Select Page

તરસ્યા વિસનગરમાં ભાજપનું નર્મદા નિર વધામણાનું નાટક

તરસ્યા વિસનગરમાં ભાજપનું નર્મદા નિર વધામણાનું નાટક

તળાવો ભરવાની ભાજપના ધારાસભ્યની રજુઆતનું ભાજપ સરકારના સીંચાઈ વિભાગમાં કંઈ ઉપજ્યુ નથી

તરસ્યા વિસનગરમાં ભાજપનું નર્મદા નિર વધામણાનું નાટક

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ધરોઈ સીવાય પીવાના પાણીનો બીજો કોઈ પર્યાય નથી. ધરોઈ પાણી પુરવઠા દ્વારા પૂરતું પાણી નહી અપાતા શહેરની તરસ છીપાતી નથી. આવી પરિસ્થિતિમાં નર્મદાના પાણીની ટીપુ આવક નહી હોવા છતાં ભાજપ દ્વારા નર્મદા નિરના વધામણાનું નર્યુ નાટક કરવામાં આવતા પાલિકાનો આ કાર્યક્રમ ભારે ટીકાપાત્ર બન્યો છે. પાલિકા સભ્ય પરેશભાઈ પટેલે તો ધારાસભ્ય ઉપર નિશાન તાકી વેધક પ્રશ્ન કર્યો છેકે, નર્મદા નિરના વધામણાના કાર્યક્રમમાં ધારાસભ્યની અનઉપસ્થિતિનું કારણ શું? શહેરના તળાવોમાં નર્મદાનું પાણી આવ્યુ નથી એટલેકે લાવી શક્યા નથી એટલે ધારાસભ્યએ તળાવો ભરવા રજુઆત કરી ચુક્યા છે. ત્યારે ભાજપના સીંચાઈ વિભાગમાં રજુઆતનુ કંઈ ઉપજ્યુ નથી.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ભાજપના નામે કોલર ઉંચા કરીને ફરતા હોદ્દેદારોની નબળી નેતાગીરીના કારણે વિસનગર શહેરની પીવાના પાણીની તરસ છેલ્લા કેટલાય સમયથી છીપાતી નથી. ધરોઈ પાણી પુરવઠા વિભાગ દ્વારા ક્યારેય શહેરને સંતોષકારક પાણી આપવામાં આવતુ નથી. ધરોઈના અધિકારીઓનો ઉધડો લઈ પાણી ખેચી લેવા શહેર ભાજપ સક્ષમ ન હોઈ પીવાના પાણીની બારેમાસ બુમરાડ જોવા મળે છે. છેવાડાના વિસ્તારોમાં બબ્બે દિવસ સુધી પાણી પહોચતુ નથી. પીવાના પાણી માટે કોઈ એક્શન પ્લાન બનાવવામાં નહી આવતા લોકોમાં પણ પાલિકા, ભાજપ અને ધરોઈ પુરવઠા યોજના તરફ રોષ વધતો જાય છે. પીવાના પાણીની આવી હાડમારી વચ્ચે ભાજપ દ્વારા શહેરમાં પીંડારીયા તળાવમાં નર્મદા નિર વધામણાનો કાર્યક્રમ કરવામાં આવતા લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છેકે, ક્યાં સુધી ભાજપ નાટકો કરશે? તરસ ક્યારે બુઝાવશે?
પરેશભાઈ પટેલનો વેધક પ્રશ્ન, ધારાસભ્યની અનઉપસ્થિતિનું કારણ શું ?
નર્મદાનું પાણી આવ્યુ નથી એટલે કે લાવી શક્યા નથી એટલે ?
સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૮.૭૬ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોચતા ભાજપ દ્વારા જાણે વિસનગરમાં પાણી ધોધ વહેવડાવવામાં આવનાર હોય તેમ, ગુજરાતની ચાર કરોડથી વધુ લોકોની વસ્તીને પીવાનુ ગુણવત્તા યુક્ત શુધ્ધ પાણી ઉપલબ્ધ થનાર છે. ૧૮ લાખ હેક્ટર જમીનમાં સીંચાઈ માટે આયોજન તેમજ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જેવા વિસનગરમાં દુષ્કાળ સામે સુરક્ષા પ્રદાન થનાર છે તેવો ભ્રામક પ્રચાર કરવા પીંડારીયા તળાવમાં નર્મદા નિરના વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફતેહ દરવાજા ચોકથી પીંડારીયા તળાવ સુધી શાળાના બાળકો સાથેની રેલી યોજવામાં આવીહતી. પ્રાન્ત ઓફીસર કે.પી.પાટીદાર, મામલતદાર એ.એન.સોલંકી, ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ, પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, પાલિકા સભ્યો, ભાજપના કાર્યકરો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પીંડારીયા તળાવ આગળ નર્મદાનિર વધામણા માટે પૂજા, આરતી વિગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. નર્મદા નિરના પાણીની આવક શરૂ થઈ હોય કે તળાવ નર્મદા નિરથી ભરાયુ હોય અને વધામણા કરે તે યોગ્ય છે. ત્યારે શરમની બાબત છેકે, તળાવમાં એક ટીપુય નર્મદા નિરનું આવ્યુ નહોતુ અને ભાજપના ઈશારે પાલિકા દ્વારા આ તાયફો કરવામાં આવ્યો હતો.
સરદાર સરોવર જ્યારે દોઢેક માસ પહેલા ઓવરફ્લો થયો, દરવાજા ખોલવામાં આવ્યા તે વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નર્મદા નિરથી ઉત્તર ગુજરાતના ૪૦૦ ઉપરાંત્ત તળાવો ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અનુસંધાને ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મહેસાણા ખાતેની ઓફીસનો રૂબરૂ સંપર્ક કરી પીંડારીયુ, હુહુ તથા જાળેશ્વર રોડ ઉપરનુ દેપલ તળાવ ભરવા રજુઆત કરી હતી. ધારાસભ્યએ રૂબરૂ જઈ રજુઆત કરી હોવા છતાં હજુ સુધી શહેરના એકપણ તળાવમાં નર્મદા નિરની આવક થઈ નથી પછી વધામણાના નાટક શુ કરવા કરવા પડે? ક્યાં સુધી પ્રજાને મુર્ખ બનાવવામાં આવશે? કાર્યક્રમોની જાકમજોળથી શહેરીજનોની તરસ છીપાવવાની નથી.
પાલિકા સભ્ય પરેશભાઈ પટેલે ભાજપની સુચનાથી ભાજપ શાસીત પાલિકાના નર્મદા નિરના વધામણાના કાર્યક્રમમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ગેરહાજરી બાબતે પ્રશ્ન કર્યો છેકે, આ કાર્યક્રમમાં ધારાસભ્યની કેમ ગેરહાજરી હતી? શહેરના એકપણ તળાવમાં હજુ સુધી નર્મદાના નિર આવ્યા નથી એટલે કે નર્મદાના નિરની રજુઆત કરવા છતાં લાવી શક્યા નથી એટલે. શહેરને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળે તે માટે નક્કર આયોજન કરવું જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts