Select Page

વિસનગર તળ કડવા પાટીદાર સમાજના યુવાનોનુ સાહસ મિત્ર મંડળો માટે માર્ગદર્શક નાઈન માર્ટનો ૨૦,૦૦૦ સ્કવૅર ફૂટમાં ત્રીજી બ્રાન્ચનો શુભારંભ

વિસનગર તળ કડવા પાટીદાર સમાજના યુવાનોનુ સાહસ મિત્ર મંડળો માટે માર્ગદર્શક નાઈન માર્ટનો ૨૦,૦૦૦ સ્કવૅર ફૂટમાં ત્રીજી બ્રાન્ચનો શુભારંભ

વિસનગરમાં કડા ત્રણ રસ્તા પાસે નાઈન માર્ટની ત્રીજી શાખાનો ભવ્ય શુભારંભ એ આજની યુવા પેઢીના મિત્ર મંડળો માટે માર્ગદર્શક છે. મિત્ર મંડળની તાકાતને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો શુ કરી શકાતુ નથી તે વિસનગર તળ કડવા પાટીદાર સમાજના યુવાનોએ સાબીત કરી બતાવ્યુ છે. ભાગીદારોમાં એકબીજા ઉપર સંપુર્ણ વિશ્વાસ અને મજબુત ટીમવર્કના કારણે નાઈન માર્ટના ભાગીદારોએ શહેરમાજ ત્રીજી શાખા ખોલતા વિસનગર શહેર અને તાલુકાના તેમજ આસપાસના તાલુકાના ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી ખરીદી કરી શુભારંભ પ્રસંગેની સ્કીમનો લાભ લીધો હતો.
સસ્તુ એટલે હલકી ગુણવત્તાનુ નહી પરંતુ ઉચ્ચ ગુણવત્તાની વસ્તુઓ વેચવાની નીતિમત્તાથી ગ્રાહકોમાં એક અભૂતપૂર્વ વિશ્વાસ સંપાદન કર્યા
મોટા શહેરમાં કોર્પોરેટ કક્ષાના મોલની સમકક્ષ વિસનગરના નાઈન માર્ટ ગ્રાહકોમાં અદમ્ય વિશ્વાસ સંપાદન કર્યો છે. સસ્તુ એટલે હલકી ગુણવત્તાનુ નહી પરંતુ ઉચ્ચ ગુણવત્તાની વસ્તુઓ વેચવાની નીતિથી નાઈન માર્ટમાં બારેમાસ ગ્રાહકોનો ઘસારો રહે છે. ધંધાની પ્રમાણિક નીતિથી હવે તો શહેરની બહાર ઉત્તર ગુજરાતમાં સુપ્રસિધ્ધ થયેલ નાઈન માર્ટની ત્રીજી શાખાનુ શુભ ઉદ્‌ઘાટન તા.૧૪-૪-૨૦૨૪ ને રવિવારના રોજ થયુ. કડા ત્રણ રસ્તા પાસે અલાયદી જગ્યામાં વિશાળ કોમ્પલેક્ષમાં થયેલ શુભારંભ પ્રસંગે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન તેમજ વિસનગર તળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, તરભ વાળીનાથ ધામના મહંત પૂજ્ય જયરામગીરી બાપુ, કડા દરવાજા રામાપીર મંદિરના મહંત શંકરનાથજી, અન્ય સાધુ સંતો, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા, તળ કડવા પાટીદાર સમાજના આગેવાનો, શહેરના અગ્રગણ્ય આગેવાનો, વેપારીઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નાઈન માર્ટના ભાગીદારો પટેલ ચંદ્રેશભાઈ ગોવિંદભાઈ, પટેલ નિતેન્દ્રભાઈ વિરેન્દ્રભાઈ, પટેલ રસીકભાઈ ડાહ્યાભાઈ, પટેલ સુનિલભાઈ શાંતિલાલ, પટેલ કલ્પેશકુમાર ગોવિંદભાઈ, પટેલ ચંદ્રકાન્તભાઈ નરોત્તમદાસ, પટેલ જીગ્નેશભાઈ ફકીરચંદ, પટેલ કનુભાઈ નારાયણદાસ, પટેલ મહેશકુમાર જયંતિભાઈ, પટેલ જીતુભાઈ જયંતિભાઈ તથા પ્રહેલાદભાઈ રામાભાઈને શુભેચ્છા પાઠવી હતી.
