આરોગ્યમંત્રીનુ આરોગ્ય સેવાનુ ૨૦ હજાર કરોડનુ બજેટ સર્વાનુમતે મંજુર
ગુજરાતની ૬.૫ કરોડની જનતા સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો મક્કમ નિર્ધાર રાખનાર
રાજકીય નેતા શિક્ષિત અને અભ્યાસુ હોય તો તેમના વિચાર તથા વલણમા પોઝીટીવ અભિગમ જોવા મળે છે. કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલે નાત જાત કે પક્ષા પક્ષીના ભેદભાવ વગર સમગ્ર ગુજરાતમા આરોગ્યક્ષેત્રે વિકાસ કર્યો છે. ગુજરાતની ૬.૫ કરોડની જનતા સુધી સરકારની આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો મક્કમ નિર્ધાર રાખનાર આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભામા બજેટસત્રમાં આરોગ્ય વિભાગની જેટલી પણ માગણીઓ કરાઈ હતી તે સર્વાનુમત્તે મંજુર કરવામાં આવી હતી.
તિરસ્કારની રાજનિતિમા કેટલુ સહન કરવુ પડે છે અને તેના કારણે મતક્ષેત્રની જનતા કેટલી હેરાન થતી હોય છે. તે વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે જેટલુ સહન કર્યુ છે તેટલુ ગુજરાતના કોઈ ધારાસભ્યએ અનુભવ્યુ નહી હોય. સરકારમા ગુજરાતની જનતાને લગતી આરોગ્ય સેવા કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે વિસનગર સિવિલ હોસ્પિટલના વિકાસમાં પોતે જે સહન કર્યુ છે તેવુ અન્ય ધારાસભ્યો સાથે ન થાય તેવુ ભેદભાવ વગરનુ વલણ દાખવતા આરોગ્યમંત્રીની કાર્યશૈલીથી ગુજરાતના તમામ વિસ્તારમા સરકારી આરોગ્ય ક્ષેત્રે વિકાસ થયો છે અને ગુજરાતની જનતાને તેનો લાભ મળી રહ્યો છે. પ્રજાભિમુખ બની કામ કરતા હોય તેવા સંવેદના ધરાવતા આરોગ્યમંત્રીની માગણીઓ પરત્વે કોનો વિરોધ હોય!
વિધાનસભા ગૃહમા બજેટસત્રમા આરોગ્ય વિભાગની માગણીઓ રજુ કરવામાં આવતા સર્વાનુમત્તે મંજુર કરવામા આવી હતી. આરોગ્ય વિભાગના અંદાજપત્રની માગણીઓની ચર્ચામા આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, હેલ્થ ફોર ઓલની નેમ સાથે રૂા.૨૦ હજાર કરોડની જોગવાઈ કરવામા આવી છે. ગુજરાતમા પ્રસૃતિ દરમ્યાન બાળ મૃત્યુ અને માતા મૃત્યુ દર ઘટાડવા અતિ જોખમી સગર્ભા માતાઓને સરકારી હોસ્પિટલમા પ્રસૃતિ પહેલા દાખલ અને પ્રસૃતિ બાદ સાત દિવસના રોકાણ માટે રૂા.૧૫ હજાર અને આશા વર્કરને લાભાર્થી દીઠ રૂા.૩૦૦૦ પ્રોત્સાહક રકમ આપવા માટે રૂા. ૫૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના બજેટની ચર્ચામા આરોગ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, રાજ્યના ૬.૫ કરોડ લોકોના સ્વાસ્થ્યની રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય તંત્ર દ્વારા દરકાર કરાઈ છે. ગુજરાતની જનતાને આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે અમારા ઈરાદામા ક્યારેય કચાશ રહી નથી અને રહેશે પણ નહી. સરકારી હોસ્પિટલમા કેન્સરમા પ્રોટોન થેરાપી માટે ૬૦૦ કરોડની જોગવાઈ કરાવવા સાથે સરકારી હોસ્પિટલોમા પ્રોટોન થેરાપીની સારવાર ઉપલબ્ધ કરાવનારૂ ગુજરાત સમગ્ર દેશમા પ્રથમ રાજ્ય રહેશે. ખોરાક અને ઔષધતના નમૂનાઓના પૃથ્થકરણને વધુ સઘન બનાવવા માટે રૂા.૨૬ કરોડના ખર્ચે સુરતમા નવી પ્રયોગશાળા બનાવવામા આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલી ૨૫૩૧ હોસ્પિટલોમા રૂા.૧૦ લાખ સુધીની કેશલેશ સારવાર માટે રૂા.૩૧૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ચર્ચામા આરોગ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, જીલ્લા અને પેટા જીલ્લાની હોસ્પિટલોમા રાજ્યના ઉત્તર ઝોનમાં ૮, મધ્ય ઝોનમા ૬, દક્ષિણ ઝોનમાં ૪, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૬ અને કચ્છ ઝોનમાં એક એમ કુલ ૩૫ ટ્રોમા સેન્ટરની સુવિધાઓને સુદ્રઢ કરવા માટે રૂા.૨૨.૫૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારના દાહોદ, અરવલ્લી, તાપી, નવસારી, ડાંગ અને સુરતમા નવા વેક્સીન સેન્ટર બનાવવામા આવશે. ગુજરાતના તમામ વિસ્તાર અને તમામ જનતાને આવરી લેતી આરોગ્યલક્ષી સેવાઓની આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની તમામ માગણીઓ સર્વાનુમત્તે પસાર કરવામાં આવી હતી.