Select Page

હરિહર વસ્તી વિભાગની ૨૫ ઉપરાંત્ત સોસાયટીનુ હિન્દુ સંમેલન તા.૧-૩ રવિવારે તિરૂપતી ટાઉનશીપમાં યોજાશે

હરિહર વસ્તી વિભાગની ૨૫ ઉપરાંત્ત સોસાયટીનુ હિન્દુ સંમેલન તા.૧-૩ રવિવારે તિરૂપતી ટાઉનશીપમાં યોજાશે

ભવ્ય હિન્દુ સંમેલન યોજવા માટે હરિહર વસ્તી વિભાગમાં આવતી આશરે ૨૫ જેટલી સોસાયટીઓના પ્રમુખ મંત્રીઓની મીટીંગ તા.૧૫/૦૨/૨૦૨૬ ને રવિવારે રાત્રે ૯ઃ૦૦ કલાકે તિરૂપતિ ટાઉનશીપમાં મળી હતી. જે અનુસંધાને હરિહર વસ્તી વિભાગમાં સમાવિષ્ટ તિરૂપતિ ટાઉનશીપમાં તા.૦૧/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ સાંજે ૪ઃ૦૦ કલાકે ભવ્ય હિન્દુ સંમેલન યોજાવાનો નિર્ણય કરાયો. હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ, સંસ્કાર તથા સામાજિક સમરસતાને મજબૂત કરવા તેમજ સમાજના પ્રત્યેક વર્ગને કોઈપણ નાતજાતના ભેદભાવ વગર એક મંચ ઉપર લાવી એકતા જાગૃતતા અને રાષ્ટ્રભાવના નો સંદેશો આપવાના શુભ આશય સાથે આ વિરાટ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં હરિહર વસ્તી વિભાગમાં આવતી સોસાયટીઓ જેવી કે ગોવિંદ ચકલા, પટેલ નગર, ઉમિયા નગર, અમીકુંજ, હરિહર, અંબિકા આશિષ, ગાયત્રી, ગુરુકૃપા શાસ્ત્રીનગર, પ્લેટિનમ પ્રાઇડ, મહાલક્ષ્મી, મેઘદૂત, શાસ્ત્રીનગર, અસાઈતનગર, પરિમલ, માં રેસીડેન્સી, ઇન્દ્રપ્રસ્થ, રઘુકુળ ૧ અને ૨, અર્બુદાનગર, ત્રિભોવન પાકૅ, ત્રિભુવન ગેલેક્સી, તિરૂપતિ ટાઉનશીપ, સુરમ્ય ફ્લેટ, હેરિટેજ ડિવાઇન, લક્ષ્મી વગેરે સોસાયટીના સમગ્ર હિન્દુ સમાજના બંધુઓ ભગીનીઓ માતૃશક્તિઓ તથા યુવાનોને આ સંમેલનમાં મોટી સંખ્યામાં સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. ભવ્ય હિન્દુ સંમેલન ના ભાગરૂપે તા.૨૫/૦૩/૨૦૨૬ ના રોજ સાંજે ૪ઃ૦૦ વાગે આ વિસ્તાર માટે બાઈક રેલીનું આયોજન કરેલું છે. જેમાં આ સમગ્ર સોસાયટીના ભાઈઓ બહેનોએ ૪ઃ૦૦ વાગે તિરૂપતિ ટાઉનશીપના કોમન પ્લોટ માં હાજર રહેવા માટે આહ્‌વાન કરવામાં આવેલ છે.