Select Page

શ્રી રામી-માળી જ્ઞાતિ સમૂહલગ્ન સમાજ,મહેસાણા દ્વારા વડનગરમાં શ્રી રામી-માળી જ્ઞાતિ સમાજનો ૨૨ મો સમૂહલગ્નોત્સવ યોજાયો

માળી જ્ઞાતિ સમૂહલગ્ન સમાજ,મહેસાણા દ્વારા રવિવારે તા.૧૮-૨-૨૦૨૪ના રોજ શ્રી રામી-માળી જ્ઞાતિ સમાજનો વડનગરના સહયોગથી ૨૨ મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ. તેમાં નવદંપતિઓએ બહોળી સંખ્યામાં સમાજની ઉપસ્થિતિમાં
પ્રભુતામા પગલા માડ્યાં હતા. જેમને આશિવર્ચન અને શુભેચ્છાઓ માટે સમાજના વડીલો,ભાઈ-બહેનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ૨૨મા સમૂહલગ્નમાં પાંચ નવદંપતિઓના માંગલિક પ્રસંગો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે ગણેશ સ્થાપન,ગ્રહશાંતિિ અને હસ્તમેળાપ સહિતના પ્રસંગો પૂર્ણ થયા હતા. જેમાં તમામ સગા-સંબંધીઓના આગમનને લઈને માનવ મહેરામણ હિલોળે ચડ્યાનો નજારો જોવા મળ્યો હતો. સમૂહલગ્નોત્સવ સમિતિના પ્રમુખ ભરતભાઈ બી.રામી, કનુભાઈ એસ.રામી, કમલેશભાઈ કે.રામી,મહેશભાઈ કે.રામી, જીજ્ઞેશભાઈ બી.રામી વિગેરેએ મુખ્ય જવાબદારી નિભાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહોત્સવમાં સંપૂર્ણ ભોજન દાતાનો લાભ જગદીશભાઈ નાથાલાલ રામી તથા શ્રીમતી હીરાબેન જગદીશભાઈ રામી સહ પરિવાર (વડનગર), સન્માનકર્તાના દાતાનો હરેશકુમાર હીરાભાઈ માળી, સોનલબેન હરેશકુમાર માળી (કઠોર,તા.કાંકરેજ), સમારંભના મુખ્ય મહેમાનનો અશોકભાઈ હરીભાઈ ડોડીયા (ભાવનગર), અનિલભાઈ રામી (દેલવાડા), કૌશિકભાઈ ડી.જરીવાલા(વડોદરા), મુકેશકુમાર વિ.રામી (મહેસાણા), ગં.સ્વ.ભગવતીબેન ડી.રામી (ચાણસ્મા) દ્વારા લેવામાં આવ્યો હતો. અનેક દાતાઓએ ભેટસોગાદોની સરવાણી વહાવી હતી. મહોત્સવને સફળ બનાવવા પ્રમુખ, મંત્રી સહીત તમામ હોદ્દેદારશ્રીઓ તથા સમસ્ત કારોબારી સભ્યશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તમામ દાતાઓ અને મહેમાનોનું સ્વાગત સન્માન કરાયું હતું. આ સમૂહલગ્નોત્સવને સમાજના તમામ યુવા કાર્યકરો અને આગેવાનોએ ખભેખભા મિલાવીને સફળ બનાવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts