Select Page

વિસનગરમાં વેપારી મહા સંમેલન સાથે ઋષિભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજાયો

વિસનગરમાં વેપારી મહા સંમેલન સાથે ઋષિભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના નવ વર્ષ પુર્ણ થતા

  • કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે સામે ચાલીને વેપારીઓનુ સન્માન કરીને સૌના દિલ જીતી લીધા

મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મહેસાણા ના દરેક વિધાનસભા વિસ્તારમાં વિવિધ વેપારી સંમેલન થઈ રહ્યા છે. જેનાં ભાગ રૂપે તારીખ ૧૮/૦૬/૨૩ ને રવિવારે ગોવિંદ ચકલા પટેલવાડીમાં વેપારી મહા સંમેલન યોજાયુ. જેમાં વેપારી મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગોવિંદ ચકલા પટેલ વાડીમાં ૭૦૦ ની બેઠક વ્યવસ્થા કરાઈ હતી. જે તમામ ખુરશીઓ ભરાઈ જતા બીજા ૨૫૦ જેટલા વેપારી મિત્રોએ ઊભા રહેવાનું થયું હતું. આ કાર્યક્રમનું આયોજન કોપર સીટી ગ્રુપ દ્વારા કેબીનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલના ભવ્ય સત્કાર સમારંભ માટે કરાયુ હતુ. કેબીનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલે વિસનગર સીવીલ હોસ્પિટલને ફાળવણી કરેલ કરોડોની ગ્રાન્ટ માટે વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને ફાળવણી કરેલ ગ્રાન્ટ માટે અને વરસાદ વાવાઝોડા વચ્ચે કચ્છમાં કરેલ સેવાઓ બદલ ભવ્ય સન્માન કાર્યક્રમ કરાયો હતો. સાથે જિલ્લા ભાજપ દ્વારા વેપારી મહા સંમેલન કાર્યક્રમનું આયોજન પણ થયું હતું. જેને કોપર સીટી ગ્રુપ દ્વારા કાર્યક્રમને “આવો અમારું આંગણુ અને તમારો કાર્યક્રમ” એવું નામ આપ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમના સ્પોન્સર અને ભોજન દાતા રાજુભાઈ કે.પટેલ-આર.કે.(ચેરમેન, કોપરસીટી ક્રેડીટ સોસાયટી, વિસનગર અને સંયોજક કોપર સીટી ગ્રુપ) હતા. કોપરસીટી મર્ચન્ટ એસોસિએશન સાથે જોડાયેલા વિવિધ ૭૫ જેટલા વેપારી મંડળના પ્રમુખ – મંત્રી અને કારોબારી સભ્યો આમંત્રીત મહેમાન તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમના સ્ટેજ ઉપર મુખ્ય મહેમાન તરીકે કેબીનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ હતા. સ્વાગત પ્રવચન રાજુભાઈ કે.પટેલ દ્વારા થયું હતું અને નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષના કાર્યોની માહિતી પ્રવેશ ઈન્ચાર્જ મનીષભાઈ પટેલે આપી હતી. સાંસદ સભ્ય શારદાબેન પટેલ અને ઋષિકેશભાઇ પટેલે વેપારીઓને સંબોધન કર્યું હતું. આભારવિધિ જિલ્લા ઉપાધ્યક્ષ કમલેશભાઇ પટેલ દ્વારા થયું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન રાજુભાઈ પટેલના માર્ગદર્શન નીચે કીર્તિભાઈ પટેલ કલાનિકેતન (પૂર્વ ભાજપ પ્રમુખ વિસનગર શહેર અને કોપર સીટી વેલ્ફેર એસોસીએશન પ્રમુખ) દ્વારા થયું હતું.
આ કાર્યક્રમમાં કોપર સીટી ગ્રુપ, વિસનગર બ્લડ બેંક અને કોપર સીટી ક્રેડીટ સોસાયટી ના સંચાલક મંડળ દ્વારા ૧૮ ફૂટ મોટા ફાઉન્ટેન ફુલ ના હાર વડે સન્માન કરવામાં આવ્યું હતું. કોપર સીટી ગ્રુપ સાથે જોડાયેલા વિવિધ ૭૨ જેટલા વેપારી એસોસિએશન ના પ્રમુખ મંત્રી ઓ દ્વારા અલગ અલગ શાલ અને ફૂલહારથી સન્માન કર્યુ હતુ. આ સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ માટે મોટા સન્માન સમારંભનો માહોલ ઊભો થયો હતો. એક કલાક જેટલો લાબો સન્માન સમારંભ ચાલ્યો હતો. અને એક કલાક પ્રવચન બાદ પછી સૌ વેપારી મિત્રોએ ભોજન સમારંભમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભોજનનું આયોજન એમજી બજાર વેપારી મંડળ દ્વારા થયું હતું. અને ગોવિંદ ચકલા પાટીદાર સમાજ વડીલો દ્વારા પણ આરોગ્ય મંત્રીનું સન્માન થયું હતું. કાર્યક્રમની વિશેષતા એ હતી કે કાર્યક્રમ દરમિયાન વેપારી મિત્રોનું સન્માન કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે પોતે ઊભા થઈ ફૂલની છાબડી લઈ વેપારીઓની વચ્ચે સભા ખંડમાં જઇને દરેક વેપારીઓ ઉપર ફૂલોની વર્ષા કરી હતી. અને તમામ વેપારી મિત્રોને આવકાર્યા હતા. સ્ટેજ ઉપર કેબીનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સાંસદ સભ્ય શારદાબેન પટેલ, મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, રાજુભાઈ પટેલ-આર.કે., દિનેશભાઈ પટેલ(ચેરમેન એપીએમસી ઉંઝા), મનીષભાઈ પટેલ (પ્રદેશ ઈ.ચાર્જ વક્તા), પ્રકાશભાઈ પટેલ (ચેરમેન-એસ.કે.) , જશુભાઈ પટેલ કાંસા, સતીષભાઈ પટેલ (તાલુકા પ્રમુખ), મનીષભાઈ પટેલ (શહેર પ્રમુખ), સુમિત્રા બેન પટેલ (તાલુકા પંચાયત પ્રમુખ), વર્ષાબેન પટેલ (નગરપાલિકા પ્રમુખ),અને જિલ્લા પદાધિકારીઓ હતા. જેમનુ ફૂલ છડી અને શાલથી કોપર સીટીગ્રુપના હોદ્દેદારોએ સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં કોપર સીટી ગ્રુપના રાજુભાઈ-આર.કે. અને કીર્તિભાઈ કલાનિકેતન ઉપરાંત પ્રમુખ પરેશભાઇ પટેલ, મંત્રી નિમેષભાઈ શાહ, નટુભાઈ પટેલ, કેશવલાલ પટેલ, અજિત ભાઈ ચૌધરી, પી.સી.પટેલ, કરશનભાઇ પટેલ, પ્રવિણભાઈ ચૌધરી, રાજુભાઈ લક્ષ્મી, ભરતભાઈ પટેલ, અજ્યભાઈ પટેલ, કનૈયાલાલ પટેલ, રામાભાઈ પટેલ, દિનેશભાઈ, સંજયભાઈ સથવારા,ચંદુભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, જ્યંતિલાલ પટેલ રાજા અને અંકિતભાઈ, પરેશભાઇ તથા વિવિધ પ્રમુખ મંત્રીઓ સહયોગી હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us