Select Page

વિસનગરમાં શોભાયાત્રાના સ્વાગત માટે ઠેર ઠેર તડામાર તૈયારીઓ

વિસનગરમાં શોભાયાત્રાના સ્વાગત માટે ઠેર ઠેર તડામાર તૈયારીઓ

માઁ ઉમાના રથનું ૨૯મીથી આગમન – તા.૩જીએ નગરમાં શોભાયાત્રા

વિસનગરમાં શોભાયાત્રાના સ્વાગત માટે ઠેર ઠેર તડામાર તૈયારીઓ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર તાલુકામાં ૨૯મીથી માઁ ઉમિયાના રથનું આગમન થઈ ચુક્યુ છે. ૨૯મીએ સેવાલીયાથી લક્ષ્મીપુરા થી ઘાઘરેટ લાઈનના તમામ ગામ તથા તા. ૩૦મીએ કડાથી કંસારાકુઈ લાઈનના તમામ ગામડા તથા ૧લીએ પાલડી-દેણપ-ઉમતા લાઈનના તમામ ગામમાં રથનું પ્રયાણ થઈ ચુક્યુ છે. આ બધાજ ગામમાં ઠેર ઠેર સ્વાગત- આરતી- ભોજન અને શોભાયાત્રાના વિવિધ કાર્યક્રમો થયા છે. જ્યારે આજે તા. ૨ સોમવારે જેતલવાસણાથી કાંસા ગામની લાઈનોમાં ફરશે. કાંસા ગામમાં પણ જશુભાઈ અને ભરતભાઈ સરપંચ સ્વાગતની ભવ્ય તૈયારી કરી રહ્યા છે. ઉદલપુર ગામે માઁ ના રથ આગમન દરમ્યાન એક હજારથી વધુ લોકોએ ભોજન લીધુ હતું. ગ્રામ્ય પ્રવાસ દરમ્યાન ઉંઝા સંસ્થાન કારોબારી સભ્યો રાજુભાઈ (આર.કે.), કરશનભાઈ શેઠ ઉમતા, ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ પટેલ અને ઈશ્વરલાલ નેતા અવાર નવાર હાજરી આપી કાર્યકર કન્વીનરોને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે. વિસનગર શહેરમાં તા.૨જી રાત્રે રથ આવશે. જે ગોવિંદ ચકલા, ગરબી ચોકમાં રોકાશે અને ત્યાં ઉમિયાના રાસ ગરબાનું ભવ્ય આયોજન થશે. જેની જવાબદારી ગોવિંદ ચકલા યુવક મંડળ, નવરાત્રી મંડળ અને સમસ્ત ગોવિંદ ચકલા પાટીદાર સમાજ દ્વારા લેવાઈ છે. ગરબા કાર્યક્રમ રાત્રે ૮-૩૦ કલાકે થશે. જ્યારે ૩જી ડીસેમ્બર મંગળવારે સવારે ૯-૦૦ કલાકેથી સાંજે ૫-૦૦ કલાક સુધી વિસનગર શહેરમાં માઁ ઉમિયાના રથની શોભાયાત્રા શહેરમા ફરશે. સવારે ૯-૦૦ કલાકે ઉમિયામાતાના મંદિરે આરતી થશે. જે ચઢાવવાથી આરતી દાતા નક્કી થશે. પછી શોભાયાત્રા બીજે આરતી થશે નહી પણ સ્વાગત કાર્યક્રમ થસે. આ કાર્યક્રમની ટ્રાફીક વ્યવસ્થા તળ ક.પાટીદાર અને ગોવિંદ ચકલા યુવક મિત્રો સંભાળશે. શોભાયાત્રા શુભારંભે ગુંદીખાડ સમસ્ત દેશ ફુલહારથી સ્વાગત કરશે ત્યાંથી ફત્તેહ દરવજા, કડા દરવાજા, ગંજી અને દિપડા દરવાજા પાટીદાર ભાઈઓ બહેનો અને અન્ય સમાજના સભ્યો દ્વારા સ્વાગત તથા સેવા કેન્દ્રો થનાર છે. બપોરે એસ.કે.કોલેજમાં ચેરમેન પ્રકાશભાઈ પટેલ (પ્રમુખ તળ ક.પાટીદાર) તરફથી ભોજન કાર્યક્રમ થશે. ત્રણ દરવાજા પાસે એમ.જી.બજાર વેપારી મંડળ સ્વાગત કરશે. સિવીલ હોસ્પિટલ પ્રચાર સાપ્તાહિક ગૃપ અને વેપારીમિત્રો સ્વાગત કરશે. નૂતન રોડ ઉપર નૂતન હાઈસ્કુલ તથા અન્ય સંસ્થાઓ સ્વાગત કરશે. ગંજબજાર આગળ ધારાસભ્ય ઋષિકેશભાઈ અને એ.પી.એમ.સી. કમિટી દ્વારા આઈસ્ક્રીમ ગુલ્ફીનો સેવા કેમ્પ રહેશે. જ્યાં ગંજબજાર વેપારી મંડળ અને સિમેન્ટ કપચી એસો.સ્વાગત કરશે. ગંજબજારથી આખલીપરામાં કોહીનુર કોમ્પલેક્ષ સ્થળે સોસાયટીઓ સ્વાગત કરશે. કાંસા ચાર રસ્તા લેઉવા પાટીદાર સમાજ, બાવન ક.પા.સમાજ, બહારગામ ક.પા.સમાજ, કચ્છી ક.પા.સમાજ, વિસ ઈન્ડીયા ગૃપ સ્વાગત કરશેે. સોના કોમ્પલેક્ષ ૭૦૦ સમાજ અને બાવીસી સમાજ સ્વાગત કરનાર છે. રાજુભાઈ આર.કેના મકાન પાસે સ્વસ્તીકગૃપ અને આજુ બાજુ સોસાયટીઓ સ્વાગત કરશે. આશિષ, અંબિકામાં ભાવેશભાઈ શ્રીજી બુલીયન ગૃપ દ્વારા સેવા કેમ્પ થનાર છે. આમ આટલા નોંધાયેલા કેન્દ્રો છે. હજુ પણ નવા સ્વાગત કેન્દ્રો નોંધાઈ રહ્યા છે. જે ઠેર ઠેર સ્વાગત માઁ ઉમાના રથનું કરશે. દરેક જગ્યાએ અન્ય જ્ઞાતિના સમાજો પણ સ્વાગત માટે તૈયાર છે. વિસનગર લક્ષચંડી સ્મસ્ત કમિટી દ્વારા દરેક કાર્યકર્તા કન્વીનરો અને શોભાયાત્રામાં ભાગ લેનાર તમામને નમ્ર વિનંતી કરી છે કે શોભાયાત્રા કોઈ નાની જ્ઞાતિના ભેદભાવ વગર કોમી એખાલસથી શાંતિ પુર્ણ કરીશું અને કોઈને ક્યાંય આપણા તરફથી તકલીફ ન પડે તેવું સતત ધ્યાન રાખવા અનુરોધ કરેલ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us