Select Page

રામનવમી નિમિત્તે પોલીસ અધિકારીઓના અભુતપુર્વ પ્લાનિંગના પગલે ખેરાલુમાં કાષ્ઠ રથમાં નિકળેલા શ્રી રામના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યો

રામનવમી નિમિત્તે પોલીસ અધિકારીઓના અભુતપુર્વ પ્લાનિંગના પગલે ખેરાલુમાં કાષ્ઠ રથમાં નિકળેલા શ્રી રામના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યો

ખેરાલુ શહેરમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવા માટે એક દોઢ મહિનાથી પ્લાનિંગ ચાલતુ હતુ. જેમાં ખેરાલુ શહેરની યુવા ટીમ સાથે શ્રીરામ સેવા સમિતિ, ક્ષત્રિય ઠાકોર સેના, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો દરરોજ મિટીંગો કરતા હતા. શ્રીરામનો ભવ્ય લાકડાનો રથ બનાવી દેવાયો હતો. લાકડાનો રથ બનાવવાનુ સંપુર્ણ આયોજન વિસનગરના સ્કેવર ડિઝીટલ સ્ટુડીઓવાલા ખેરાલુના વતની ભાનુભાઈ મેવાડા દ્વારા કરાયુ હતુ. શ્રીરામ રથયાત્રાના આયોજન માટે જિલ્લા પોલીસવડા ડા. તરૂણ દુગ્ગલ તથા ડી.વાય.એસ.પી. ચૌહાણ છેલ્લા બે અઠવાડીયાથી સતત મોનીટરીંગ કરતા હતા. પોલીસ ઈન્સપેક્ટર પી.ડી.દરજી દ્વારા રથયાત્રાના રૂટ ઉપર શ્રીરામ ભક્તો માટે કેવી વ્યવસ્થાી છે. કોણ કેવો સેવા કેમ્પ લગાવશે. ક્યાં પોલીસ સતર્કતા રાખવાની છે તેવી જીણવટભરી વ્યવસ્થા ગોઠવી હતી. વિશેષમાં પોલીસ ધાબા પોઈન્ટો પણ ગોઠવ્યા હતા. ખેરાલુ સહિત આજુબાજુના તાલુકાઓની પોલીસ પણ શ્રીરામયાત્રાના સંચાલન માટે હાજર રહી હતી.
રામનવમીના દિવસે સવારે શ્રીરામની અયોધ્યાની પ્રતિકૃતિ લઈ ડા.નિપુલભાઈ નાયકના ઘરે સ્પાન હોમ ટાઉનથી યાત્રા સ્થળ સુધી વાજતે ગાજતે ડી.જે.ના તાલે પ્રસ્થાન કરાયુ હતુ. ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ લિમ્બચમાતાના મંદિર સામે સાધુ સાહેબના મહોલ્લામાં આવેલ રામજી મંદિરે પહોંચી હતી.ચબુતરાવાસ રામજી મંદિરથી શ્રી સાંઈબાબાની પાલખી પણ લિંમ્બચમાતા મંદિર અને રામજીમંદિરના પુજારી દશરથભાઈ મહારાજે ધજા, પાલખી અને શ્રીરામની પ્રતિકૃતિનું પુજન કર્યુ હતુ. ત્યારે ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ જોઈ દશરથભાઈ મહારાજની આંખમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા. ધજા, પાલખી અને શ્રીરામની પ્રતિકૃતિ શ્રી બ્રહ્માણી માતાના મંદિર પહોંચી ત્યારે જયશ્રી રામ ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ.
શ્રી બ્રહ્માણી માતાના મંદિરે રથનું પ્રસ્થાન કરાવવા ૧૧ શ્રીરામ ભક્તોએ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ધોતી, પહેરી ઉઘાડા પગે યાત્રાની તૈયારી કરી હતી. યાત્રાનું પ્રસ્થાન શ્રીરામ સેવા સમિતિના અધ્યક્ષ હેમન્તભાઈ શુકલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ખેરાલુ શહેર ભાજપના પુર્વ પ્રમુખ વી.ડી.દેસાઈ, મનોજભાઈ બ્રહ્મભટ્ટ, જેઠાભાઈ પ્રજાપતિ, અજયભાઈ બારોટ, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પ્રવિણજી ઠાકોર મંદ્રોપુર, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રમેશજી ઠાકોર દેલવાડા તથા બજરંગ દલના અધ્યક્ષ રંગુજી ઠાકોર કુડા, પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર, તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, એ.પી.એમ.સી.ખેરાલુના ચેરમેન રામજીભાઈ ચૌધરી, એ.પી.એમ.સી.ના પુર્વ ચેરમેન ભીખાલાલ ચાચરીયા, પાલિકા સભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, રાજુભાઈ સથવારા, મહેશભાઈ બારોટ, મંજીતભાઈ પ્રજાપતિ, ધર્મેન્દ્રભાઈ બારોટ, નરેશભાઈ બારોટ, પત્રકાર જીતેન્દ્રભાઈ પંડ્યા, મનોજભાઈ ઠાકોર, ચંદ્રકાન્તભાઈ રાવત, પવનભાઈ ચૌધરી, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ આકાશભાઈ ગૌસ્વામી, ખેરાલુ નાગરિક બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈની હાજરીમાં રથનુ પ્રસ્થાન કરાયુ હતુ. શ્રી બ્રહ્માણી માતા ખાતે શ્રીરામની રથયાત્રામાં આવનાર તમામ લોકો માટે પ્રજાપતિ સમાજે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી. ખેરાલુ શહેરના પંચમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રીરામ કૃષ્ણાનંદજી મહારાજ, ખેરાલુની સવળેશ્વર તળાવ ઉપર આવેલી ગુરુ ગાદીના સંતશ્રી પરેશગીરી મહારાજ તથા શ્રી શૈલેષગીરી મહારાજ તેમજ શ્રી સાંઈ મંદિરના મહંત શ્રી રામકૃષ્ણાનંદજી મહારાજ રામભક્તોને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીરામની યાત્રા સુર્યનારાયણ મંદિર પહોચી ત્યારે ભવ્ય સ્વાગત કરાયુ હતુ. હાટડીયા ખાતે ચમાર વાસ પાસે યાત્રાનું સ્વાગત કરાયુ હતુ.શ્રી હિંગળાજ માતાના ચોકમાં બારોટ સમાજ દ્વારા સ્વાગત કરાયુ હતુ. મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંક પાસે તમામ કોમોએ સ્વાગત કર્યુ હતુ. ખારીકુઈ ચોકમાં અલકા હોસ્પિટલ વાળા હર્ષદભાઈ વૈદ્યે સ્વાગત કર્યુ હતુ. જૈન દેરાસર સામે રમેશભાઈ કંદોઈ દ્વારા શિકંજીથી સ્વાગત કર્યુ હતુ. ખોખરવાડા સંઘ પાસે ઠાકોર સમાજ તથા ખેરાલુ શહેર ભાજપ દ્વારા લસ્સી જેવી છાસ દ્વારા સ્વાગત કર્યુ હતુ. જ્યાં જ્યાં ભવ્ય સ્વાગત થયુ ત્યાં ઠંડા પાણીની બોટલો, શિકંજી, શરબત, છાસના કેમ્પોમાં લોકોેએ સેવા કરી હતી. પોલીસની અભુતપુર્વ કામગીરીના અંતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો. મુસ્લીમ સમાજ દ્વારા સ્વ્યંભુ જનતા કરફ્યુ રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સહકાર આપ્યો હતો. જે સારી બાબત કહેવાય.