Select Page

ખેરાલુના તળાવોમાં પૈસા ભરાવી પાણી આપવાના મુદ્દે ગુુજરાત સરકારની કિન્નાખોરી સામે કોંગ્રેસ પણ ઘુંટણીયે

ખેરાલુના તળાવોમાં પૈસા ભરાવી પાણી આપવાના મુદ્દે  ગુુજરાત સરકારની કિન્નાખોરી સામે કોંગ્રેસ પણ ઘુંટણીયે

ખેરાલુના તળાવોમાં પૈસા ભરાવી પાણી આપવાના મુદ્દે
ગુુજરાત સરકારની કિન્નાખોરી સામે કોંગ્રેસ પણ ઘુંટણીયે
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરના તળાવો કાળઝાળ ગરમીમાં કોરા ધાકોર થઈ જતા પશુ-પક્ષી માટે પાણી તળાવોમાં ભરવા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ યુધ્ધના ધોરણે સરકારમાં પત્ર લખી જાણ કરી. એક તબક્કે પાણી આપવા સરકાર નનૈયો ભણવાની તૈયારીમાં હતી ત્યારે સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ વ્યક્તિગત રસ લઈને પાણી પુરવઠા મંત્રી સમક્ષ રજુઆત કરતા અંતે ધરોઈ ડેમ એક દિવસ પાણી લીફ્ટ કરીને આપવાનો ખર્ચ ૧૪૦૦૦/- રૂા. આપવાની શર્તે મંજુરી મળી. ખરેખર ચુંટણી હોય ત્યારે આજ પાણી મફત આપવામા આવે છે અને હાલ પશુ-પક્ષી કાળઝાળ ગરમીમાં તરસ્યા મરે છે ત્યારે સરકાર દ્વારા એક દિવસના ૧૪૦૦૦/- રૂા. વસુલી પાંચ-છ દિવસ પાણી આપવું તે એક પ્રકારની સરકારી તંત્રની કિન્નાખોરી જ કહેવાય.
આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ કે સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીને પણ ધરોઈનું પાણી લાવતા એક મહિનો થયો તો સામાન્ય ખેડુતોની હાલત તો પાણી લાવવામા કેવી થઈ હોત તે વિચારો. સરકારે નિયમ બનાવ્યો છે કે નર્મદા પાઈપ લાઈન ની આજુબાજુ બે કિલો મિટરના વિસ્તારમા તળાવો આવતા હોય તો ત્યાં પાણીની પાઈપ લાઈનો દ્વારા પાણી મફત આપવુ. ધરોઈથી પાણી લાવવા ખેડુતોએ તબક્કા વાર ખેરાલુ નગર પાલિકામાં લોકફાળો ભર્યો. ખેરાલુ નગરપાલિકાએ ધરોઈ ડેમ ખાતે એકઝીક્યુટીવ એન્જીનીયર ધરોઈ હેડવર્કસ ડીવીઝન નંબર-૧ ને ચેક મોકલ્યા. ધરોઈથી પાણી કેનાલમાં નંખાયુ કેનાલમાંથી પાણી રસુલપુરમાં નંખાયુ. રસુલપુરથી કુડા પાઈપ લાઈન દ્વારા નહેરમાં પાણી નંખાયુ નહેરમાં ૮ કી.મી. પાઈપ લાઈનથી વહેળામાં ખુલ્લુ પાણી ચિમનાબાઈ સરોવરમાં નંખાયુ. આ પાણી નંખાયુ ત્યારે પાઈપ લાઈન આસપાસના બે.કી.મીના તળાવોમાં લોકોએ વાલ્વ ખોલી નાંખ્યા જેથી બે-ત્રણ દિવસે ચિમનાબાઈ સરોવરમાં પાણી પહોચ્યુ નહોતું ફરીથી ધરોઈ ડેમના એક્ઝીક્યુટીવ ઈજનેર સમક્ષ રજુઆત કરાતા પાંચ થી છ દિવસ પાણી છોડાયુ જે ચિમનાબાઈ સરોવરમાં આવ્યુ. રસુલપુરથી ચિમનાબાઈ સરોવર સુધી પાણી પહોંચે તે માટે દેસાઈવાડા વિસ્તારના ૪૦ ઉપરાંત યુવકો દિવસ રાત ચોકી પહેરો ભરતા હતા કે હવે ફરીથી કોઈ જગ્યાએ વાલ્વ લોકો ખોલી ન શકે. પ૦ ક્યુસેક પાણી ચિમનાબાઈ સરોવરમાં પહોચતા ૩પ ક્યુસેક થઈ જાય છે. અને ચિમનાબાઈ સરોવરથી કુંભારખાડ અને સવળેશ્વર તળાવ પહોચતા માત્ર ર૦ ક્યુસેક પાણી જ વધે છે. હવે મુળ પ્રશ્ન ઉપર પાછા આવીએ કે ગુજરાત સરકારે જે નિયમ બનાવ્યો કે નર્મદા પાઈપ લાઈન આસપાસના બે કી.