Select Page

ખેરાલુમાં અર્બુદા સેવા સમિતિની મિટીંગમાં લોકો ઉમટી પડયા

ખેરાલુ આટ્‌ર્સ એન્ડ કોમર્સ ખાતે અર્બુદા સેવા સમિતિની જંગી જાહેર સભા ૩૧-૩-ર૦ર૪ ના રોજ વિપુલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જુના ખેરાલુ તાલુકાના ખેરાલુ, વડનગર, અને સતલાસણા તાલુકાના ૬૦થી વધુ ગામોના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમા મિટીંગના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ માનસિંહભાઈ દેસાઈ (મોટા), વિસનગર આદર્શ વિદ્યા સંકુલના પ્રમુખ કે.કે. ચૌધરી, મુકેશભાઈ દેસાઈ, મોઘજીભાઈ પટેલ , ભગુભાઈ (વઘવાડી), લવજીભાઈ (સમોજા), દેવજીભાઈ (ગોરીસણા), હિરાભાઈ (ઓરડા), ડી.કે.ચૌધરી (મહીયલ), રામજીભાઈ(મન્દ્રોપુર) અર્બુદા સેનાના જીલ્લાના મંત્રી રાજુભાઈ (પામોલ), સામાજીક આગેવાન સાગરભાઈ સહીત ૬૦ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
અર્બુદા સેવા સમિતિનુ રજીસ્ટર્ડ ટ્રસ્ટ બની ગયુ છે. ગુજરાતના ૧૧ જિલ્લાના ૧રપ૩ ગામોમાં ચૌધરી સમાજ વસે છે. સેવા સમિતિમા યુવાનો, મહિલાઓ અને પુરુષોની સભ્ય નોંધણી ચાલુ છે. જે અનુસંધાને ૩૧-૩-ર૦ર૪ ના રોજ મિટીંગ યોજાઈ હતી. માનસિંહભાઈ દેસાઈ (મોટા) એ જણાવયુ હતુ કે વિપુલભાઈને તમે બધા સાહેબ કહો છો પણ હું તો વિપુલ જ કહીશ, સ્વ. માનસિંહભાઈ ચૌધરીએ ચૌધરી સમાજને આર્થિક રીતે મદદ કરવાનુ દૂધસાગરના માધ્યમથી કાર્યો કર્યા છે. દેસાઈ નાથુભાઈએ શિક્ષણથી સમાજ સેવાનુ કાર્ય કર્યુ છે. જેથી અમો બન્ને હાલ સમાજના કામમાં થાય તેટલી શૈક્ષણિક મદદ કરીએ છીએ. ખેરાલુમાં એક ઈગ્લિંશ મિડીયમ સ્કુલ અને એક દવાખાનુ ખોલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
સ્વ.શંકરજી ઠાકોર સમાજ કલ્યાણ મંત્રી હતા ત્યારે આંજણા -ચૌધરી સમાજનો ઓબીસીમાં સમાવેશ કરાવ્યો હતો.- વિપુલભાઈ ચૌધરી
વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે પત્રકારો પુછતા હોય છે શુ છે અર્બુદા સેના ? આંજણા-ચૌધરી સમાજને સંગઠીત કરવાનુ કામ અર્બુદા સેનાએ કર્યુ છે. શુ છે અર્બુદા સેવા સમિતિ ? સંગઠિત થયેલા આંજણા -ચૌધરી સમાજના છેવાડાના વ્યક્તિ સુધી લાભો પહોંચે તે જોવાની જવાબદારી સેવા સમિતિની છે. માનસિંહભાઈ (મોટા), ઈગ્લિંશ મિડીયમ સ્કુલ બનાવે છે. તેઓ આરોગ્યનુ કામ કરે છે. છેલ્લા સાડાત્રણ દાયકામાં શિક્ષણ અને આરોગ્યનુ સૌથી મોટું ખાનગીકરણ થયુ છે. સમાજના આગેવાનોએ આ ક્ષેત્રમાં વધુમાં વધુ કામ કરવુ જોઈએ. હાલ રૂપિયા હોય તો જીવો અને રૂપિયા હોય તો ભણો અને રૂપિયા ન હોય તો શુ ? ૩૦ વર્ષ પહેલા ગાંધીનગરમા આપણી સંસ્થા બની હતી ત્યારપછી એક પેઢી જતી રહી છે શુ કર્યુ આપણે ? સવાલાખ સભ્યો બનાવવાના છે. રાજ્યના પ૦ તાલુકા ૧૧ જીલ્લા અને ૧રપ૩ ગામમાં ચૌધરી સમાજ છે. સમાજના ૪૪ થી વધુ ગોળ છે. ડિડરોલના રામભાઈએ લાયન્સ હોસ્પિટલ મહેસાણા અને ગણપત વિદ્યાનગરમા દાન આપ્યુ છે. તેમણે એક પ્રવચનમાં કહ્યુ કે જવાનીમાં અમેરીકા આવ્યા હતા. અમેરીકાની સંસ્થામાં ૧ મીલીયન એટલે કે ૮ કરોડનુ દાન કર્યુ છે. પરંતુ જ્યારે અમેરીકા જતા હતા ત્યારે પૈસાની તંગી હતી ત્યારે ખેરાલુના સ્વ. નાથુભાઈ સવજીભાઈ દેસાઈએેે રૂા. પ૦૦૦/- ૩૦ વર્ષ પહેલા આપ્યા હતા. ખેરાલુમાં ઈગ્લીંશ મીડીયમ સ્કુલ બનાવતા હોઈએ ત્યારે અમેરીકાના રામભાઈ આપણી સંસ્થામાં દાન આપે તેવો પત્ર લખો હું પણ દાન માટે અપીલ કરીશ તેવુ વિપુલભાઈ ચૌધરીએ ટકોર કરી હતી.
અર્બુદા સેવા સમિતિની ગમે ત્યાં સંગઠનની મિટીંગ થાય મેળાવડા થાય કે જે પણ કાર્યક્રમ યોજાય તેમા એક રૂપિયાનો ખર્ચ અર્બુદા સેવા સમિતિમા પડવાનો નથી. ભારતીય જનતા પાર્ટી સિવાય વિપુલ ચૌધરી ને કોઈએ કાંઈ આપ્યુ હોય તો કહો. ભારતીય જનતા પાર્ટીએ આંજણા- ચૌધરી સમાજને જે કોઈ પણ સાથ સહકાર જોયતો હોય કે ગાંધીનગર કે દિલ્હીમાં જમીન જોઈતી હોય તો સહકાર આપવા જણાવ્યુ છે. આ વાતની લાલચમાં વિપુલભાઈ કામ કરવાનો છે. મારે મારા સમાજના છેવાડાના વ્યક્તિનુ ભલુ કરવુ હોય તો તે જવાબદારી અને ફરજ છે. જેની સહીયારી રીતે જવાબદારી ઉપાડવાની છે. સ્વ.શંકરજી ઠાકોર સમાજ કલ્યાણ મંત્રી હોય તો જ આંજણા- ચૌધરી સમાજનો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ થયો છે. વિના સહકાર નહી ઉધ્ધાર જે કોઈ સહકાર આપતો હોય તેને સહકાર આપવો જ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us