Select Page

મંત્રી ઋષિભાઈ પટેલના સવા વર્ષના કાર્યકાળમાં આટલો વિકાસ તો બાકીના પોણા વર્ષમાં શું બાકી રહેશે રૂા.૩૧૫ કરોડની મંજુરીથી વિસનગર શહેર-તાલુકાની શિકલ બદલાશે

વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના સતત પ્રયત્નોના કારણે શહેર અને તાલુકાના વિકાસ માટે કરોડો રૂપિયાની મંજુરી મળી છે. મળેલી મંજુરી જોતા એ ચોક્કસ પણે કહી શકાય કે નાત જાત કે વિસ્તારના ભેદભાવ વગર તમામ લોકોને ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા કેબિનેટમંત્રીના પ્રયત્નો છે. શહેરમાં ટ્રાફીક અને ગટરની સમસ્યા વર્ષોની છે ત્યારે બાયપાસ રોડ માટે રૂા.૭૨ કરોડની મંજુરી મળી ગટર યોજના માટે રૂા.૮૭ કરોડની મંજુરી મળી છે. ગામડામાં કોઈ કાચુ નેળીયા પાકા રસ્તા વગર ન રહે તેવા પ્રયત્નો કરાયા છે. અગાઉ ધારાસભ્ય પદે હતા ત્યારે રૂા.૧૫૦ કરોડની ખર્ચે વિસનગર જુથ યોજના તૈયાર થઈ. કેબિનેટમંત્રી પદે શપથ લીધા બાદ સિવિલ હોસ્પિટલના વિકાસ માટે રૂા.૩૫ કરોડ અને એમ.એન.કોલેજના વિકાસ માટે રૂા.૧૦૧ કરોડ ફળવાયા. છેલ્લે ફળવાયેલા રૂા.૩૧૫ કરોડથી આવનાર સમયમાં શહેર અને તાલુકાની શિકલ બદલાશે.
બાયપાસ રોડ માટે ૭૨ કરોડ,તાલુકા રોડ પહોળા કરવા ૪૨ કરોડ, ગામડાના નેળીયાના પાકા રસ્તા બનાવવા ૨૪ કરોડ, શહેરની ભુગર્ભ ગટર માટે ૮૭ કરોેડ, આઈ.ટી.આઈ.ફાટક બ્રીજ માટે ૫૫ કરોડ, રસ્તા રીસરફેસ માટે ૧૩.૫૭ કરોડ વાઈડનીંગ માટે ૧૫.૭૦ કરોડ,એમ.એન.કોલેજ માટે ૬૫ કરોડની છેલ્લા સવા વર્ષમા મંજુરી મળી
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ તક મળી છે ત્યારે વિસનગરના વિકાસ માટે છેલ્લા ૧૫ વર્ષની ભુખ પાંચ વર્ષમાં ભાંગવા કટીબધ્ધ થયા છે. ઋષિભાઈ પટેલ ધારાસભ્ય કાળની પ્રથમ ટર્મ વર્ષ ૨૦૧૨મા શહેરના બાયપાસ રોડ માટે રૂા.૭ કરોડ ફળવાયા હતા. પરંતુ ઋષિભાઈ પટેલનુ રાજકીય કદ વધી ન જાય તેવા ધ્વેષભાવની રાજનિતિથી ૧૨ વર્ષથી બાયપાસની ફાઈલ અભરાઈએ ચડાવી દેવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧માં કેબિનેટ મંત્રી પદનો હવાલો સંભાળતાજ બાયપાસની ફાઈલ ધમધમતી કરી સંપાદનની તમામ પ્રક્રિયાઓ રોકેટ ગતિએ પુર્ણ કરી છેલ્લે જમીન સંપાદન માટે રૂા.૭૧.૫૦ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. શહેરની ભુગર્ભ ગટરની સમસ્યા પણ વર્ષોથી છે અગાઉની રૂા.૨૪ કરોડની ભુગર્ભ ગટર યોજના ફેલ થતા નવી ભુગર્ભ ગટર યોજના માટે રૂા.૮૭ કરોડની મંજુરી મળી છે. રૂા.૫૫ કરોડના ખર્ચે તૈયાર થનાર આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજનુ ટેન્ડરીંગ થયુ છે.
