Select Page

વિસનગરમાં પાણીનો બગાડ રોકવામાં પાલિકા નિષ્ક્રીય

વિસનગરમાં પાણીનો બગાડ રોકવામાં પાલિકા નિષ્ક્રીય

આતરે દિવસે પાણી આપવામાં આવે તો બુમરાડ અને રોજ આપવામાં આવે તો વ્યય

વિસનગરમાં પાણીનો બગાડ રોકવામાં પાલિકા નિષ્ક્રીય

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા અઠવાડીયામાં એક દિવસ કાપ મુકી રોજેરોજ પાણી આપવાનુ શરૂ કરવામાં આવતા લોકો દ્વારા હવે પાણીનો દુર્વ્યય કરવામાં આવી રહ્યો છે. પાણી પુરવઠાના સમયે પાલિકા કર્મચારીઓ ફરીને પાણીનો બગાડ કરતા લોકોના કનેક્શન કાપે તેવી લોકોમાં લાગણી જન્મી છે.
વિસનગર પાલિકા દ્વારા અગાઉ આંતરે દિવસે પાણી આપવામાં આવતુ હતુ. ત્યારે પુરતા પ્રમાણમાં પાણી મળતુ નથી તેવો લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હતી. આંતરે દિવસે પાણી મળતુ હતુ. ત્યારે લોકોને પાણીની કિંમત સમજાતી હતી. પાણીનો વ્યય ઓછો થતો હતો. પાલિકા દ્વારા હવે અઠવાડીયામાં એક દિવસ કાપ મુકી રોજ પાણી પુરવઠો આપવાનુ શરૂ કરવામાં આવતા લોકો હવે પાણીની કિંમત ભુલ્યા છે. પાણીનો પુષ્કળ પ્રમાણમાં દુર્વ્યય કરવામાં આવી રહ્યો છે. વિસનગરમાં એવા ઘણા વિસ્તાર છેકે જ્યાં પાણીના સમયે રોડ ઉપર નદીઓ વહે છે. પાણી આવતાની સાથેજ કેટલીક મહિલાઓ રોજેરોજ ઘરનુ આગણુ ધોઈ પાણીનો દુર્વ્યય કરી રહી છે. કેટલીક જગ્યાએ તો પાણીના કનેક્શનની લાઈનમાં નળજ જોવા મળતો નથી. પાણી શરૂ થાય ત્યારથી પાણી બંધ થાય ત્યાં સુધી નળ વગરના કનેક્શનોમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે.
પાલિકા તંત્ર તથા વોટર વર્કસના કર્મચારીઓને પાણીનો પુષ્કળ બગાડ કરતા લોકોની જાણ છે. જેમણે અગાઉ પણ પાણીનો બગાડ કરતા લોકોને અટકાવવા કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરી છે. પરંતુ વોટ બેંક સાચવવા તુર્તજ જેતે વોર્ડના કોર્પોરેટરો પાણીનો બગાડ કરતા લોકોના ઉપરાણામાં આવી જતા કનેક્શન કાપવાની કાર્યવાહી થઈ શકતી નથી. પાણીનો બગાડ કરતા લોકોને ખોટુ પ્રોત્સાહન આપવામાં પણ જે તે વિસ્તારના કોર્પોરેટરો જવાબદાર છે. પાલિકા સભ્યોએ ખરેખર એક સર્વાનુમતે ઠરાવ કરી પાણીનો વ્યય કરનારના કનેક્શન કાપવા તથા દંડ કરવાની સત્તા પાલિકા કર્મચારીઓને આપવી જોઈએ. પાણીનો બગાડ કરવામાં પાલિકાના બોર ઓપરેટરો પણ કેટલેક અંશે જવાબદાર છે. સંપ ઉભરાતા હજારો લીટર પાણી વેડફાતુ હોવાના ઘણા બનાવો બન્યા છે. ઓપરેટરો સુઈ જતાં ઘણી જગ્યાએ સંપ ઉભરાય છે.
પાલિકા પાસે પાણીનો વ્યય કરનારને અટકાવવા વિશાળ સત્તાઓ છે. કાયદેસરની કાર્યવાહી કરવા સુધીની સત્તાઓ છે. પરંતુ મત બેંક સાચવવાના કારણે સભ્યો આડખીલી રૂપ બનતા પાણીનો વ્યય કરનાર સામે કાર્યવાહી થઈ શકતી નથી અને પાણીનો સતત બગાડ થયા કરે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us