવ્યાતિભવ્ય રામ મહોત્સવ ઉજવ્યો

એમજી બજાર, ગોરા રામજી ટ્રસ્ટ અને કોપર સીટી ગ્રૂપના સંયુક્ત પણે માયાબજારમાં આવેલ ગોરા રામજી મંદિરમાં ત્રણ શોભાયાત્રા-બે મહાઆરતી સાથે ભવ્યાતિભવ્ય રામ મહોત્સવ ઉજવ્યો

વિસનગરમાં એમ જી બજારમાં માયા બજારના ચોકમાં ભગવાન શ્રી રામનું ૩૦૦ વર્ષથી પણ જુનુ ગોરા રામજી મંદિર આવેલું છે. જે વર્ષો પુરાણું અને ઐતિહાસિક મંદિર છે. આ મંદિરમાં દરરોજ રાત્રે એમજી બજારના વેપારી મિત્રો દ્વારા આરતી કરવામાં આવે છે. અને દરરોજ જુદા જુદા વેપારી મિત્રો આરતીમાં પ્રસાદ ચડાવે છે.
અવધપુરીમાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હતું, તે અનુસંધાને એમજી બજારના વેપારી મિત્રો ગોરા રામજી મંદિર ટ્રસ્ટી મંડળ અને કોપર સીટી ગ્રુપ દ્વારા સંયુક્ત પણે ભગવાન રામનો ભવ્ય મહોત્સવનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમમાં ગોવિંદ ચકલા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો તથા અંબિકા- આશિષ ગાયત્રી સોસાયટીના ભાઈઓ બહેનો તથા બજરંગ ચોકના વેપારી મિત્રો સહયોગી હતા.આ કાર્યક્રમમાં ૨૨ તારીખ ના રોજ સવારથી સાંજ સુધીમાં એકજ દિવસ માં ત્રણ શોભા યાત્રાઓ કાઢવામાં આવી હતી. અને બે વખત મહાઆરતીના આયોજન થયા હતા. અને બે વખતે મહાપ્રસાદ નું વિતરણ થયું હતું.જેમાં સવારે બજરંગ ચોકમાં નવ કલાકે મહા આરતી થઈ હતી અને પછી મહાપ્રસાદ વિતરણ થયું હતું અને પછી ત્યાં જ રામ ભજન અને રામ ધુન કરવામાં આવી હતી. ૧૦ઃ૦૦ કલાકે ગોવિંદ ચકલા સોસાયટી થી ત્રણ દરવાજા થઈને ગોરા રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી.ત્યાર પછી ૧૧ વાગે બજરંગ ચોકથી ગોરા રામજી મંદિર સુધી બીજી શોભા યાત્રા નીકળી હતી. જેમાં ભવ્ય ફટાકડાની મોટી આતશબાજી થઈ હતી. ત્યાર પછી ચાર કલાકે અંબિકા આશિષ સોસાયટી થી ગોરા રામજી મંદિર સુધી ત્રીજી શોભા યાત્રા ભવ્ય રીતે થઈ હતી. સવારે ૯ઃ૦૦ કલાકે બજરંગ ચોકમાં મહા આરતી થઈ હતી અને બપોરે ૧૨.૩૯ કલાકે ગોરા રામજી મંદિર માં મહા આરતીનું આયોજન થયું હતું. મહાપ્રસાદના દાતા તરીકે બજરંગ ચોકના વેપારી મિત્રો હતા અને બીજા મહાપ્રસાદ ના દાતાશ્રી તરીકે પટેલ જ્વેલર્સ લાલભાઈ, આર.કે જવેલર્સ રાજુભાઈ, અનિલભાઈ હેપ્પી અને ભાવેશભાઈ શ્રીજી બુલિયન હતા. રામજી મંદિરમાં મહિલા મંડળોને આમંત્રિત કરી ભગવાન રામના ભજનો અને ધૂન નો કાર્યક્રમ કર્યો હતો. આ રામ ભક્તોને નાસ્તાના દાતા તરીકે કલાનીકેતન કિર્તીભાઈ અને કિરીટભાઈ હતા. આ ઉપરાંત બુંદીની પ્રસાદ સવારથી સાંજ સુધી સતત વિતરણ કરવામાં આવી હતી. જેના દાતા તરીકે ભાવેશભાઈ શ્રીજી બુલિયન વાળા હતા. અત્રે નોંધનીય બાબત છે કે ગોવિંદ ચકલા ચાર રસ્તા થી લાવારીસ સુધીના રોડ વચ્ચે આરકે લોકર્સ અને શ્રીજી બુલિયન્સ પાસે આવેલ ચોક કે જેનું વર્ષોથી ગોવિંદ ચકલા પાટીદાર પરિવારો દ્વારા બજરંગ ચોક તરીકે આપેલું હતું. પરંતુ ગોવિંદ ચકલા ના પાટીદાર સમાજ ના લોકોનું રહેઠાણ અહીંથી નીકળીને સોસાયટીમાં રહેવા જવાના કારણે અને અહીંયા વેપારી મિત્રોએ દુકાનો બનાવવામાં આવી હતી, જેથી બજરંગ ચોક નામ ભુલાઈ ગયું હતું. જેને આ રોડ ઉપર આવેલા તમામ વેપારીઓએ ભેગા મળી ફરીથી બજરંગ ચોકની યાદ આપી અને બજરંગ ચોક નામ ને ફરી તાજુ કર્યું હતું. આ કાર્યક્રમમાં એમજી બજારના તમામ વેપારીઓએ પોતાની દુકાનો વેપાર માટે નહીં પણ, આ મહોત્સવમાં ભાગ લેવા માટે ખુલ્લી રાખી હતી અને દરેક દુકાને દુકાને રામ ભગવાનના ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા અને દરેક દુકાને દુકાને આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા હતા અને દરેક દુકાનના વેપારી મિત્રો અને નોકરી કરતા સ્ટાફ ગણ પણ આ વિવિધ શોભા યાત્રામાં જોડાયા હતા અને બન્ને મહાઆરતીનો લાભ લીધો હતો. આમ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એમજી બજારમાં ભવ્ય રીતે રામ મહોત્સવનું આયોજન થયું હતું.જેમાં તમામ વેપારી મિત્રો સહયોગી બન્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us