તા.૧૬-૧૧-૨૦૨૫ ના રોજ રક્તદાન કેમ્પ યોજાશે રાજુભાઈ પટેલના પિતા સ્વ.કાનજીભાઈ પટેલની પુણ્યતિથિએ મેઘા રક્તદાન કેમ્પ
વિસનગરમાં આર.કે. જ્વેલ્સવાળા રાજુભાઈ પટેલ તેમના પિતા સ્વ.કાનજીભાઈ પટેલની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ કરી સમાજ સેવાનુ ઉત્કૃષ્ઠ કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે સામાજીક પ્રસંગમાં સેવાના કાર્યો કરવા સમાજને સંદેશો આપ્યો છે. તા.૧૬ નવેમ્બર ૨૦૨૫ ને રવિવારના રોજ ગોવિંદચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ યોજાશે. રક્તદાન કરનાર દરેક રક્તદાતાને આકર્ષક પ્રોત્સાહક ભેટ આપવામાં આવશે. વિસનગર શહેર અને તાલુકાના રક્તદાતાઓને રક્તદાન કરવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના ચેરમેન અને આર.કે જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક રાજુભાઈ કે.પટેલના પિતા સ્વ.કાનજીભાઈ કચરાભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજુભાઈ પટેલ વિસનગરના ભામાશા પોતાના દરેક સામાજિક પ્રસંગમાં પ્રસંગની સાથે સાથે સામાજિક સેવાના પણ કાર્યો કરી રહ્યા છે. આમ સેવાના સથવારે પોતાના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. વિસનગર શહેર અને તાલુકાની જનતાને કેમ્પમાં રક્તદાન કરવા જાહેર આમંત્રણ આપ્યુ છે. દરેક રક્તદાતાને આકર્ષક ગીફ્ટ સાથે ચા કોફી નાસ્તાનું આયોજન કરવામાં આવેલ છે. રક્તદાન એ મહાદાન છે. આવા મેગા રક્તદાન બ્લડ કેમ્પમાં રક્તદાન કરવા માટે રક્તદાતાઓ હંમેશા ઉત્સાહી રહ્યા છે. આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થા તરીકે વિસનગર વોલન્ટરી બ્લડ બેંક, શુભેચ્છક સંસ્થા તરીકે કોપર સીટી મર્ચન્ટ એસોસિયેશન વિસનગર, કોપર સીટી કોમર્શિયલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિસનગર, અંતિમ વિસામો ટ્રસ્ટ, સાર્વજનિક સ્મશાન ગૃહ અને સ્વસ્તિક મિત્ર મંડળ જોડાયેલા છે. આ રક્તદાન કેમ્પમાં સર્વે રક્તદાતાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. તા.૧૬-૧૦-૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૮-૩૦ થી બપોરે ૧-૦૦ કલાક સુધી સવાલા દરવાજા ગોવિંદ ચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ યોજાશે.