Select Page

તંત્રી સ્થાનેથી…. મહારાષ્ટ્રમાં શિવસેનાએ ૩૦ વર્ષની તપસ્યાનો સત્તા માટે ભંગ કર્યો

તંત્રી સ્થાનેથી…. મહારાષ્ટ્રમાં શિવસેનાએ ૩૦ વર્ષની તપસ્યાનો સત્તા માટે ભંગ કર્યો

તંત્રી સ્થાનેથી….

મહારાષ્ટ્રમાં શિવસેનાએ ૩૦ વર્ષની તપસ્યાનો સત્તા માટે ભંગ કર્યો

મહારાષ્ટ્રમાં શિવસેનાએ ગઢ મેળવ્યો છે પણ સિદ્ધાંતનો સિંહ ગુમાવ્યો છે. શિવસેના માટે “ગઢ આલા વ સિદ્ધાંત ચા સિંહ ગેલા” શિવસેના હિન્દુત્વના મુદ્દા ઉપર રચાયેલો પક્ષ હતો. બાલા સાહેબ ઠાકરે મરાઠા કોમનું અને મરાઠાવાડમાં રહેતા હિન્દુઓનું રક્ષણ કરવા માટે બનાવેલો પક્ષ હતો. શિવસેના – શિવસેનાને તેના હિન્દુત્વ વાદને કારણે મહારાષ્ટ્રમાં મત મળ્યા છે. ભાજપ પણ હિન્દુત્વવાદ ઉપર રચાયેલો પક્ષ છે. બન્ને પક્ષોની એક વિચારધારાને લઈને ભાજપ અને શિવસેનાનું ગઠબંધન છેલ્લા ૩૦ વર્ષથી મહારાષ્ટ્રમાં હતું બન્ને સાથે રહી વહીવટ કરતા હતા. ભાજપ મોટુ મન રાખી મોટાભાઈની જેમ શિવસેના દ્વારા વખતોવખત તેમના મુખપત્ર સામનામાં થતા પ્રહારો નાના ભાઈની બાળક બુદ્ધિ સમજી ચલાવી લેતો હતો. પણ આ વખતે કરેલી ભૂલ શિવસેના માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. શિવસેના ગમે તેટલો ભાજપનો વિરોધ કરતુ હતું પણ તે એક વિચારસરણીવાળા ભાજપને છોડીને કદી દૂર થતું ન હતું. ચુંટણી પહેલા ટીકીટોની વહેંચણીમાં વિવાદો થતાં હતા પણ છેવટે બન્ને પક્ષ એક વિચારધારાને લઈ એક થઈ ચુંટણી લડી ગમે તે ક્ષેત્રે સત્તા મેળવતા હતા. છેલ્લી વિધાનસભાની ચુંટણીમાં શિવસેનાએ સત્તાની લાલચમાં તેના હિન્દુત્વવાળા મુદ્દાને નજરઅંદાજ કરી ફક્ત સત્તાને લક્ષમાં રાખી આખા મહારાષ્ટ્રની જનતા સાથે દ્રોહ કર્યો છે. શિવસેનાને મળેલા મતો ભાજપ અને શિવસેનાના છે. તેવી રીતે ભાજપને મળેલા મતો પણ બન્ને પક્ષોના છે. ભાજપ હિન્દુત્વના મુદ્દાને પકડી રાખી અડગ રહ્યુ પણ છેવટે સત્તાની લાલચમાં તેણે પણ સિદ્ધાંતને નેવે મૂક્યા કે શરદપવારની ચાલમાં આવ્યા. પણ શિવસેનાએ જે રીતે નીચી મુંડી કરીને સત્તા માટે એન.સી.પી. અને કોંગ્રેસને ઘુંટણીએ પડી હાથ મેળવ્યા છે તે રીતે ભાજપનું એન.સી.પી.સાથેનુ સરકાર રચવાના નાટકમાં ભાજપનો હાથ ઉપર હતો. કોઈ શરતો ભાજપે સ્વીકારી નહતી. જ્યારે શિવસેનાએ લાંબા સમય સુધી એન.સી.પી. અને કોંગ્રેસ સામે કાલકુદી કરી તમામ શરતો સ્વીકારી કેન્દ્રમાંથી એન.ડી.એ.માંથી નીકળી જવાની શરત પણ મંજુર રાખી પોતાના હિન્દુત્વવાળા સિદ્ધાંતને જતા કરી ફક્ત સત્તાને લક્ષમાં રાખી બાલાસાહેબ ઠાકરે કોંગ્રેસ વડા સોનીયા ગાંધી સામે જવાનું ટાળતા હતા. અને સોનીયા ગાંધી સમક્ષ જનારને નામર્દ ગણાવતા હતા. તેમના પુત્ર ઉધ્ધવ ઠાકરે સોનીયા ગાંધીને મળી, કગરીને પિતાના તમામ સિદ્ધાંતો નેવે મૂકી દીધા તેનાથી આગળ વધી પુત્ર આદિત્ય ઠાકરેને ગાંધી પરિવારને શપથમાં હાજર રાખવા માટે દિલ્હી મોકલ્યા છતાં કોઈ આવ્યું નહી, ત્યારે બાલ ઠાકરે સાહેબનો આત્મા કેટલો દુઃખી થયો હશે? શિવસેનાની આ ભૂલ થોડા વર્ષ પછી આવનારી બીજી ચુંટણીઓમાં નડશે. શિવસેનાએ કોંગ્રેસ અને એન.સી.પી. સાથે ગઠબંધન કરી આવનાર તમામ ચુંટણીઓ લડવી પડશે ત્યારે ભાજપ જ્યારે એકલે હાથે હિન્દુત્વના મુદ્દા ઉપર ચુંટણી લડશે ત્યારે ભાજપને ચોક્કસ ચુંટણીમાં જીત મળવાની છે. આતો વર્ષો પહેલા રાજાશાહી વખતે હિન્દુ રાજાઓ મુસ્લીમ રાજાઓનો સાથ લઈ હિન્દુ રાજ્યને હરાવી તે હિન્દુના રાજ્યમાં મુસ્લીમ રાજ સ્થાપતા હતા. અને મદદ લેનાર હિન્દુ રાજાને પણ મુસ્લીમ રાજાની શરણાગતિ સ્વીકારવી પડતી હતી તેમ મહારાષ્ટ્રમાં તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ વાત પ્રજાને કદી પણ ગમવાની નથી. શિવસેનાએ જે પક્ષોના મૂળભૂત સિદ્ધાંતોમાં હિન્દુત્વવાદ નથી તેવા પક્ષોનો ટેકો લઈ હિન્દુત્વવાળા ભાજપ પક્ષને પછાડ્યો છે તે પ્રજા કદી સ્વીકારવાની નથી. શિવસેનાને રાષ્ટ્રવાદમાં માનતા કોંગ્રેસ અને એન.સી.પી.ના હાથ નીચે રહેવું પડશે તે ચોક્કસ વાત છે. જોકે મહારાષ્ટ્રનું ગઠબંધન કદી ટકી શકવાનું નથી. નદીમાં પૂર આવે ત્યારે બન્ને કાંઠા પાણી પાણી થઈ જાય ત્યારે કાયમ માટે જમીન ઉપર ઝગડતા એકબીજાનો શિકાર કરતા પ્રાણીઓ વરુ, બિલાડી, સાપ, નોળીયો, ચિત્તો પાણીથી બચવા માટે એક ઝાડ ઉપર ચડી જઈ જીવ બ
ચાવે ત્યારે લડે નહી પણ જ્યારે પૂર ઓસરે ત્યારે બધા હતા તેવાને તેવા. આવુંજ કંઈક મહારાષ્ટ્રમાં બનવાનું છે, ભાજપના દેવેન્દ્ર ફડણવીસની સરકાર બનાવવાની ભૂલ કે શરદપવારની ચાલમાં ભાજપ સરકાર બનાવવાની ભૂલના વાવાઝોડામાં ત્રણે પક્ષો એક થઈ ગયા. પણ જુદી જુદી વિચારધારા રાખવા વાળા ત્રણ પક્ષો કદી એક થઈ શકવાના નથી. મહારાષ્ટ્રની સરકાર પડશે ત્યારે શિવસેનાને તેની ભૂલ સમજાશે ત્યારે ઘણું મોડુ થઈ ગયું હશે. એક અંગેજી કહેવત શિવસેનાને લાગુ પડે છે. જેણે વૅલ્થ એટલે કે નાણાં ગુમાવ્યા તેણે કશુ ગુમાવ્યું નથી જેણે હેલ્થ ગુમાવી તેણે કંઈક ગુમાવ્યુ છે. પણ જેણે કેરેક્ટર ગુમાવ્યુ(અહી કેરેક્ટરનો અર્થ સિદ્ધાંત કરવાનો છે) તેણે બધુ ગુમાવ્યુ છે. શિવસેનાએ ૩૦ વર્ષ સુધી ઉછેરેલો સર્વ લોકોને સ્વીકાર્ય હિન્દુત્વવાદનો સિદ્ધાંત સત્તા માટે ગુમાવ્યો છે. તેણે બધુ ગુમાવ્યું છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us