Select Page

નૂતન મેડિકલ કોલેજને “ભારતનો શ્રેષ્ઠ ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ”નો એવોર્ડ

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી,વિસનગર સંલગ્ન

તારીખ ૧૦ માર્ચ ૨૦૨૪ ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત સન્માન કાર્યક્રમમાં “નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર (NMCRC)ને “ભારતની શ્રેષ્ઠ ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ”નો પ્રતિષ્ઠિત એવોર્ડ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીના હસ્તે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલને એનાયત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત આચાર્ય ઇશાન શિવાનંદ, ઇન્સ્પેક્ટર જનરલ ITBP, ભારતીય નેવી ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ આરતી સરીન, પરમ વીર ચક્ર પુરસ્કાર વિજેતા કેપ્ટન યોગેન્દ્ર યાદવ, બોલિવૂડ અભિનેતા યશપાલ શર્મા અને પ્રદીપ ભારદ્વાજ, સિક્સ સિગ્મા હેલ્થકેરના સીઇઓ સહીત મહાનુભાવો હાજર રહ્યા હતા.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો અને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ પુરસ્કાર અમને ગર્વ અને કૃતજ્ઞતા અનુભવ કરાવે છે. તે અમારા મેડિકલ કોલેજના સમગ્ર ફેકલ્ટી, સ્ટાફ અને તબીબી વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતા અને અથાગ પ્રયાસોનું સાચું પ્રતિબિંબ છે. અમે ઉચ્ચ તબીબી શિક્ષણ પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ જે આપણા રાષ્ટ્રની આરોગ્યલક્ષી સુખાકારી પર નોંધપાત્ર અસર કરશે.”
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારના યુવાધનને ભવિષ્ય માટે ઉત્તમ તબીબી સ્ટાફ તરીકે તેમજ “સૌ માટે સમાન આરોગ્યસંભાળ”ના વિચારને સાકાર કરવા માટે કરવામાં આવી છે, જ્યાં ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય સંભાળની સેવાઓ બંનેનો ઉપયોગ કરી શકાય છે.
નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર એ ગુજરાતમાં તબીબી શિક્ષણમાં ક્રાંતિ લાવવાની અતૂટ પ્રતિબદ્ધતા સાથે સ્થપાયેલી મેડિકલ કોલેજ છે. આ કૉલેજ અત્યાધુનિક શૈક્ષણિક સવલતો અને અનુભવી તબીબી ફેકલ્ટીની ટીમ ધરાવે છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નૂતન જનરલ હોસ્પિટલની શરુઆત ખાસ કરીને ઉત્તર ગુજરાત વિસ્તારના સ્થાનિકો માટે આરોગ્યસંભાળને સુલભ અને રાત્રે સવલત પુરી પાડવાના ધ્યેય સાથે કરવામાં આવી છે. હોસ્પિટલ ગરીબી રેખાથી નીચેના દર્દીઓને મફત આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડે છે અને આસપાસના જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ મેડિકલ કેમ્પ દ્વારા આરોગ્યલક્ષી સુવિધા આપે છે. તેમણે આ એવોર્ડ શૈક્ષણિક સ્વ. શ્રી સાંકળચંદ પટેલ ના વિચારોની ફલશ્રુતિ તરીકે ગણાવીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts