Select Page

વિસનગર કેસરીયો ગઢ ૧૩ માંથી ૭ વખત ભાજપની જીત

વિસનગર કેસરીયો ગઢ ૧૩ માંથી ૭ વખત ભાજપની જીત

ઋષિભાઈ પટેલે શ્રાપિત સીટની બદનામીમાંથી મુક્તી અપાવી

બે ટર્મ ભોળાભાઈ પટેલ, બે ટર્મ પ્રહેલાદભાઈ ગોસા અને ત્રણ ટર્મ ઋષિભાઈ પટેલ ધારાસભ્ય બન્યા

વિસનગર વિધાનસભા સીટનો ઈતિહાસ જોતા આ સીટ ઉપરના મતદારોનો ભાજપ તરફે જોક રહેલો છે. ૧૯૬૨ થી ૨૦૧૭ સુધીમાં વિધાનસભાની ૧૩ ચુંટણીમાં ૭ વખત ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને ફક્ત બે વખતજ સફળતા મળી છે. બે ટર્મ બાદ વિસનગર સીટ શ્રાપિત માનવામાં આવતી હતી. ત્યારે દ્વેષભાવવાળા વિસનગરના રાજકારણની પરિભાષા બદલી નાખતા આ સીટને ઋષિભાઈ પટેલે શ્રાપિત સીટની બદનામીમાંથી મુક્તી અપાવી હતી. આ સીટ ઉપર કોંગ્રેસને ૮ વખત હારનો સામનો કરવો પડ્યો છે. ત્રિપાંખીયા જંગમાં આ વખતે પણ ભાજપ તરફે જોક જોવા મળે છે. ત્યારે ભાજપ ૮ મી વખત જીતે છેકે નહી તે પરિણામ બતાવશે.
વિધાનસભાની ચુંટણીમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેજ જંગ જોવા મળતો હતો. પરંતુ આ ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ જંપલાવતા દરેક સીટ ઉપર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. વિધાનસભાની વિસનગર સીટનો ઈતિહાસ જોઈએ તો વર્ષ ૧૯૬૨ થી ૨૦૧૭ સુધીની ૧૩ વિધાનસભાની ચુંટણીમાં મતદારોનો જોક ભાજપ તરફી જોવા મળ્યો છે. ૨૭ વર્ષથી કોંગ્રેસ કે અન્ય પક્ષના ઉમેદવારે ગુલાલ ઉછાળ્યુ નથી. આ સીટ ઉપર રમણીકભાઈ મણીયાર અને જગન્નાથ વ્યાસ ઈતર સમાજના બે જ આગેવાન જીતી શક્યા છે. વર્ષ ૧૯૯૫ થી કિરીટભાઈ પટેલે ભાજપનુ ખાતુ ખોલાવ્યુ તેમ મોટે ભાગે કહેવાય છે. પરંતુ ૧૯૮૦ મા ગંગારામભાઈ ભાઈચંદદાસ પટેલ ભાજપમાંથી જીત્યા હતા. વિસનગર સીટ ઉપર કોંગ્રેસ બે વખત, સંસ્થા કોંગ્રેસ એક વખત, અપક્ષ બે વખત, જનતાદળ એક વખત તથા ભાજપ સાત વખત ચુંટણી જીત્યુ છે.
વિસનગર સીટમાં ભોળાભાઈ પટેલ તથા પ્રહેલાદભાઈ ગોસા સતત બે ટર્મ ધારાસભ્ય પદે રહી શક્યા હતા. ત્રીજી ટર્મમાં ચુંટણી લડતા હાર્યા હતા. ત્યારથી સતત બે ટર્મ ધારાસભ્ય રહેનાર ત્રીજી વખત ચુંટાઈ શકે નહી તેવી શ્રાપિત વિસનગર સીટ ગણવામાં આવતી હતી. જોકે એ વખતે પ્રતિસ્પર્ધિને પાડી દેવા છેલ્લી કક્ષાનુ રાજકારણ રમાતુ હતુ. રાજકીય ઝઘડામાં સંસ્થાને નુકશાન થતુ હોય તો તે પણ જોવામાં આવતુ નહોતુ. ત્યારે વર્ષ ૨૦૦૭ માં ઋષિભાઈ પટેલ ધારાસભ્ય બન્યા બાદ સંસ્થાઓને તોડવાના ગંદા રાજકારણનો અંત આવ્યો. ભેદભાવ વગર ફક્તને ફક્ત વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યુ. રાજકારણ પાછળ પોષવામાં આવતી ગુંડાગીરી અને લુખ્ખાગીરીને તિલાંજલી આપવામાં આવી. નકારાત્મકને ત્યજી હકારાત્મક રાજકારણ અપનાવતા ઋષિભાઈ પટેલ અનામત આંદોલનની કટોકટીમાં સતત ત્રીજી વખત ચુંટાયા અને વિસનગર સીટને ત્રીજી વખતના શ્રાપમાંથી મુક્તી અપાવી.
ભોળાભાઈ પટેલ મંત્રી હતા ત્યારે ૧૯૯૫ માં કિરીટભાઈ પટેલે ભાજપમાંથી ઉમેદવારી કરી વિજય પતાકા લહેરાવી હતી. જોકે એ સમયે ભોળાભાઈ પટેલ એન્ટી ઈન્કમ્બન્સીનો ભોગ બન્યા હતા. ૨૦૨૨ ની ચુંટણીમાં કિરીટભાઈ પટેલ એક મંત્રી ભોળાભાઈ પટેલને હરાવ્યા હતા અને બીજા મંત્રી ઋષિભાઈ પટેલને હરાવીશ તેવા ચુંટણી પ્રચારમાં ભાષણ કરે છે. પરંતુ ૧૫ વર્ષના શાસનમાં અનેક વિકાસના કામો તથા વ્યક્તિગત કામો કરી ઋષિભાઈ પટેલ લોકોના મનમાં વસી ગયા છે. ત્યારે કિરીટભાઈ પટેલ ઋષિભાઈ પટેલની સામે સફળતા મેળવે છેકે નહી તે સમય બતાવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts