Select Page

વિસનગરમાં ફેજ-ટુ ગટરલાઈન માટે રૂા.૮૭ કરોડની સૈધ્ધાંતિક મંજુરી

વિસનગરમાં ફેજ-ટુ ગટરલાઈન માટે રૂા.૮૭ કરોડની સૈધ્ધાંતિક મંજુરી

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના સહકારથી અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે- પ્રમુખ ઉત્તમભાઈ પટેલ

  • અગાઉની રૂા.૨૫ કરોડની ભુગર્ભ ગટર યોજના ઉપર પાણી ફરી વળ્યુ તેવુ કામ ન થાય તેની તકેદારી જરૂરી

વિસનગરમાં એવી ઘણી સોસાયટીઓ છે કે જ્યાં લાઈનના અભાવે ગટરો ઉભરાય છે. શહેરનો ચારે કોર વિકાસ વધતા ગટર લાઈનનો વ્યાપ વધારવો પણ અટલોજ જરૂરી હતો. જેની પાલિકા દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ભુગર્ભ ગટર યોજના ફેજ-ટુ માટે રૂા.૮૭.૦૮ કરોડની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા સૈધ્ધાતિક મંજુરી આપવામાં આવી છે. પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમ ફળવાતા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ છે કે, કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નો અને સહકાર ન હોય તો વિસનગર માટે આટલી મોટી રકમની ગ્રાન્ટ ફાળવણી શક્ય નથી. કેબિનેટમંત્રીશ્રીના સહકારથી અભુતપુર્વ વિકાસ કામ થઈ રહ્યાછે. ફેજ-ટુની આ યોજનાથી બહારના વિસ્તારની ગટર સમસ્યાનો કાયમી નિકાલ થશે.
વિસનગર પાલિકામાં વર્ષ ૨૦૧૦મા ભરતભાઈ ચીમનલાલ પટેલની જ્યારે પ્રમુખ પદની મુદ્દત પુર્ણ થઈ ત્યારે રૂા.૨૫ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજના જી.યુ.ડી.સી.દ્વારા મંજુર કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૧-૧૨મા ગટર લાઈનના કામ શરૂ થયુ હતુ. ભાગ-૧મા ગટર લાઈનનુ કામ લેવલ વગરનુ અને હલકી ગુણવત્તાનુ થતા પાલિકાનુ કોઈ બોર્ડ આ ગટર યોજના હેન્ડ ઓવર કરવા માગતુ ન હોતુ. ત્યારે ભાજપના આ વર્તમાન બોર્ડમા ભુગર્ભ ગટર યોજના હસ્તગત કરી હતી. ફેજ-૧માં મોટા ભાગની ગટર લાઈનો દબાઈ ગઈ છે. જે વિસ્તારમા ગટર લાઈન નાખી ત્યા પાણીનો નિકાલ થતો નથી. કોન્ટ્રાક્ટરે બનાવેલ કુંડીઓ ચોકઅપ થઈ ગઈ છે. જ્યાં લાઈનો નાખવામાં આવી છે ત્યા લેવલ નથી આવા અનેક કારણોને લઈ ભાગ-૧ની આ આખી યોજના નિષ્ફળ ગઈ છે. તેમ છતા ભાજપના વર્તમાન બોર્ડેજ આ યોજના હેન્ડ ઓવર કરતા કોન્ટ્રાક્ટરની મોટી રકમની ડીપોઝીટ મુક્ત થઈ. તેનો ખોટો લાભ પણ લેવામા આવ્યો.
ફેજ-ટુમા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર થઈ છે ત્યારે આ સુખદ સમયે દુઃખદ સમય એટલા માટે યાદ કરવો પડે છે કે, ફરીથી અગાઉની જેમ પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી પાલિકા તંત્રની છે. મોટી રકમ મંજુર થવાથી ખુશ થવાની સાથે પાછળ ધ્યાન રાખવામા નહી આવે તો મત આપનાર મતદારો સાથે વિશ્વાસઘાત સમાન ગણાશે. શહેરનો વિકાસ વધતા નવી ગટર યોજના માટે વિસનગર પાલિકા દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા ભુગર્ભ ગટર યોજના ભાગ-૧ના કામો થયા બાદ વિકાસ પામેલ વિસ્તારો તથા ભાગ-૧મા બાકી રહેલ વિસ્તારોના કામ આવરી લેવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભુગર્ભ ગટર યોજના ભાગ-૨ના કામોનુ આયોજન કરવામાં આવેલ. જે અન્વયે ભુગર્ભ ગટર યોજના ભાગ-૨ની રજુ થયેલ દરખાસ્ત સૈધ્ધાતિક મંજુરી સારૂ સરકારમા રજુ કરવામાં આવી હતી. જે અન્વયે વિસનગરમાં ભુગર્ભ ગટર યોજના ભાગ-૨માટે રૂા.૮૭૦૮.૦૮ લાખની સૈધ્ધાતિક મંજુરી આપવામાં આવી છે.
પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે આટલી માતબર રકમની વિસનગરમા પ્રથમ વખત ગ્રાન્ટ ફળવાતા જણાવ્યુ છે કે, આપણા મત વિસ્તારના વિકાસ માટે સતત ચીંતીત જાગૃત અને પ્રયત્નશીલ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના કારણે ભુગર્ભ ગટર ભાગ-૨મા રૂા.૮૭ કરોડની ગ્રાન્ટ ફળવાઈ છે. ભાગ-૨મા જ્યા અગાઉ નાખવામા આવેલી લાઈનો ફેલ છે ત્યા બદલીને નવી લાઈન નાખવામા આવશે. બે પંપીગ સ્ટેશન નવા બનશે. શહેરનો જે વિસ્તાર નવો ડેવલપ થયો છે ત્યા લાઈનો નાખવામાં આવશે. રૂા.૮૭ કરોડની સૈધ્ધાંતિક મંજુરી પત્ર પાલિકાની મળી ગયો છે. હવે તાત્રીક અને વહીવટી મંજુરી શહેરી વિકાસ કમિશ્નર દ્વારા અપાશે ત્યારે ટેન્ડરીંગ થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts