Select Page

વિસનગરના ભામાશા રાજુભાઈ આર.કે જેલર્સના મુખ્ય નેતૃત્વ માર્ગદર્શનમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત વૈષ્ણોદેવી કટરામાં ભાગવત સપ્તાહનુ ભવ્ય આયોજન થયુ

વિસનગરના ભામાશા રાજુભાઈ આર.કે જેલર્સના મુખ્ય નેતૃત્વ માર્ગદર્શનમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત વૈષ્ણોદેવી કટરામાં ભાગવત સપ્તાહનુ ભવ્ય આયોજન થયુ

વિસનગર શહેરના અને આજુબાજુ વિસ્તારના કુલ ૨૭૦ જેટલા ભાઈઓ તથા બહેનોને હિમાલયની ગોદમાં જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી કટરા ખાતે લઈ જઈ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. આ કથા પ્રવાસ ૧૧ દિવસનો હતો. જેમાં મુખ્ય કથાકાર શ્રી દેવમોરારી બાપુ હતા.આ સમગ્ર ભાગવત કથા અને પ્રવાસનું આયોજન રાજુભાઈ આર.કે જ્વેલર્સ વાળાના નેતૃત્વ નીચે થયું હતું. અને તેમનો મિત્રમંડળ ટીમ ખડે પગે સેવા આપી હતી.આ કાર્યક્રમમાં વિસનગર થી કટરા સુધી આવવા જવા માટે રેલ્વે મુસાફરી કરાઈ હતી. રેલ્વેમાં આવતા જતા યાત્રાળુઓ માટે મુખ્ય ભોજન દાતા તરીકે પંકજભાઈ ગાડાલાલ પટેલ હતા. ફક્ત વિસનગર થી નહિ, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી જમ્મુ કાશ્મીરમાં દેવી ભાગવત કથા યોજાઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે અને જેનો યાત્રાળુઓએ ભરપુર લાભ લીધો હતો. ૨૭૦ થી વધુ લોકોએ હિમાલયની ગોદમાં દેવી ભાગવત કથાનું સ્મરણ કરી સાંભળી હતી. આ કથામાં મુખ્ય યજમાન તરીકે પટેલ પંકજભાઈ ગાડાલાલ હતા અને મુખ્ય દાતા તરીકે પરેશભાઈ અમરતલાલ પટેલ હતા. આ ઉપરાંત બીજા ઘણા બધા નાના-મોટા દાતાઓ પણ હતા. કથાનો લાભ લેવા માટે નજીવી રકમ ની સભ્ય ફી હતી. અને ખૂટતી રકમ માટે રાજુભાઈ આર.કે ખુલ્લી ઓફર કરી હતી. પરંતુ તેમના સિવાય પણ ઘણા બધા નાના મોટા દાતાઓએ દાન અર્પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પટની ટોપ, શિવખોડી, નથ્થા ટોપ અને વૈષ્ણોદેવી માતાજી દર્શનનો પ્રવાસનો પણ ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. જેમાં બરફનો પણ આનંદ માણ્યો હતો. આ ઉપરાંત દેવી ભાગવત કથા દરમિયાન નવદુર્ગા દેવી આગમન, કૃષ્ણ જન્મોત્સવ, શિવ પાર્વતી આગમન અને શોભાયાત્રા વગેરે વેશભૂષા સાથે કાર્યક્રમ થયો હતો. જેમાં યાત્રીઓ એ જ વેશભૂષામાં ભાગ લીધો હતો અને જશુભાઈ કાંસા એ જેનું સંચાલન કર્યું હતું.અને બલી રાજા નું પાત્ર પણ ભજવ્યું હતું.જે એક યાદગાર ક્ષણ બની ગઈ હતી. યાત્રા સાથેના સપ્તાહ કાર્યક્રમમાં ૧૧ દિવસ દરમિયાન ભોજનનું આયોજન વિસનગરના મિત્ર મંડળ દ્વારા કરાયુ હતું. અને સ્વયં થયું હતું, વિસનગરથી જ સીધું સામાન અને રસોઈયા સાથે ટ્રક લઈ જવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારનુ ગુજરાતી શુદ્ધ ભોજન આપવામાં આવ્યું હતું.જે પણ એક નોંધનીય બાબત છે. છેલ્લા દિવસે સમગ્ર કટરા માં શોભાયાત્રા નિકળી હતી. અને રાસ ગરબા સાથે આનંદથી ઉજવણી કરી હતી. અભૂતપૂર્વ શોભાયાત્રામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં સેવા તરીકે જોડાયેલા સ્વયંસેવકો જેમાં રાજુભાઈ આર.કે, જશુભાઈ પટેલ ઇલેક્ટ્રીક, જશુભાઈ પૂર્વ કોર્પોરેટર, કમલેશભાઈ કે પટેલ, કનૈયાલાલ જલપરી, જીતેન્દ્રભાઈ જેડી, ધર્મેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ ટનાટન, ગીરીશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ નવદુર્ગા, અશ્વિનભાઈ નટરાજ વિગેરેએ સુંદર સેવા આપી હતી. આ કાર્યક્રમની સફળતા માટે બહેનોએ પણ સરાહનીય કામગીરી કરી હતી. આ સ્વયંસેવક ટીમ છેલ્લા પાંચ મહિનાથી સતત મહેનત કરતી હતી અને વિસનગરથી ૧૩૦૦ કિલોમીટર દૂર યાત્રાધામમાં માઈ ભક્તો એવા યાત્રીઓને સુંદર સેવા પૂરી પાડી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us