Select Page

જીલ્લા કલેક્ટર અને પ્રાન્ત ઓફીસર સમક્ષ ગ્રાહક સુરક્ષાની રજુઆત મામલતદાર ઓફીસ મિશન મંગલમ સ્ટોલમાં ઉઘાડી લુંટ

જરૂરીયાતમંદ બહેનોને રોજગારી આપવા માટે સખી મંડળને સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે. ત્યારે એવાજ એક સખી મંડળ સંચાલીત સ્ટોલમાં અને એ પણ મામલતદાર ઓફીસ કમ્પાઉન્ડમાં અરજદારો પાસેથી ઉઘાડી લુંટ કરવામાં આવતા કયા અધિકારી કે કર્મચારીની છત્રછાયામાં આ ચાલી રહ્યુ છે તેની ભારે ચકચાર મચી છે. વિસનગર મામલતદાર ઓફીસમાં આવેલ સખી મંડળના સ્ટોલમાં ઝેરોક્ષનો ત્રણ ગણો ચાર્જ લેવામાં આવતા તેમજ બીન પરવાનેદાર રાઈટરો દ્વારા અરજી લખવાના મનફાવે તેવો ચાર્જ વસુલવામાં આવતા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જીલ્લા કલેક્ટર, પ્રાન્ત ઓફીસર તથા મામલતદાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. સખી મંડળની આ રીત રસમોથી સરકારી ડૉક્યુમેન્ટની ઝેરોક્ષ નકલોનો પણ આ ભાવ લેવાય છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની ઓળખાણથી સ્ટોલની સંચાલીકાનુ અરજદારો તથા ગ્રાહકો સાથેનુ તોછડુ વર્તન પણ ચર્ચાસ્પદ બન્યુ છે.
ઝેરોક્ષમાં બજાર કરતા ત્રણ ઘણી કિંમત વસુલાય છે
વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ગ્રાહકોના હિત માટે સતત પ્રવૃત્ત અને કાર્યશીલ છે. એક ગ્રાહકની ફરિયાદ મળી હતી કે વિસનગર તાલુકા સેવાસદનમાં આવેલ સ્ટોલ માલિક ગોગા સખી ફાઉન્ડેશન દ્વારા ઝેરોક્ષ કોપીની કિંમતમાં ઉઘાટી લુંટ કરવામાં આવે છે. મિશન મંગલમ અન્વયે આ કેબીન ફાળવવામાં આવેલ છે. ગ્રાહકની ફરિયાદ મળતાજ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જીલ્લા કલેક્ટર, પ્રાન્ત ઓફીસર અને મામલતદાર સમક્ષ રજુઆત કરવામાં આવી છેકે, ગોગા સખી મંડળ દ્વારા તાલુકા સેવા સદનમાં આવતા અરજદારો તથા ગ્રાહકો પાસેથી એક ઝેરોક્ષ કોપીના ત્રણ રૂપિયા લેવામાં આવે છે. ગ્રાહકો પાસેથી ખુલ્લી લુંટ કરવામાં આવી રહી છે. કેબીનમાં સરકાર દ્વારા નિયત કરેલ ભાવ પત્રક લોકો જોઈ શકે તે રીતે મુકવામાં આવ્યુ નથી. ઝેરોક્ષના ખોટી રીતે પૈસા લેવાતા ગ્રાહક રજુઆત કરે તો સ્ટોલની સંચાલીકા ગ્રાહક જોડે ઉધ્ધત વર્તન કરી તમારે જ્યા ફરિયાદ કરવી હોય ત્યા કરો તેવી બડાસ મારે છે. આ સંચાલીકા ઉઘાડી લુંટ કરી છેતરપીંડી કરી રહી છે ત્યારે સરકારી અધિકારીઓ કેમ ચુપ છે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે. સંચાલીકા અધિકારીઓ અને કર્મચારીઓની કોઈ ગેરરીતી જાણી ગઈ છેકે શુ તેવી ચર્ચાઓ થઈ રહી છે.
ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા બીજી એ પણ રજુઆત કરવામાં આવી છેકે, તાલુકા સેવા સદનમાં બેસતા બીન પરવાનેદાર રાઈટરો પણ ગ્રાહકો સાથે ઉઘાડી લુંટ કરી રહ્યા છે. તાલુકા સેવા સદનમાં આવતા જરૂરીયાતમંદ અરજદારો તથા ખેડૂતો પાસેથી મનફાવે તેમ પૈસા ઉઘરાવી છેતરપીંડી કરવામાં આવે છે. આ રાઈટરોને કાયદાનો કોઈ ડર નથી અને પોતાની જાતને ઓફીસના પરવાનેદારો સમજી ખોટા તોડ કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. પ્રજાને લુંટનાર અને છેતરનાર આવા અનઅધિકૃત વ્યક્તિઓને કમ્પાઉન્ડમાંથી દુર કરી કાર્યવાહી કરવી જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us