Select Page

આઝાદી કા અમૃત મહોત્સવ કરવેરા પ્રોત્સાહક વળતર યોજનામાં
૨૬૦ મિલ્કતધારકોએ રૂા.૨૮ લાખ વેરો ભરી રૂા.૧૪ લાખ લાભ લીધો

આઝાદી કા અમૃત મહોત્સવ કરવેરા પ્રોત્સાહક વળતર યોજનામાં<br>૨૬૦ મિલ્કતધારકોએ રૂા.૨૮ લાખ વેરો ભરી રૂા.૧૪ લાખ લાભ લીધો

આઝાદી કા અમૃત મહોત્સવ કરવેરા પ્રોત્સાહક વળતર યોજનામાં

વિસનગર પાલિકા વિસ્તારમાં જે મિલ્કતધારકોના જુના વેરા બાકી છે તેમના માટે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના ફાયદારૂપ સાબીત થઈ છે. વિસનગરના લગભગ ૨૬૦ મિલ્કતધારકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજનાના અમલ માટે પાલિકા પ્રમુખે કરેલા હુકમને બહાલી આપવા માટે ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં એક ઠરાવ મુલત્વી રાખવામાં આવ્યો હતો. અને એક ઠરાવ નામંજુર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગરોમાં વસવાટ કરતા નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે “આઝાદી કા અમૃત મહોત્સવ” પ્રોત્સાહક વળતર યોજના શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. પાલિકાઓ      દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કરવેરા જેમા મિલ્કતવેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, લાઈટ વેરો, ગટર વેરો વિગેરે વેરાઓની ચુકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં બાકી વેરો ભરપાઈ કરે તો નોટીસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફીની રકમ ૧૦૦ ટકા માફ કરવામાં આવશે. આ ઉપરાંત્ત નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ ની વેરાની રકમ જો ૩૧ મે-૨૦૨૨ સુધીમાં એડવાન્સ ભરપાઈ કરે તેમને ૧૦ ટકા વળતર આપવામાં આવશે. વડાપ્રધાનના ડીઝીટલ ઈન્ડીયાના સંકલ્પને વેગ આપવા એવો પણ નિર્ણય કર્યો છેકે વેરાની રકમ મોબાઈલ એપ કે ઈ-નગરના ઓનલાઈન પાર્ટલ મારફતે તા.૩૧ મે ૨૦૨૨ સુધીમાં ભરપાઈ કરનાર નાગરિકોને વધુ ૫ ટકા વળતર અપાશે. એટલેકે ડીઝીટલ ટ્રાન્ઝેક્શન કરનાર મિલ્કતધારકને કુલ ૧૫ ટકા વળતરનો લાભ મળશે.
વિસનગર પાલિકામાં વર્ષો જૂના ઘણા વેરા બાકીદારો છે. જેઓ પાલિકાની વેરા વસુલાતની નોટીસ, કનેક્શન કાપવાની કે મિલ્કત સીલ કરવાની ચીમકી ગણકારતા નથી. પરંતુ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ લેવા ઉત્સાહ દાખવી રહ્યા છે. પાલિકા સુત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ ૨૬૦ જેટલા મિલ્કતધારકોએ રૂા.૨૮ લાખ જેટલો વેરો ભરી રૂા.૧૪.૩૦ લાખ જેટલો લાભ મેળવ્યો છે. ૩૧ મી માર્ચ ૨૦૨૨ સુધી આ યોજના અમલમાં હોઈ તેનો લાભ લેવા પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા વેરા બાકીદારોને વિનંતી કરાઈ છે.
વિવિધ યોજનાના અમલ માટે સરકાર ભલે ગમે તેટલા પરિપત્ર કરે પરંતુ સ્થાનિક સ્વરાજ સંસ્થાની સંમત્તી વગર આવી યોજનાઓનો અમલ થતો નથી. પાલિકા પ્રમુખે આ યોજનાનો અમલ કરવા હુકમ કર્યો હતો. ત્યારે તેને બહાલી આપવા પ્રમુખ વર્ષાબેન પટેલની અધ્યક્ષતામાં તેમજ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, દંડક મેહુલભાઈ પટેલ, પક્ષના નેતા અમાજી ઠાકોર તથા સભ્યોની ઉપસ્થિતિમાં તા.૨-૩-૨૦૨૨ ને બુધવારના રોજ ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં એજન્ડાના ૧૪ ઠરાવોની ચર્ચા કરવામાં આવી હતી. તેમા બજેટ મંજુરીની બહાલી આપતા ઠરાવનો તથા સ્થળ ઉપર મિલ્કત ન હોય છતા વેરો આકારવામાં આવેલ હોય તેવી મિલ્કતોનો વેરા રદ કરવાના ઠરાવનો કોંગ્રેસના સભ્યો વતી પાલિકા સભ્ય મુસ્તાકભાઈ બહેલીમે વિરોધ નોધાવ્યો હતો. જ્યારે ગત સભાનો ડી.પી.સ્કીમમાં વાધા સુચનો મંગાવવાનો ઠરાવ નં.૨૪૦ તથા કચરા સ્ટેન્ડમાં શોર્ટીંગ માટેના કરારનો ઠરાવ મુલત્વી રાખવામાં આવ્યો હતો. વાઘેશ્વરી વિકાસ ટ્રસ્ટના પ્રમુખની સમાજની વાડી બનાવવા માટેની અરજીનો ઠરાવ નામંજુર કરવામાં આવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us