Select Page

કાંસા ગ્રામજનોનો મોસાળા મહોત્સવ માટે અનેરો થનગનાટ

કાંસા ગ્રામજનોનો મોસાળા મહોત્સવ માટે અનેરો થનગનાટ

ભગવાન જગન્નાથનુ મોસાળુ ભરવા રૂા.૭ લાખ ઉપરાંત્તનુ દાન

  • જશુભાઈ પટેલના માર્ગદર્શનમાં અંબિકા સંસ્થાનુ ટ્રસ્ટ કાંસાના નેજા તળે યોજાયેલ મીટીંગમાં દાતાઓએ મોસાળા મનોરથમાં દાન આપવા અનેરો ઉત્સાહ દાખવ્યો

તા.૭-૭-ના રોજ ઉમિયા માતાની વાડીમાં
સવારે ૧૧-૦૦ કલાકેથી ભોજનપ્રસાદ
સવારે ૧૧-૩૦ કલાકે મોસાળા મનોરથ
બપોરે ૧-૦૦ કલાકે છપ્પનભોગ દર્શન

ધાર્મિક કે સામાજીક નિઃસ્વાર્થ ભાવે કામ કરવાની ભાવના હોય તો કુદરતી સપોર્ટ મળતો હોય છે. રથયાત્રા મોસાળા મહોત્સવમાં જશુભાઈ પટેલને રૂા.૩ લાખ ખર્ચનો અંદાજ હતો. પરંતુ ૬ થી ૭ લાખ ખર્ચ થતો હોવાનુ જાણી હિચકીચાયા વગર અંબિકા સંસ્થાન ટ્રસ્ટ કાંસાના નેજા તળે મોસાળાના આયોજનની મીટીંગ કરતા ભગવાનના મોસાળા માટે ગ્રામજનોએ અનેરો ઉત્સાહ દાખવ્યો હતો અને એકજ મીટીંગમાં રૂા.૭ લાખ ઉપરાંત્તના દાનની જાહેરાત થઈ હતી. રથયાત્રાના મોસાળા માટે કાંસા ગ્રામજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મોસાળા મહોત્સવ કાયમી યાદગીરી બની જાય તેવુ જશુભાઈ પટેલના માર્ગદર્શનમાં આયોજન થઈ રહ્યુ છે.
વિસનગરમાં નિકળતી રથયાત્રામાં મોસાળા મનોરથમા તાલુકાના દરેક ગામડાના લોકો ભાગ લે તેવા ઉદ્દેશથી ભાજપ અગ્રણી જશુભાઈ પટેલે કાંસા ગામથી મોસાળા મનોરથમાં સહભાગી બનવાની શરૂઆત કરી છે. શ્રી અંબિકા સંસ્થાન ટ્રસ્ટ કાંસાના નેજા તળે તેમજ શ્રી હરિહર લાલજી ભગવાનની પ્રાગટ્ય ભૂમિ કાંસા સરદાર ચોકમાં રાત્રે મોસાળાની ઉછામણી માટે મીટીંગ મળી હતી. જેમાં જશુભાઈ પટેલે ગામને શોભે તેવુ રથયાત્રાનુ મામેરૂ ભરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને અપીલ કરતા ધર્મપ્રેમી ગ્રામજનોએ દાનનો પ્રવાહ વહેવડાવ્યો હતો. જેમાં છપ્પનભોગ અને ભોજનદાતા તરીકે રૂા.૩ લાખનુ પટેલ આશિષકુમાર જયંતિલાલ મોરલીયા પ્રભુ સીક્યુરીટી, પટેલ જગદીશભાઈ ગણેશભાઈ વેંજાત, પટેલ દિપકભાઈ પરષોત્તમભાઈ મોરલીયા તથા પટેલ મેહુલભાઈ રમેશભાઈ મોરલીયાએ દાન જાહેર કર્યુ. રૂા.૭૧,૦૦૦ ભગવાન જગન્નાથજીના મામા તરીકે પટેલ જશુભાઈ વિઠ્ઠલદાસ મોરલીયા પૂર્વ પ્રમુખ જીલ્લા ભાજપ, રૂા.૫૧,૦૦૦ બહેન સુભદ્રાજીના મામા તરીકે પટેલ રમેશભાઈ માધવલાલ વિજાત – રોશની મંડપ કાંસા, રૂા.૫૧,૦૦૦ બલરામજીના મામા તરીકે પટેલ દિનેશભાઈ ડુંગરભાઈ શેઠીયા પૂર્વ ડેલીગેટ તા.પં. વિસનગરે દાન જાહેર કર્યુ. જ્યારે સહાયક મનોરથમાં ઘીના ડબ્બા પેટે રૂા.૨૫,૦૦૦ જય અંબે માઈ મંડળ ઉગમણી બાજુ કાંસા, રૂા.૨૨,૦૦૦ પટેલ રમેશભાઈ રણછોડભાઈ પૂર્વ સરપંચ કાંસા મોરલીયા, રૂા.૧૧,૦૦૦ પટેલ સોમાભાઈ જોઈતારામભાઈ હસ્તે નવીનભાઈ માઢીયા, રૂા.૧૧,૦૦૦ પટેલ અમૃતભાઈ રેવાભાઈ વેંજાત, રૂા.૧૧,૦૦૦ પટેલ રેવાભાઈ ભુદરભાઈ ગામી હસ્તે ભરતભાઈ અનીલભાઈ જલારામ પાઈપ, રૂા.૧૧,૦૦૦ પટેલ બ્રીજેશભાઈ હસમુખભાઈ નારાયણભાઈ વેંજાત, રૂા.૧૧,૦૦૦ રાજપૂત અંબુજી પનાજી, રૂા.૧૧,૦૦૦ પટેલ રમણભાઈ કેશવલાલ હસ્તે સંજયભાઈ વિજાત, રૂા.૧૧,૦૦૦ પટેલ કાન્તાબેન બાબુભાઈ બબલદાસ શેઠીયા દ્વારા દાન આપવામાં આવ્યુ છે. જ્યારે ૯૦ જેટલા દાતાઓએ ઘઉં તેલના દાતા તરીકે રૂા.૫૧૦૦ થી ૧૦૦૦ સુધીનુ દાન આપ્યુ છે.
તા.૭-૭-૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે અંબાજી મંદિર હરિહરલાલજી પ્રાગટ્ય સ્થળ કાંસાથી મોસાળુ પ્રસ્થાન કરશે. જેમાં ડી.જે., ટ્રેક્ટરો, ચાર થી પાંચ બગી, ઉંટલારીઓ સાથે મોસાળાની શોભાયાત્રામાં ગ્રામજનો વાજતે ગાજતે મોસાળા મનોરથ સ્થળે ઉમિયા માતાજીની વાડીએ પહોચશે. મોસાળા મનોરથમાં સવારે ૧૧-૦૦ કલાકે પાસ આપેલ આમંત્રીતોનો ભોજન પ્રસાદ શરૂ થશે. ૧૧-૩૦ કલાકે મોસાળા મનોરથીના સામૈયુ કરવામાં આવશે. જ્યારે ૧-૦૦ કલાકે છપ્પનભોગ દર્શન થશે.
મોસાળા મહોત્સવમાં મુખ્ય અતિથીમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, જ્યારે અતિથી વિશેષમાં સાંસદ હરિભાઈ પટેલ, પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા જયરાજસિંહ પરમાર, એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ આર.કે., વિપુલભાઈ ઉર્ફે લાલભાઈ પટેલ – પટેલ જ્વેલર્સ, અનિલભાઈ પટેલ હેપ્પી તથા વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us