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ શહેરના વિકાસની સાથે તાલુકાના ગામડાનો વિસ્તાર પણ વિકાસથી અળગો ન રહે તે માટે સતત પ્રત્યનશીલ રહેતા ગામડાને જોડતા રસ્તાઓ માટે કરોડોની સૈધ્ધાતિક મંજુરી મળી છે. તાલુકાના કયા રોડ કયા ગામના કાચા નેળીયા અને રોડ રીસરફેસીંગ માટે કેટલા રૂપિયાની મંજુરી મળી તે જોઈએ તો, ખરસદા બોકરવાડાનો ૭.૫૦ કિ.મી.નો હયાત ૩.૭૫ મીટરનો રોડ ૭ મિટર પહોળો કરવા રૂા.૧૬.૦૪ કરોડ, વિસનગર ભાલક ત્રાસવાડનો ૧૦.૫૫૦ કિ.મી.નો રોડ ૧૦ મીટર પહોળો કરવા રૂા.૨૪.૮૭ કરોડની સૈધ્ધાતિક મંજુરી મળી છે.
તાલુકાના ગામડાને જોડતા કાચા નેળીયામાં પાકા રોડ બનાવવા જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. જેમાં વડનગર હાઈવેથી ગુંજા, ભાલક, કુવાસણા રોડને જોડતા ૨.૩૦ કિ.મી.ના રોડ માટે રૂા.૧૫૦ લાખ, ગુંજા ચાંદપુરા રોડથી વડનગર હાઈવેને જોડતા ૧ કિ.મી. રોડ માટે રૂા.૬૫ લાખ, બોકરવાડા પ્રતાપગઢના ૩.૫૦ કિ.મી.રોડ માટે રૂા.૨૨૫ લાખ, ઉદલપુર હાઈવેથી સદુથલા વાઘેશ્વરી મંદિરને જોડતા ૧.૯૦ કિ.મી.રોડ માટે રૂા.૧૫૦ લાખ, વાલમ રંડાલા ડોડીવાળુ નેળીયુના ૨.૬૫ કિ.મી. રોડ માટે રૂા.૧૭૫ લાખ, દઢિયાળ વિરપુરાથી રામપુરા વિરપુરા કેશાજી પુંજાજીના ખેતર સુધીના ૧.૫૦ કી.મી. રોડ માટે રૂા.૧૦૫ લાખ, ચિત્રોડીપુરા બેચરપુરા ચોકડીથી મગરોડા બેચરપુરાને જોડતા ૩ કિ.મી. રોડ માટે રૂા.૨૧૦ લાખ, પાલડીથી કિયાદરનો ૨.૮૦ કિ.મી.ના રોડ માટે ૧૯૬ લાખ, રાવળાપુરા કમાણાનો અધુરો ૦.૭૦ કિ.મી.ની સી.સી.માટે રૂા.૩૦ લાખ, ઉમતા એપ્રોચ અધુરો ૧.૨૦ કિ.મી.સીસી રોડ માટે રૂા.૧૦૦ લાખ, ગોઠવાથી રંગાકુઈનો ૨ કિ.મી. રોડ માટે રૂા.૧૩૦ લાખ, લક્ષ્મીપુરા (ભાલક)ના એપ્રોચ ૦.૪૦ કિ.મી.ના સીસી. રોડ માટે રૂા.૪૦ લાખ, લક્ષ્મીપુરા ખરોડ રોડથી ભાલક બીલીયા રોડને જોડતા ૧.૫૦ કિ.મી.રોડ માટે ૯૮ લાખ, ધારૂસણા મેઉ રોડથી કેનાલ સુધીનો ૧.૧૦ કિ.મી.ના રોડ માટે રૂા.૭૧ લાખ, વિજયનગર (ખરવડા) ગણપતપુરા, વિષ્ણુપુરા (ખરવડા)ને જોડતા ૧ કિ.મી.રોડ માટે રૂા.૬૫ લાખ, સદુથલા વાઘેશ્વરી મંદિરવાળા રોડથી કડા સદુથલા રોડને જોડતા ૧.૫૦ કિ.મી.રોડ માટે રૂા.૯૭ લાખ, સુંશી બસ સ્ટેન્ડથી સુંશી સેવાલીયાના ૦.૬૦ કિ.મી.રોડ માટે રૂા.૫૦ લાખ, ધામણવા પઢારીયા રોડથી સરકારી માધ્યમિક શાળા તથા ગામ તરફના ૦.૭૦ કિ.મી.સીસીરોડ માટે રૂા.૫૮ લાખ, ખરવડા, ડાભલા રોડથી ગણપતપુરાના ૧.૦૫ કિ.મી.રોડ માટે રૂા.૬૮ લાખ, ગુંજાળા લાખવડ રોડથી મેઘાઅલીયાસણા દેત્રોજપુરા રોડને જોડતા ૧.૨૦ કિ.મી.રોડ માટે રૂા.૭૮ લાખ, થલોટા ધુળીમાતાના પરા તરફનો હેરીટેજ ટાઉનશીપ પાછળના ૨.૪૦ કિ.મી.રોડ માટે રૂા.૧૫૫ લાખ તથા દેણપ વણાગલા રોડથી ચામુંડા વસાહત તરફનો ૧.૧૦ કિ.મી. રોડ માટે રૂા.૧૦૦ લાખ મંજુરી કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.