સાધુ સંતોના આશીર્વાદ સાથે કેબીનેટ મંત્રીશ્રીના હસ્તે નાઈન માર્ટની ત્રીજી શાખાને ગ્રાહકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. શુભારંભ દિન નિમિત્તે ૧+૧ ફ્રી, ગીફ્ટ જેવી અનેક ઓફરોનો લાભ લેવા ગ્રાહકોનો એટલો ઘસારો થયો હતો કે થોડા થોડા સમયે એન્ટ્રી બંધ કરવાની ફરજ પડી હતી. વન ડે ઓપનીંગ ઓફરમાં ઘણી વસ્તુઓ ઉપર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ હોવાથી ગૃહિણીઓએ ગૃહ વપરાશની વસ્તુઓની મન મુકીને ખરીદી કરી હતી. ખરીદી બાદ બીલીંગ માટે અડધો કલાકની રાહ જોવી પડે તેટલી મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટ્યા હતા. હેન્ડલૂમ અને રેડીમેડ કપડા શો-રૂમની અવનવી વેરાઈટી ખુબજ સસ્તાદરે હોવાથી તેનો પણ ગ્રાહકોએ ફાયદો ઉઠાવ્યો હતો. શુભારંભ દિને ક્રિમ શરબત, પટેલની ચા, તલોદના ગોટા અને સત્યમના ગુલાબજાંબુનો આમંત્રીતો તથા ગ્રાહકોએ રસાસ્વાદ માણ્યો હતો. બાળકો માટે ફ્રી પ્લેઈંગ ઝોનમાં મુકવામાં આવેલ હિચકા, લપસણી, સેલ્ફી પોઈંટની પણ મજા માણી હતી.
નાઈન માર્ટના ભાગીદારોની વાત કરીએ તો વિસનગર તળ કડવા પાટીદાર સમાજનુ આ એક મિત્ર મંડળ છે. જેમણે વર્ષ ૨૦૧૬ માં મહેસાણા ચાર રસ્તા પાસે પ્રથમ નાઈન માર્ટનો શુભારંભ કર્યો હતો. સસ્તુ અને સારૂ આપવાની પ્રમાણિકતાના કારણે ગ્રાહકોનો ઘસારો વધતા તેમજ કાંસા એન.એ.વિસ્તારના ગ્રાહકો પણ ખરીદી કરવા આવતા હોઈ કાંસા ચાર રસ્તા પાસે કાંસા રોડ ઉપર વર્ષ ૨૦૨૦ માં નાઈન માર્ટની બીજી બ્રાન્ચનો શુભારંભ કર્યો. કડા ત્રણ રસ્તાનો પણ વિકાસ થયો છે અને કડા રોડ ઉપર હેરીટેજ ટાઉનશીપ જેવી મોટી રહેણાંક સ્કીમ સાથે અન્ય રહેણાંક સ્કીમોનુ નિર્માણાધિન હોઈ કડા ત્રણ રસ્તા પાસે ૨૦,૦૦૦ સ્કવૅર ફૂટમા નાઈન માર્ટની ત્રીજી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્રીજી શાખામાં વિશાળ પાર્કિંગ એરીયા સાથે વેરહાઉસની પણ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. શુભારંભ પ્રસંગે નાઈન માર્ટની સુંદર વ્યવસ્થા જોવા મળી હતી. ઓપનીંગના દિવસે રાત્રે ૧૨-૦૦ કલાક સુધી ગ્રાહકોનો ઘસારો રહ્યો હતો. શુભારંભ દિને મુલાકાત લેનાર તથા સહકાર આપનાર આમંત્રીતો તેમજ ગ્રાહકોનો નાઈન માર્ટની ટીમે આભાર વ્યક્ત કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us