મી. વિસ્તારના તળાવો ભરવા કોઈ ચાર્જ નહી થાય પરંતુ દુરના તળાવો ભરવા માટે સરકાર લીફ્ટ કરાતા પાણીનું વિજબીલ વસુલવું. આ બાબતે ખેરાલુના ડૉ.હર્ષદભાઈ વૈદ્યે જણાવ્યુ હતુ કે આ એક પ્રકારે ખેડુતો સાથે અન્યાય છે. સરકારના આ નિયમ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવી જોઈએ.
• ધરોઈ ડેમનું પાણી લીફ્ટ કરીને ચિમનાબાઈ સરોવરની કેનાલની પાણી આપવા મુદ્દે કુંભારખાડ અને સવળેશ્વર તળાવ ભરવા ખેડુતોએ ૭૦ હજાર ઉપરાંત લોક ફાળો ભર્યો
• તળાવો ભરવા માટે સરકારના નિયમો ગેર વ્યાજબી
• તળાવો ભરવાનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યા પછી લીફ્ટ કરાતા પાણીનું લાઈટબીલ લેવા મુદ્દે કોંગ્રેસ પણ ચુપ
• સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ મધ્યસ્થી કરતા સરકારે પૈસાથી પાણી વેચ્યુ
સરકારના ખેડુતો સાથેના તળાવો પાણીથી ભરવા માટે લીફ્ટ કરાતા પાણીમાં વિજબીલના નાણા વસુલાત માટે કોંગ્રેસ પક્ષ પણ સરકાર સામે ઘુંટણીયે પડયુ હોય તેમ લાગે છે.તાજેતરમા ર૬-પ-ર૦ર૦ના રોજ કોંગ્રેસના આગેવાનો સરકાર સામે માંગણી કરવા આવેદન પત્ર આપવા તાલુકા સેવા સદનમાં ઉમટી પડયા હતા. સ્થાનિક મોબાઈલ મીડીયા સામે સરકાર વિરોધની મોટી મોટી વાતો કરતા હતા પણ હાલ ખેડુત ને જે ખરેખર અન્યાય કરતા સરકારી નિયમ છે તેના વિરૂધ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો. કોંગ્રેસ પક્ષ ખરેખર ખેડુતોનું ભલુ ચાહતો હોય તો રસુલપુરથી એક પાઈપ લાઈન રૂપેણ નદી સુધી નંખાવવા માટે રજુઆત કરી હોત તો ખરેખર ખેડુતોના હિતેચ્છુ કહેવાયા હોત. રસુલપુર થી પાણી ચિમનાબાઈ સરોવરમાં અથવા તો ચિમનાબાઈ કેનાલ સુધી પાઈપ લાઈન નંખાવવી જોઈએ જે પ૦ ક્યુસેક પાણીની હોવી જોઈએ. પ૦ ક્યુસેક પાઈપ લાઈનનો પંમ્પનો વહીવટ પીયત મંડળી કરે. ધરોઈની કેનાલમાંથી સિધુ પાણી લિફ્ટ થઈ ચિમનાબાઈ સરોવર કે તેની કેનાલમાં પહોચે. રસુલપુરથી નંદાલી પાસે કેનાલમાં પાઈપ લાઈન નાંખવા માંગણી કરવી જોઈએ. કોંગ્રેસ પક્ષને સરકારનો વિરોધ કરવામા રસ છે પરંતુ ખરેખર ખેરાલુ શહેર અને તાલુકાનું હિત શેમા સમાયેલુ છે. તે જોયા વગર આડેધડ સરકાર વિરોધના આવેદન પત્રો અપાવવા ફોટા પડાવવા અને સોશિયલ મિડીયામાં સક્રિય રહેવા સિવાય કોંગ્રેસના નેતાઓ કોઈ કામ કરતા નથી જેના કારણે દર વિધાનસભામાં કોંગ્રેસના વોટ ઘટે જાય છે અને ભાજપ મજબુત થાય છે. હાલ કુંભારખાડ અને સવળેશ્વર તળાવમાં પાણી આવ્યુ છે તે સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીને આભારી છે ખેડુતો તેમનો આભાર માને તેટલો ઓછો કહેવાય. પણ પૈસાથી પાણી મેળવ્યુ તે વ્યાજબી ન કહેવાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us