તાલુકાના ગામડાઓ વચ્ચેના રોડ ઉપર ટ્રાફીક વધતા હયાત રોડ પહોળા કરવાની જરૂરીયાત ઉભી થઈ છે. જેમાં ૩.૭૫ મીટરમાથી ૫.૫૦ મીટરનો રોડ પહોળો કરવા બાજીપુરા બાકરપુરાના ૩ કિ.મી.રોડ માટે રૂા.૨૪૦ લાખ, ઉદલપુર ધામણવાના ૪ કિ.મી.રોડ માટે રૂા.૩૨૦ લાખ, ખદલપુર છોગાળાના ૨ કિ.મી.રોડ માટે રૂા.૧૬૦ લાખ, છોગાળા દેણપના ૩.૮૦ કિ.મી. રોડ માટે રૂા.૪૦૦ લાખ તથા બાસણા ચિત્રોડીપુરા મેઘાઅલીયાસણા ગુંજાળાથી સ્ટેટ હાઈવેને જોડતા ૮.૮૦ કિ.મી. રોડ ૫.૫૦ મીટરની પહોળાઈથી ૭ મિટર પહોળો કરવા રૂા.૪૫૦ લાખ ફાળવી જોબ નંબર આપવામાં આવેલ છે.
તાલુકાના ગામડામાં એવા ગણા રોડ છે કે, જે તે ૭ વર્ષથી ઉપરના સમય થતા જર્જરીત થયા છે. આવા રોડ રીસરફેસીંગ કરવા ગોઠવાથી કડાનો ૫.૫૦ કિ.મી.ના રોડમાં રૂા.૨૫૦ લાખ, સવાલાથી કમાણાના ૩ કિ.મી.રોડ માટે રૂા.૯૦ લાખ, રંગાકુઈનો ૧ કિ.મી.એપ્રોચ રોડ માટે રૂા.૩૫ લાખ, ધામણવા પઢારીયાના ૨.૭૦ કિ.મી.રોડ માટે રૂા.૮૧ લાખ, મગરોડા નરસિંહપુરા ચિત્રોડીપુરાના ૪.૩૦ કિ.મી.રોડ માટે રૂા.૧૩૫ લાખ, બાજપુરા એપ્રોચ રોડ જોઈનીંગ કુવાસણા ભાલકનો ૧.૭૦ કિ.મી.રોડ માટે રૂા.૫૧ લાખ, બાસણા મગરોડા બેચરપુરા પાટીયાથી ચિત્રોડીપુરા મગરોડાના રોડને જોડતા ૩.૩૦ કિ.મી.રોડ માટે રૂા.૯૯ લાખ, ચિત્રોડા મોટાથી ઉચરપીના ૨.૩૦ કિ.મી.રોડ માટે રૂા.૬૯ લાખ, ગુંજાળાથી લાખવડનો ૫.૫૦ કિ.મી. રોડ માટે રૂા.૧૬૫ લાખ તથા ખદલપુરથી છોગાળાના ૨ કિ.મી.રોડ માટે રૂા.૬૦ લાખ મંજુર કરી જોબર નંબર ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાવળાપુરા કંસારાકુઈનો ૨ કિ.મી.રોડ માટે રૂા.૬૦ લાખ, દેણપ ખદલપુરનો ૩ કિ.મી.નો રોડ માટે રૂા.૯૫ લાખ, ગોઠવા બાયપાસના ૨ કિ.મી.રોડ માટે રૂા.૬૫ લાખ, રામપુરા (કાંસા) રાજગઢ કાજીઅલીયાસણાના ૩.૪૦ કિ.મી. રોડ માટે રૂા.૧૦૨ લાખ રોડ રીસરફેસીંગ માટે ફાળવી જોબ નંબર આપવામાં આવ્યા છે. વડનગર કમાલપુર, ઉમતા દેણપ રોડ ઉપરના ૨૭૫ મીટર કોઝવે માટે રૂા.૨૭૫ લાખ, કાંસા રાજગઢ રોડ ઉપર સ્લેબ ડ્રેઈન માટે રૂા.૧૫૦ લાખ, રામપુરા (કાંસા) કાજીઅલીયાસણા રોડ ઉપર કોઝવે માટે રૂા.૧૬૦ લાખ તથા હસનપુર કિયાદર ગામને જોડતા રોડ ઉપર બોક્ષ ક્લવર્ટ માટે રૂા.૭૫ લાખ મંજુર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts