Select Page

અધિકારીઓ અને વચોટીયાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે મહેસુલ વિભાગની કચેરીમાં ફરતા વચોટીયાઓ સામે ફરિયાદ કરશે કોણ?

અધિકારીઓ અને વચોટીયાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે મહેસુલ વિભાગની કચેરીમાં ફરતા વચોટીયાઓ સામે ફરિયાદ કરશે કોણ?
  • અત્યારે સકારી કચેરીઓમાં લેતીદેતીના વ્યવહાર વગર અરજદારોના કામો ઝડપી થતા નથી. ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે તો તેને નાબુદ કરવો અશક્ય છે

સરકારના આદેશથી મહેસાણા જીલ્લા કલેક્ટરે મહેસાણા સહિત જીલ્લાના ૧૦ તાલુકાની મામલતદાર કચેરી, પ્રાન્ત કચેરી તથા અન્ય કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબુદ કરવા કચેરીઓમાં રોજેરોજ ફરતા વચોટીયાઓ સામે પોલીસ ફરિયાદ કરવા સ્થાનિક અધિકારીને સુચના આપી છે. પરંતુ અત્યારે અધિકારીઓ અને વચોટીયાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થતો હોવાથી વચોટીયાઓ સામે કોણ ફરિયાદ કરશે તે પ્રશ્ન આમ નાગરિકોના મનમાં ગુંચવી રહ્યો છે.
અત્યારે સરકારી કચેરીઓમાં લેતીદેતીના વ્યવહાર વગર સામાન્ય અરજદારોના કામો થતા નથી. જેમાં મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાનું અગાઉ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપ્યુ હતુ. ત્યારે મહેસુલ વિભાગના કર્મચારીઓએ ઉહાપોહ મચાવ્યો હતો. જોકે રાજ્યમાં મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ફરિયાદો વધતા સરકારે કડક વલણ અપનાવ્યુ છે. સરકાર મહેસુલ વિભાગની કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને નાથવા મથામણ કરી રહી છે. જેમાં અત્યારે ગુજરાત સરકારે મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે રોજેરોજ કચેરીઓમાં ફરતા વચોટીયાઓ સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિક અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. સરકારના આદેશથી જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને મહેસાણા સહિત જીલ્લાના ૧૦ તાલુકાની મામલતદાર કચેરી,પ્રાન્ત કચેરી તથા અન્ય મહેસુલ વિભાગની કચેરીઓમાં અરજદાર સિવાય કોઈ વ્યક્તિ રોજેરોજ ફરતા કચેરીના સી.સી.ટી.વી.કેમેરામાં દેખાય તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સ્થાનિક અધિકારીને કડક સુચના આપી છે. જોકે અત્યારે રાજ્યની દરેક મહેસુલ વિભાગની કચેરીઓમાં ઉંધઈની જેમ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. જેથી તેને નાબુદ કરવો અશ્કય છે. સરકારી કચેરીમાં વચોટીયા વગર અરજદારોના કામો ઝડપી થતા નથી. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. અત્યારે સરકારી અધિકારી, કર્મચારી તથા વચોટીયાઓની મિલીભગતથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સી.સી.ટી.વી.કેમેરા લગાવ્ય ન હોય તેવી જગ્યાએ અરજદારો અને વચોટીયા સાથે લેતીદેતીના વ્યવહાર કરતા હોવાથી તેઓ પકડાતા નથી. જોકે અત્યારે અધિકારીઓ અને વચોટીયાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થતો હોવાથી કચેરીઓમાં રોજેરોજ ફરતા વચોટીયાઓ સામે કોણ ફરિયાદ કરશે તે પ્રશ્ન આમ નાગરિકોના મનમાં ગુંચવી રહ્યો છે. અત્યારે વિસનગર મામલતદાર કચેરી, પ્રાન્ત કચેરી તથા તાલુકા સેવાસદનની અન્ય કચેરીઓમાં મહેસુલ વિભાગના કામકાજ માટે ફરતા ઉમતાના એક એડવાઈઝરે બે વર્ષ પહેલા એલ.એલ.બી. પુર્ણ કર્યુ હતુ. જે આજે વકીલાત કરતા નથી. પરંતુ આ એડવાઈઝર વકીલનો યુનિફોર્મ પહેરી વિસનગર સહિત મહેસાણાની મહેસુલ વિભાગની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાંઠગાંઠ રાખી લોકોના કામ કરાવતા હોવાનું પણ ચર્ચાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts