Select Page

ખેરાલુ વિધાનસભામાં પાટણ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનુ મંદિર પોલિટીક્સ

ખેરાલુ વિધાનસભામાં પાટણ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનુ મંદિર પોલિટીક્સ

પાટણ લોકસભાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો ખેરાલુ વિધાનસભામા આવતા મુખ્ય મંદિરોના મહંતોના આશિર્વાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા હોળીના દિવસે ચંદનજી ઠાકોર આવતા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો રાજકીય રંગે રંગાયા હતા.
ખેરાલુ વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસ કાર્યાલય ઉપર ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને આગામી લોકસભાની ચુંટણી જીતવા જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. ચંદનજી ઠાકોરે જણાવ્યુ હતુ કે કેન્દ્રની ભાજપ સરકાર ખેડુતો યુવાનોના પ્રશ્નોને હલ કરવામા નિષ્ફળ નિવડી છે. ખેડુતોને ટેકાના ભાવે માલની ખરીદી કરવામા આવતી નથી. જેથી પાણીના મુલે માલ વેચાઈ રહ્યો છે. રાયડો, એરંડા, ઘઉં જેવા માલ તૈયાર થઈ ગયા છે હજુ સુધી આ વિસ્તારમાં ખરીદ કેન્દ્રો શરૂ કરવામા આવ્યા નથી. ર૦રર મા ખેડુતોની આવક ડબલ કરવાના બણગા ફુંકતી હતી યુવાનોને રોજગારી મળતી નથી. પરિક્ષા આપવા જાય તો પેપરો ફુટી જાય છે. પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યુ હતુ કે વલસાડ વડનગર ખાતે ચાર કલાક પડી રહે છે. જે ટ્રેન ૧૦ કિ.મી. નું અંતર કાપી ખેરાલુ લંબાઈ આપતા નથી. વર્તમાન સાંસદ જો આટલુ નાનુ કામ પણ ના કરી શકે તો બીજુ શુ કરી શકવાના છે. ૧૯૯પ થી ભાજપની સરકાર અને ધારાસભ્ય છે તો પણ ર૯ વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ હાઈસ્કુલ લાવી શક્યા નથી. ખેરાલુ-સતલાસણામા સાયન્સ કોલેજ ચાલુ છે. જે નોન ગ્રાન્ટેડ છે. આ વિસ્તારના ઓ.બી.સી. અને એસ.સી ગરીબ લોકો ફી ભરવા સક્ષમ નથી.
પાટણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ એ જણાવેલ કે સમગ્ર પાટણ વિસ્તારમા ફરીયાદ છે કે વર્તમાન સાંસદ પોતાના પાટણ લોકસભા વિસ્તારમાં દેખાતા નથી જેથી મતદારોમાં ભારે રોષ છે.
ખેરાલુ ર૦રર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મુકેશભાઈ દેસાઈએ જણાવેલ કે અગાઉની કોંગ્રેસ સરકારોએ વિજળી, પાણી, રોડ, પ્રાથમિકથી માધ્યમિક અને કોલેજ સુધીના ભણતર માટેની સુંદર વ્યવસ્થા કરેલ જેના કારણે આ વિસ્તારના લોકો ભરપુર લાભ લઈ રહ્યા છે. તેમજ ધરોઈ અને મુક્તેશ્વર જેવા ડેમ બનાવતા સિંચાઈ તેમજ પિવાના પાણી મળી રહે છે. એસ.ટી. બસ રાસયાણીક ખાતરો, હાઈબ્રીડ બિયારણો જેવી સુવિધા આપવાથી માણસો પોતાનુ જીવન સુદ્રઢ બનાવી શક્યા છે. દૂધસાગર, બનાસ, સાબર તથા અમૂલ જેવી ડેરીઓ બનાવી શ્વેતકાંતિ દ્વારા પશુપાલકોને સમુધ્ધ બનાવવાની વ્યવસ્થા કોંગ્રેસ કરેલ છે.
આ મીટીંગમા ખેરાલુના અગ્રણી બાબુજી ઠાકોર, ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર, સતલાસણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગાજી ઠાકોર, ખેરાલુ શહેર કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ સિંધી ડેલીગેટોમાં પરબતજી ઠાકોર, જીતુભાઈ પરમાર, પી.કે.પરમાર, માજી ડેલીગેટ લક્ષ્મણજી ઠાકોર, અભેરાજભાઈ ચૌધરી, નરસિંહભાઈ ચૌધરી, જેઠાભાઈ ચૌધરી, અશ્વિનભાઈ દેસાઈ, વિજયભાઈ દેસાઈ, ખાનાભાઈ પરમાર, સુલ્તાનભાઈ લાલાવાડા, નરેશભાઈ પરમાર, અશ્વિનભાઈ બારોટ સહીત મોટી સંખ્યામા કાર્યકરો હાજર રહ્યા હતા. આ મિટીંગ પછી મારૂન્ડા માતા મંદિરમા દર્શન કર્યા હતા. ત્યારબાદ સતલાસણા તાલુકાના ભાટવાસ ખાતે મહાકાળી માતા મંદિરે પહોચી આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ હિંમતપુરા ખાતે મોટી મિટીંગ કરાઈ હતી. સતલાણસા તાલુકાના આગેવાનોમા મહોબતસિંહ ચૌહાણ મહેસાણા જિલ્લાપંચાયતના વિરોધ પક્ષના નેતા કુલદિપસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ દિપકભાઈ પટેલ, તા.ડેલીગેટ ભીખાભાઈ ચૌધરી, વેલજીભાઈ ચૌધરી, હિરાભાઈ ચૌધરી, રોહિતભાઈ દવે, વનરાજસિંહ ચૌહાણ, કેદારસિંહ ચૌહાણ ભગુભાઈ રાવળ દ્વારા માર્ગદર્શન અપાયુ હતુ. ત્યારબાદ ખેરાલુ તાલુકાના વઘવાડી ખાતે બાણગંગેશ્વર મહાદેવના દર્શન કરી આશિર્વાદ લીધા હતા જ્યાં ભવ્ય સ્વાગત કરાયુ હતુ. જેમા વેલજીભાઈ ચૌધરી (વકીલ), ગોવિંદભાઈ ચૌધરી, રઘજીભાઈ ચૌધરી, ગીરીશભાઈ શ્રીમાળી, ભાથીભાઈ ચૌધરી, તેમજ આમ આદમી પાર્ટીની ટીમે પણ સ્વાગત કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે અમે ઈન્ડીયા ગઠબંધનમાં કોંગ્રેસ સાથે છીએ પુરો પ્રયત્ન કરી આ સીટ જીતાડીશુ.
છેલ્લે વડનગર હાટકેશ્વર મહાદેવના દર્શન પુજા કરી દાદાના આશિર્વાદ લીધા હતા. જેમા વડનગર તાલુકા કોંગ્રેસ ટીમ મહેન્દ્રસિંહ ઠાકોર, જગાજી ડાભી, અમરસિંહ ડાભી, હરદેવજી, મનોહરજી ઠાકોર, સંજયભાઈ પટેલ, ચુનાજી ઠાકોર, સહીત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us