Select Page

૨૦૧૯ માં વડાપ્રધાન મોદી તથા ભરતસિંહ ડાભીની ઈમેજને કારણે પાટણ લોકસભા ૧,૯૩,૯૨૫ મતે વિજય જ્યારે ૨૦૨૨ વિધાનસભાના રિઝલ્ટ પ્રમાણે પાટણ લોકસભામાં ભાજપને માત્ર ૪૪૧ મતની લીડ

પાટણ લોકસભામાં સાત વિધાનસભા સીટો આવે છે. ગત ર૦૧૯ લોકસભામાં ભરતસિંહ ડાભીને ખેરાલુ વિધાનસભામાંથી સૌથી વધુ પ૮૯૪પ મતની લીડ મળી હતી. ત્યારબાદ ર૦રર વિધાનસભાની ચુંટણીમાં ભાજપના મતોનુ મોટા પ્રમાણમાં ધ્રુવીકરણ થયુ હતુ. જેના કારણે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને માત્ર ૩૯૬૪ મતની લીડ મળી હતી. એટલે એવુ કહી શકાય કે પ૪૯૮૧ મતનુ ધ્રુવીકરણ થયુ હતુ. લોકસભાને વિધાનસભા સાથે સરખાવીએ તો સાત વિધાનસભામાં કોગ્રેસ પક્ષે ચાણસ્મા,

પાટણ, વડગામ અને કાંકરેજ વિધાનસભા જીતી છે. જયારે ભાજપને ફાળે રાધનપુર, સિધ્ધપુર, અને ખેરાલુ વિધાનસભા આવી હતી. જેથી લોકસભાની ચુંટણીમા કોગ્રેસનુ પડલુ ભારે લાગે છે. કોંગ્રેસે ચાર વિધાનસભામાં મેળવેલી લીડ જોઈએ તો ચાણસ્મા ૧૪૦૪ મત, પાટણ, ૧૭૧૭૭ મત, વડગામ ૪૯ર૮ મત તથા કાંકરેજ પર૯પ મત એમ કુલ ચાર વિધાનસભામા કોંગ્રેસને કુલ ર૮૮૦૪ મતની લીડ મળી છે. તેની સામે ભાજપને રાધનપુર-૨૨૪૬૭ મત, સિધ્ધપુર ર૮૧૪ મત તથા ખેરાલુ ૩૯૬૪ એમ કુલ ત્રણ વિધાનસભામા ભાજપને કુલ ર૯ર૪પ મતની લીડ મળી છે. સાત વિધાનસભામા ભાજપને પાટણ લોકસભામાં માત્ર ૪૪૧ મતની લીડ મળી છે. ર૦૧૯ પાટણ લોકસભામા ભરતસિંહ ડાભીને ૧,૯૩,૯રપ મતની લીડ મળી હતી. ભરતસિંહ ડાભીને પાટણ લોકસભામા ભાજપે કેમ રીપીટ કર્યા ?


ભરતસિંહ ડાભી એ જે રીતે પાટણ લોકસભામાં ભવ્ય જીત મેળવી તે પહેલા ર૦૧૭ની વિધાનસભામાં પણ ર૦રરની વિધાનસભા જેવી જ પરિસ્થિતિ હતી જેથી જગદીશ ઠાકોર જેવા દિગ્ગજ નેતા એવુ સમજ્યા કે સરળતાથી પાટણ લોકસભા જીતાઈ જશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને ભરતસિંહ ડાભીની ચાણક્ય નિતિથી ર૦૧૯ પાટણ લોકસભામાં જંગી લીડથી જીત મળી હતી. ગત લોકસભાની ચુંટણીમા કોંગ્રેસને સાત વિધાનસભામાંથી માત્ર વડગામ વિધાન સભામા માત્ર રપ૧૬ મતની લીડ મળી હતી. બાકીની ખેરાલુ, સિધ્ધપુર, પાટણ, રાધનપુર, ચાણસ્મા, કાંકરેજ વિધાનસભામા ભાજપને લીડ મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર વડગામમાં લીડ મળી હતી. ર૦૧૯ પાટણ લોકસભામાં કોંગ્રેસને ૪,૩૯,૪૪૩ મત મળ્યા હતા જયારે ભાજપને ૬,૩૩,૩૬૮ મત મળતા ૧,૯૩,૯રપ મતની લીડ મળી હતી.


ભાજપ પક્ષના મોવડીઓ કોઈપણ કાળે કોંગ્રેસની રણનિતિને સફળ થવા દેવા માંગતા નથી. ભરતસિંહ ડાભીની લોકપ્રિયતા ચૌધરી સમાજમાં વિશેષ છે. કારણ કે અર્બુદા સેનાની ખેરાલુ ખાતેની મિટીંગમા ભરતસિંહ ડાભીએ વક્તવ્ય આપ્યુ હતુ. જેમા વિપુલ ચૌધરીને ફરીથી ગૃહમંત્રી થવાના આશિર્વાદ આપ્યા હતા. ગત ર૦રરમાં સરદારભાઈ ચૌધરી ઉમેદવાર હોવા છતા ચૌધરી સમાજના ૯૦ થી ૯પ ટકા વોટ કોંગ્રેસમાં ગયા હતા. આ વખતની પાટણ લોકસભાની ચુંટણીમાં ચૌધરી સમાજના સવા લાખ ઉપરાંતના મતમાંથી ૭૦થી ૮૦ ટકા મત ભરતસિંહ ડાભીની તરફેણમાં પડશે તે નશ્ચિત વાત છે. ભાજપનુ ગણીત સમજવુ હોય તો હવે દલિત સમાજ પણ સરકારી લાભો મેળવી ભાજપના તરફેણમાં છે. પાટણ લોકસભામાં ક્ષત્રિય ઠાકોર સમાજના ૪.પ લાખ ઉપરાંત વોટ છે. ભરતસિંહ ડાભી ભાજપમાંથી સાંસદ હોવા છતા રાજ્ય સરકાર સામે ઓ.બી.સી.ના પ્રશ્નો ઉઠાવ્યા છે. જેથી ઓ.બી.સી.સમાજ ભરતસિંહ ડાભીની તરફેણમા રહ્યો છે. ભરતસિંહ ડાભીની બિન ભ્રષ્ટાચાર તરીકેની છાપના કારણે ફરીથી પાટણ લોકસભામાં ભાજપે ટીકીટ આપી છે.


ર૦રર વિધાનસભામા તેમના ભાઈ રામસિંહ અપક્ષ ચુંટણી લડયા ત્યારે તેમણે એડવાન્સમા પ્રદેશ અધ્યક્ષ તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહને જાણ કરી હતી કે મારો ભાઈ અપક્ષ ચુંટણી લડી રહ્યો છે.હું તેને મદદ કરવાનો નથી જેથી રામસિંહ ઠાકોર હારી ગયા હતા. જો ભરતસિંહ ડાભીએ રામસિંહને મદદ કરી હોતતો ભાજપનો ઉમેદવાર સરદારભાઈ ચૌધરી હારી ગયા હોત અને કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ જીતી ગયા હોત. પક્ષે આ બધી વાતો ઉપર ધ્યાન આપી ભરતસિંહ ડાભીને રીપીટ કર્યા છે. ખેરાલુ વિધાનસભામા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીથી ભાજપના મોટા ભાગના નેતાઓ નારાજ છે. ભરતસિંહ ડાભીને લોકસભામા રિપીટ કરતા હવે ડબલ જોમ જુસ્સાથી ભરતસિંહને જીતાડવામા લાગી જશે તે નિશ્વિત વાત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us