Select Page

વિ.એચ.પીના વિસનગર જીલ્લા અધ્યક્ષે જાહેરમાં બોલેલુ કથન પાળી બતાવ્યુ કમાણામાં વાલ્મીકીથી બ્રાહ્મણ સાથે બેસી યજ્ઞ કર્યો

વિ.એચ.પીના વિસનગર જીલ્લા અધ્યક્ષે જાહેરમાં બોલેલુ કથન પાળી બતાવ્યુ કમાણામાં વાલ્મીકીથી બ્રાહ્મણ સાથે બેસી યજ્ઞ કર્યો

અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીમાં વિસનગરમા સ્વામી નારાયણ ગુરુકુળમાં અક્ષત કળશ યાત્રાના કાર્યક્રમમા વિશ્વ હિન્દુ પરિષદના વિસનગર જીલ્લા અધ્યક્ષે સામાજીક એક્તા અને સદ્‌ભાવનાનો સંદેશો આપ્યો હતો. જે કથન જીલ્લા અધ્યક્ષે પાળી બતાવ્યુ છે.જીલ્લા અધ્યક્ષના વતન કમાણામા અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ દિને યજ્ઞ આયોજન કરાયુ હતુ. જેમા વાલ્મીકીથી બ્રાહ્મણ સમાજ સુધીની ૧પ જ્ઞાતિજનો એક સાથે બેસી યજ્ઞ કરી શ્રીરામના મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમાજને સામાજીક સદ્‌ભાવનાનો સંદેશો આપ્યો છે.
સ્વામીનારાયણ ગુરુકુળમાં અક્ષત કળશ યાત્રાના કાર્યક્રમમા વિ.એચ.પી.ના વિસનગર જીલ્લા અધ્યક્ષ કમાણાના મહેન્દ્રભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત રામભક્તોને સામાજીક એક્તાનો સંદેશો આવતા જણાવ્યુ હતુ કે વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામે માતા શબરીના ચાખેલા બોર ખાધા હતા. અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ વાલ્મીકી સમાજના ભક્તે કર્યો હતો. ભગવાન શ્રી રામે તેમના જીવનમાં નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર તમામ સમાજના લોકોને સમદ્રષ્ટીથી જોતા હતા. અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નાત જાતના ભેદભાવ ભુલી હવે દરેક ગામમા એક મંદિર, એક કુવો અને એક સ્મશાનનો ઉપયોગ કરી સામાજીક સમરસતા એક્તા તેમજ સદ્‌ભાવના બતાવવાની છે.
વિ.એચ.પી.ના જીલ્લા અધ્યક્ષે બોલેલુ કથન પાળી બતાવ્યુ છે અને તેમના ગામ કમાણામાથી સમગ્ર સમાજને સમાજ એકતાનો સંદેશો આપ્યો છે. અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ દિને કમાણા ગામમા રામજી મંદિર આગળ યજ્ઞ કરવામા આવ્યો હતો. જેમા ગામના વાલ્મીકી સમાજથી માડીને બ્રાહ્મણ સમાજ સુધીની ૧પ જ્ઞાતિના ધર્મજનો એકજ મંડપ નીચે એક સાથે બેસી યજ્ઞ કર્યો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ દિને આખા ગામમા શોભાયાત્રા નીકળી હતી. જેમા પણ તમામ સમાજના લોકો જોડાયા હતા. કારસેવામા ભાગ લેનાર રામભક્તોને પણ યજ્ઞનો લાભ આપ્યો હતો. કેબીનેટ મંત્રી શ્રી ઋષિભાઈ પટેલ યજ્ઞમાં હાજરી આપીને કાર સેવકોને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. વિ.એચ.પી.ના જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ તાલુકા પંચાયતના સભ્ય મિતેશભાઈ પટેલ, વારાહી મિત્ર મંડળ કમાણાના કાર્યકરો તથા ગ્રામજનોના સહકારથી સામાજીક સમરસતાનો આ કાર્યક્રમ યોજાયો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us