Select Page

રાજુભાઈ ઇદ્ભ દ્વારા વાળીનાથ ટ્રસ્ટ ને ૧,૧૧,૧૧૧/- દાનભેટ ની જાહેરાત સાથે કોપરસીટી મર્ચન્ટ એસો.દ્વારા મહંત જયરામગીરી બાપુના સાનિધ્યમાં માતૃ-પિતૃૃ પૂજન કરાયુ

કોપરસીટી મર્ચન્ટ એસોસિએશન વિસનગર ના પ્રમુખ કિર્તીભાઈ પટેલ કલાની કેતન અને કોપરસીટી ક્રેડિટ સોસાયટીના ચેરમેન રાજુભાઈ કે પટેલ ઇદ્ભ ને વાળીનાથ અખાડા , તરભ ના મહંત શ્રી પરમ પૂજ્ય જયરામગીરી મહારાજ દ્વારા વાળીનાથ અખાડામાં આમંત્રણ મળ્યું હતું. અને જેઓએ મહારાજ શ્રી ની તરભ માં મુલાકાત લીધી હતી. પૂજ્ય મહંતશ્રી દ્વારા કોપરસીટી વેપારી મિત્રોને વાળીનાથ મહાદેવ ના દિવ્ય દરબારમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપવા અને સહયોગી બનવા માટે ની ઈચ્છા વ્યક્ત કરી હતી.અને જે વિષયના અનુસંધાનમાં મહારાજ શ્રી પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ ના સાનિધ્યમાં આરકે પાર્ટી પ્લોટ વિસનગર સ્થળે ગુરુવારે સાજે ૬.૦૦ કલાકે એક આધ્યાત્મિક મહા સભા નું આયોજન થયું હતું. જેમાં સભાના મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ હતા અને અતિથિ વિશે તરીકે વિસનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલભાઈ રબારી હતા. આ કાર્યક્રમમાં વિસનગરના તમામ ૭૮ જેટલા વેપારી એસોસિએશનના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ આમંત્રીત હતા. લગભગ ૯૦૦ થી વધુ વેપારીઓની હાજરીમાં કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું. અને માલધારી સમાજ ના વિવિધ અગ્રણી ઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન રાજુભાઈ પટેલ ઇદ્ભ દ્વારા વાળીનાથ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં રૂપિયા ૧,૧૧,૧૧૧/૦૦ ના માતબર દાન ની જાહેરાત કરી હતી.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પરેશભાઈ પટેલ ગંજ બજાર એ કર્યું હતું. જ્યારે સંચાલન નિમેશભાઈ શાહે કર્યું હતું. રાજુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને મહંત શ્રી જય રામગીરીએ તમામ વેપારી મિત્રોને વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં થનારા કાર્યક્રમની વિગતે માહિતી આપી હતી.અને હાર્દિક આમંત્રણ આપ્યું હતું. આ વાળીનાથ મહાદેવ નો પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ કાર્યક્રમ તારીખ ૧૬ થી ૨૨ ફેબ્રુઆરી સુધી યોજાનાર છે. આ વાળીનાથ મહાદેવ નું શિવલિંગ ને ભારતના ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામ સુધી મહારાજ શ્રી દ્વારા લઈ જવામાં આવ્યું હતું અને દરેક જગ્યાએ પૂજા વિધિ કરી ને પછી વિસનગર ખાતે પરત લાવવામાં આવી છે અને પછી તરભ ખાતે પ્રસ્થાન થશે.
અને ૧૬ તારીખથી ૨૨ તારીખ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થનાર છે. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય અગ્રણીઓ અને ધાર્મિક અગ્રણીઓ દ્વારા ખૂબ જ સહકાર મળ્યો છે. અને આ મહા સભા માં હાર્દિક આમંત્રણ અને સહકાર માટે ઉપરાંત આધ્યાત્મિક પ્રવચન કર્યું હતું અને પછી દરેક વેપારી મિત્રો ને સુખી થવા માટે ના આશીર્વચન આપ્યા હતા. આ કાર્યક્રમ માં માતૃ અને પિતૃ ઋણ અદા કરવાનો નાનકડો કાર્યક્રમ પ્રમુખ કીર્તિભાઈ પટેલ દ્વારા થયો હતો.જેમાં ૯૦૦ વેપારી મિત્રો એ સામૂહિક થી પોત પોતાના માતા પિતા ને યાદ કર્યા હતાં.અને માતા પિતા ને જાણે અજાણે થયેલી ભૂલ ચૂક માટે દિલગીરી વ્યક્ત કરી હતી.અને કોઈ પણ માતા પિતા ના સન્માન થાય તે માટે સતત જાગૃત રહી તેમની સેવાનાં કાર્યક્રમ કરતા રહેવાના વિચારો અદા કર્યા હતા.આ ટૂંકા કાર્યક્રમ થી દરેક વેપારી મિત્રો ને ભાવ વિભોર અને લાગણી સભર બન્યા હતા.અને આ કાર્યક્રમ દરેક માટે હ્‌દય સ્પર્શી બન્યો હતો.આ કાર્યક્રમ માં ભોજન દાતા તરીકે રાજુભાઈ આર કે હતા.મહંત શ્રી જયરામ ગિરિ અને રાજુભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું.આભાર વિધિ કિર્તીભાઇ એ કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us