Select Page

વિવિધ સંસ્થાઓના આગેવાનો, સરપંચો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા વિસનગરમાં CAA-NRCના સમર્થનમાં જંગી રેલી નીકળી

વિવિધ સંસ્થાઓના આગેવાનો, સરપંચો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા વિસનગરમાં CAA-NRCના સમર્થનમાં જંગી રેલી નીકળી

વિવિધ સંસ્થાઓના આગેવાનો, સરપંચો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા
વિસનગરમાં CAA-NRCના સમર્થનમાં જંગી રેલી નીકળી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
CAAઅને NRCએ કોઈની નાગરિકતા છીનવવા માટે નહી પરંતુ રાષ્ટ્રહિત માટેનો કાયદો હોવાથી તેના સમર્થનમાં વિસનગરમાં જંગી રેલી યોજાઈ હતી. વિસનગર વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રેલીમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો, સરપંચો, તાલુકાના ગ્રામજનો, ભાજપના કાર્યકરો, વેપારીઓ, નગરજનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. શરમની બાબત છેકે રાષ્ટ્રહિતની જ્યા વાત હોય ત્યાં અહમ અને રાગદ્વેષને સ્થાન હોવુ જોઈએ નહી ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના હાથ મજબુત કરવા માટેની સમર્થન રેલીમાં પણ ભાજપના જુથવાદના કારણે કેટલાક આગેવાનોએ આ સમર્થન રેલીમાં જોડાવાનુ ટાળ્યુ હતુ.
સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ(CAA) અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનશીપ (NRC) બીલ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થતાની સાથેજ ખાસ કરીને મુસ્લીમ સમાજને ગુમરાહ કરવામાં આવ્યો છેકે, આ કાયદાથી તેમનું અસ્તીત્વ રહેશે નહી. વિરોધપક્ષના આગેવાનોમાંથી કેટલાક રાજ્યોમાં તોફાનો થયા હતા. જોકે મોટાભાગનો શિક્ષિત મુસ્લીમ સમાજ સાચી હકીકત જાણતો હોવાથી વિરોધપક્ષની કોમી શાંતી ડહોળવાની મેલી મુરાદ બર આવી નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના રાષ્ટ્રહિતના પ્રયત્નોથી CAA અને NRC સંસદમાંથી પસાર થતા આ કાયદાના સમર્થનમાં દેશમાં ઠેર ઠેર જંગી રેલીઓ યોજાઈ હતી. વિસનગરમાં વિસનગર વેપારી મહામંડળ અને વિસનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે તા.૨૪-૧૨-૨૦૧૯ ને મંગળવારે સવારે ૧૦-૧૫ કલાકે ત્રણ દરવાજા ટાવર, બજરંગ ચોકથી જંગી રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ પટેલ(એકાઉન્ટન્ટ) અને હોદ્દેદારો, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ અને હોદ્દેદારો, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તથા કોર્પોરેટરો, રાજુભાઈ પટેલ આર.કે., જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, વિસનગર કોપરસીટી મરચન્ટ એસોસીએશનના હોદ્દેદારો, જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચો તથા ગામડાના નાગરિકો, ખેડૂતો, વિસનગર શહેરના રાષ્ટ્રહિતમાં માનનારા નાગરિકો, મહિલાઓ, કોલેજના યુવાનો વિગેરે મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. બેનરો અને ભાજપની ધજાઓ રેલીમાં છવાઈ ગઈ હતી. દેશભક્તીના ગીતો સાથેની આ રેલી ત્રણ દરવાજા ટાવરથી, રેલ્વે સર્કલ, જી.ડી.રોડ, ગંજબજાર ફાટક થઈ તાલુકા સેવાસદને પહોચી હતી. જ્યાં ધારાસભ્ય સહિતના રેલીના પ્રતિનિધિ મંડળે CAA અને NRC ના સમર્થનમાં પ્રાન્ત ઓફીસર કે.પી.પાટીદારને આવેદન પત્ર આપ્યુ હતુ. આ સમયે ડી.વાય. એસ.પી. એમ.બી.વ્યાસ, મામલતદાર બી.જી.પરમારે પણ પ્રાન્ત ઓફીસમાં હાજરી આપી હતી. સમર્થન પત્ર આપ્યા બાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે રેલી સંબોધી હતી.
વિસનગર વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સના વિવાદમાં તેની સામે વિસનગર કોપરસીટી મરચન્ટ એસોસીએશન ઉભુ થયુ છે. ત્યારે હરિફ સંસ્થાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમીતભાઈ શાહના હાથ મજબૂત કરવા સમર્થન રેલીનુ આયોજન કર્યુ હોવા છતાં રાગદ્વેષ ભુલી ફક્ત રાષ્ટ્રહિતને લક્ષમાં રાખી કોપરસીટી મરચન્ટ એસોસીએશનના હોદ્દેદારો આ રેલીમાં જોડાયા હતા. ત્યારે વિસનગર ભાજપના જુથવાદના કારણે ભાજપના કેટલાક આગેવાનોએ આ રેલીમાં જોડાવાનુ ટાળ્યુ હતુ. જે શરમજનક બાબત હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us