Select Page

હવે તો વડાપ્રધાન મોદીએ પણ ટકોર કરી રીલ્સ જોવાના બદલે અભ્યાસક્રમમાં ધ્યાન આપો

હવે તો વડાપ્રધાન મોદીએ પણ ટકોર કરી રીલ્સ જોવાના બદલે અભ્યાસક્રમમાં ધ્યાન આપો

કોરોનામાં ઓનલાઈન અભ્યાસક્રમમાં છુટ મળતા હવે બાળકો મોબાઈલ એડિક્શન

તંત્રી સ્થાનેથી…

આપણી ભારતીય સંસ્કૃતિમાં માનવ જીવનની દરેક ઉંમર અને દરેક બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. બાલ્ય અવસ્થા બાદ બાળક સમજણુ થાય ત્યારે આપણી પારંપારીક રમતો એવી છેકે જેમાં બાળકોનો શારિરીક વિકાસની સાથે માનસિક વિકાસ પણ એટલોજ થાય છે. પરંતુ જ્યારથી મોબાઈલનો ઉપયોગ વધ્યો છે ત્યારથી બાળકોની આદતો બદલાઈ ગઈ છે. ભણવામાં હોશિયાર અને રમત ગમતમાં ચપળ બાળકનુ મોબાઈલે હિર ચુસી લીધુ છે. મોબાઈલના કારણે બાળક રમવા ઘરની બહાર નિકળતો નથી. સમયસર ખાવાનુ ખાતો નથી. મોબાઈલના કારણે હાથવગુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી બાળક શિક્ષણ તો શુ પણ પરિવારથી પણ અળગો થતો જાય છે. બાળક હવે મોબાઈલ વગર રહી શકતો નથી. મોબાઈલ મુકવાનુ કહેવામાં આવે તો ગુસ્સે ભરાય છે. બાળકને હવે તો મોબાઈલની એટલી બધી આદત પડી ગઈ છેકે, મોબાઈલ છોડવા વધારે પડતુ દબાણ કરવામાં આવે કે ઠપકો આપવામાં આવે તો આત્મહત્યાનુ પગલુ ભરવામાં પણ ખચકાતો નથી. શાળામાં મોઘી ફી અને પુસ્તકો સાથે હવે તો માતા પિતાને બાળકો માટે મોઘા મોબાઈલનો ખર્ચ પણ ભારણ રૂપ બની ગયો છે. બાળકો પણ દેખા દેખીમાં નવી ટેકનોલોજીના મોબાઈલ ખરીદવા આગ્રહ રાખતા હોય છે. એક સંશોધન મુજબ બાળકને મોબાઈલ વ્યસની બનાવવા માટે કોઈ જવાબદાર હોય તો તે છે બાળકના માતા પિતા. બાળક નાનુ હોય અને ઘરકામની વ્યસ્તતામાં સાચવવુ પડે નહી તે માટે બાળકના હાથમાં મોબાઈલ આપી એક બાજુ બેસાડી દેવામાં આવે છે. બાળક જમતુ ન હોય તો તેની આગળ મોબાઈલ મુકીને ખવડાવવામાં આવે છે. બાળકની પ્રવૃત્તિઓનુ રીલ બનાવી સોશિયલ મીડિયામાં મુકવામાં આવે છે. કોઈ પ્રસંગમાં ગયા હોય ત્યારે બાળક રડતુ હોય કે હેરાન કરતુ હોય તો મોબાઈલ હાથમાં પકડાવી દેવામાં આવે છે. બાળકની હેરાનગતી રોકવા મોબાઈલ પકડાવી દેતા માતા પિતાને એ ખબર નથી પડતી કે આ કટેવ આગળ જતા બાળકને કેટલી નડતરરૂપ બનવાની છે. પોતાના કરતા નાની ઉંમરે સારી રીતે મોબાઈલ ઓપરેટ કરતા બાળકને જોઈને કેટલાક મા-બાપ ગૌરવ લેતા પણ ખચકાતા નથી. મોબાઈલના વળગણથી અભ્યાસક્રમ બગડતો હોવાથી કેટલીક શાળા કોલેજોએ મોબાઈલ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ બંધી ફરમાવી છે. પરંતુ તેનો કડક અમલ કરતા શાળા કોલેજોના સંચાલકો પણ થાકી ગયા છે. વર્ષ ૨૦૨૦ ની શરૂઆત સુધીમાં મોબાઈલ વળગણ કોલેજીયનો સુધીજ હતુ. પરંતુ મોબાઈલ વળગણના મૂળ કોરોના કાળમાં વધુ ઉંડા ઉતર્યા. ઓનલાઈન અભ્યાસક્રમના કારણે કેટલાક માતા પિતા ગંભીર અસરો જાણવા છતા બાળકના હાથમાં મોબાઈલ આપવો પડ્યો. ઓનલાઈન અભ્યાસ માટે સાથે ઈન્ટરનેટની પણ સવલત મળી. શિક્ષણ માટે ના છૂટકે મોબાઈલ આપવો પડ્યો હતો. કોરોના કાળના ઓનલાઈન અભ્યાસક્રમમાં સત્તાવાર મોબાઈલનો ઉપયોગ કરવાની છૂટ મળ્યા પછી આ મોબાઈલ સાથેનુ વળગણ એટલુ બધુ વધી ગયુ છેકે હવે બાળકો મોબાઈલ છોડવા માટે તૈયાર નથી. ઓફલાઈન શિક્ષણ ચાલુ થયા બાદ આજ અઢી વર્ષ ઉપરાંત્તનો સમય થવા છતા વિદ્યાર્થીઓ મોબાઈલ છોડી નહી શકવાના કારણે અભ્યાસમાં એકાગ્રતા ગુમાવી છે. કોરોના કાળમાં વિદ્યાર્થીની કારકીર્દી માટે આપેલો મોબાઈલ હવે આફત બની ગઈ છે. બોર્ડની એક્ઝામ સમયે પહેલા એવી પરિસ્થિતિ હતી કે અભ્યાસમાં પરોવાઈ રાત દિવસ વાંચનમાં મહેનત કરતો વિદ્યાર્થી ઘરમાં ચાલુ ટીવી પણ જોતો નહોતો. બાળકની કારકીર્દી માટે શિક્ષણને ગંભીરતાથી લેતા કેટલાક માતા પિતા બોર્ડ એક્ઝામ સમયે ઘરમાં ટીવી પણ ચાલુ કરતા નહોતા. તેની જગ્યાએ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મોટાભાગના વિદ્યાર્થી મોબાઈલ જાણે જીંદગી અને જીવનનો ભાગ બની ગયો હોય તેમ મોબાઈલ સાથે રાખ્યા વગર વાંચવા બેસતા નથી. જેના કારણે વારંવાર આવતા મેસેજ અને વારંવાર મોબાઈલ જોવાથી વિદ્યાર્થીની એકાગ્રત રહેતી નથી. મોબાઈલ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અભિષાપ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યારે કોરોનાકાળ બાદ વિદ્યાર્થીઓમાં મોબાઈલનુ વધેલુ દુષણ જોઈ ટકોર કરી હતી કે રીલ્સ જોવામાં સમય બરબાદ ન કરો અને અભ્યાસમાં પૂરતુ ધ્યાન આપો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us