Select Page

હોળીના અગ્નિમાં કંઈ રાશિના લોકોએ શું અર્પણ કરવાથી લાભ થશે?

ફાગણ સુદ – ૧૪ ને તા.૨૪-૦૩-૨૦૨૪ રવિવાર – હોળી
હોલિકા દહન – સાંજે ૭-૦૦ થી ૯-૫૫ સુધી
ફાગણ સુદ – ૧૫ ને તા.૨૫-૦૩-૨૦૨૪ સોમવાર – ધુળેટી

ફાગણ સુદ પૂર્ણિમાને હુતાશણીના નામે પણ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળી એક રીતે ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક રીતે ત્રિવેણી સંગમ છે. હોળીનું ધાર્મિક મહત્વ તો સૌ કોઈ જાણે છે. અન્ય તહેવારોની જેમ હોળી પણ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હોળી મહત્વની એ રીતે છે કે હોળી પ્રગટાવ્યા પછી તેની ઝાળ જોઈને હવે પછી ઋતુ કે હવામાન કેવાં રહેશે તેનું અનુમાન મેળવાય છે. જેને વરતારો કહે છે. હોળીમાં ધાણી, નારિયેળ, કપૂર સહિતની વિવિધ વસ્તુઓ પધરાવવામાં આવે છે, તે વાતાવરણમાંના વિષાણુઓનો નાશ કરે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો હોળી વિવિધ રંગોમાં રંગાઈને સામાજિક સમરસતાનું મહત્વ દર્શાવે છે. તે પરસ્પરની શત્રુતા ભૂલીને ભાઈચારાની ભાવના સિદ્ધ કરે છે. બાળકો પિચકારી અને રંગોથી એકબીજાને રંગીને આનંદ મેળવે છે.

  • બાર રાશિની વ્યક્તિ માટે હોલિકાદહન સમયે કરવામાં આવતા વિવિધ ઉપાયો

મેષ રાશિ :- હોલિકાદહનના સમયે હોળીના અગ્નિમાં આખું નારિયેળ અર્પણ કરવાથી મનોકામના સિદ્ધ થાય છે તેમજ હોલિકા માતાની ૭ પ્રદક્ષિણા કરતાં ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ આ મંત્રનો જાપ કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા જોવા મળી શકે. • વૃષભ રાશિ :- હોલિકાદહનના સમયે હોળીના અગ્નિમાં સાત લાડવા અર્પણ કરવાથી જીવનમાં વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ જોવા મળી શકે તેમજ હોલિકા માતાની પ્રદક્ષિણા કરતાં કરતાં ‘ૐ શ્રીકૃષ્ણાય નમઃ’ આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળી શકે. • મિથુન રાશિ :- હોળીના અગ્નિમાં ખજૂર અર્પણ કરવાથી જીવનમાં સ્વાસ્થ્ય બાબતે લાભ જોવા મળી શકે તેમજ હોલિકા માતાની પ્રદક્ષિણા કરતાં ‘ૐ શ્રી ગોવિંદાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળી શકે. • કર્ક રાશિ :- હોળીના અગ્નિમાં ખારેક અર્પણ કરવાથી માનસિક શાંતિ જોવા મળી શકે તેમજ હોળીની પ્રદક્ષિણા કરતાં કરતાં ‘ૐ શ્રી કેશવાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળી શકે. • સિંહ રાશિ :- આ રાશિના લોકોએ હોલિકા દહનના સમયે હોળીના અગ્નિમાં એક દાડમ અર્પણ કરવાથી પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત કરી શકાય છે તેમજ હોળીની પ્રદક્ષિણા કરતાં ‘ૐ હં હનુમંતાય નમઃ’ આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળી શકે. • કન્યા રાશિ :- આ જાતકોએ હોલિકા દહનના સમયે હોળીના અગ્નિમાં ચણા, ધાણી અર્પણ કરવાથી કોર્ટ-કચેરીમાં લાભ જોવા મળી શકે છે તેમજ હોળીની પ્રદક્ષિણા કરતાં ‘ૐ નમો નારાયણાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળી શકે. • તુલા રાશિ :- આ રાશિના જાતકોએ હોલિકા દહનના સમયે હોળીના અગ્નિમાં ગૂગળ ધૂપના ગાંગડા તેમજ અત્તર અર્પણ કરવાથી ધનમાં વૃદ્ધિ જોવા મળી શકે છે તેમજ હોળીની પ્રદક્ષિણા કરતા ‘ૐ શ્રીં મહાલક્ષ્મયૈમ નમઃ’ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળી શકે. • વૃશ્ચિક રાશિ :- હોલિકાદહન સમયે હોળીની અગ્નિમાં કપૂર ગોટી અર્પણ કરવાથી જીવનમાં રહેલી નજરદોષમાંથી મુક્તિ મળી શકે તેમજ હોલિકા માતાની પ્રદક્ષિણા કરતાં ‘ૐ શ્રી લક્ષ્મીનારાયણ નમઃ’ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળી શકે. • ધન રાશિ :- હોળીના અગ્નિમાં સફેદ રંગની મીઠાઈ અર્પણ કરવાથી જીવનમાંથી ઋણ (દેવાં) મુક્તિ મળી શકે તેમજ હોલિકા માતાની પ્રદક્ષિણા કરતાં ‘ૐ શ્રી નૃસિંહ નારાયણાય નમઃ’ આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળી શકે. • મકર રાશિ :- હોળીના અગ્નિમાં સપ્ત ધાન્ય અર્પણ કરવાથી જીવનમાંથી દુઃખ, સંતાપ દૂર થાય છે તેમજ હોલિકા માતાની પ્રદક્ષિણા કરતાં ‘ૐ શ્રી માધવાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળશે. • કુંભ રાશિ :- હોલિકા દહન સમયે હોળીના અગ્નિમાં સૂકા કોપરાનો આખો ગોળો અર્પણ કરવાથી શારીરિક તેમજ માનસિક પીડામાંથી મુક્તિ મળશે તેમજ હોલિકા માતાની પ્રદક્ષિણા કરતાં ‘ૐ શ્રી રાધાકૃષ્ણાય નમઃ’ આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળશે. • મીન રાશિ :- હોળીના અગ્નિમાં ૭ સોપારી અર્પણ કરવાથી સમાજમાં યશ, માન, કીર્તિની પ્રાપ્તિ થઈ શકે તેમજ હોલિકા માતાની પ્રદક્ષિણા કરતા ‘॥ ૐ શ્રી સત્યનારાયણાય નમઃ॥’ મંત્રનો જાપ કરવાની જીવનમાં સફળતા મળશે. • આ બાર રાશિના લોકોએ હોલિકા દહનમાં હોળીના અગ્નિમાં બતાવેલ વસ્તુની સાથે કપૂર અને જાવંત્રી પણ અર્પણ કરવી.

  • રાજેશકુમાર એ.જોષી (રાજુભાઈ મહારાજ)

જ્યોતિષ રત્નમ, જ્યોતિષાચાર્ય

૨૧-એ,લક્ષ્મી સોસાયટી,વિસનગર. મો.૯૮૨૫૯૨૨૨૨૧

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts