Select Page

પ્રચાર સાપ્તાહિક તંત્રીના પત્ની કોરોનામાં સપડાયા સિનિયર સિટીઝન્સ હોય તો કોરોના સંક્રમણનો ખ્યાલ રાખજો

પ્રચાર સાપ્તાહિક તંત્રીના પત્ની કોરોનામાં સપડાયા સિનિયર સિટીઝન્સ હોય તો કોરોના સંક્રમણનો ખ્યાલ રાખજો

પ્રચાર સાપ્તાહિક તંત્રીના પત્ની કોરોનામાં સપડાયા
સિનિયર સિટીઝન્સ હોય તો કોરોના સંક્રમણનો ખ્યાલ રાખજો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઘરમાં સિનિયર સિટીઝન્સ હોય તો દરેક ખાસ ખ્યાલ રાખજો. ઘરની બહાર નહી નિકળતા સિનિયર સિટીઝન્સ ક્યારે સંક્રમીત થાય તેનુ કંઈ નક્કી હોતુ નથી. પ્રચાર સાપ્તાહિક તંત્રીના ધર્મપત્ની કોરોનામાં સપડાતા સામે ચાલીને આરોગ્ય વિભાગને તમામ હકીકતો આપી હતી અને મકાન માઈક્રો કન્ટેન્મેન્ટ કરાવ્યુ હતુ. કોરોના હોય તો છુપાવશો નહી તેની તપાસ કરાવો. જેની સમયસર સારવાર મળતા કોરોનાને મ્હાત આપી શકાય છે. બીકના કારણે કે આબરૂના કારણે સારવારમાં વિલંબ થાય તો કોરોના પ્રાણઘાતક બની શકે છે.
પ્રચાર વિસનગર સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટના ધર્મપત્ની અરૂણાબેન બ્રહ્મભટ્ટને પંદરેક દિવસ પહેલા તાવ આવ્યો હતો. એન્ટી બાયોટીક્સ દવા ચાલુ કરતા ચાર દિવસમાં તાવ ઉતરી ગયો હતો. ત્યારબાદ શરીરમાં કળતર રહેતી હતી. તા.૩૧-૭ ના રોજ સવારે શ્વાસ લેવામાં થોડી તકલીફ જણાઈ હતી. શહેરના જાણીતા ફીઝીશીયન ર્ડા.કેતનભાઈ જોષીને જાણ કરતા સીટી સ્કેનની સલાહ આપી હતી. સીટી સ્કેનના રીપોર્ટમાં ઈન્ફેક્શન આવતા તુર્તજ પ્રચાર પરિવારના તમામ ર્ડાક્ટર ર્ડા.કેતનભાઈ જોષી, ર્ડા.અરૂણભાઈ રાજપૂત, ર્ડા.જે.એન.ઝવેરી, ર્ડા.દિનેશભાઈ પટેલ પેથોલોજીસ્ટ તથા ર્ડા.મેહુલભાઈ પંડ્યાની એકજ વાત હતી કે, શ્વાસની તકલીફ છે તો હોસ્પિટલમાં દાખલ કરો. શુક્રવારની બપોરે અમદાવાદની હોસ્પિટલોમાં તપાસ કરતા તમામ હોસ્પિટલો ફુલ હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પણ અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં પ્રયત્નો કર્યા હતા. છેવટે ર્ડા.કેતનભાઈ જોષીના સંપર્કથી અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ એસ.જી.વી.પી.હોલીસ્ટીક હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા હતા. હોસ્પિટલ દ્વારા કોવીડનુ સેમ્પલ લેવામાં આવતા કોરોના પોઝીટીવ આવ્યો હતો.
કોરોના પોઝીટીવ આવતાજ વિસનગરના તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલનો સંપર્ક કરી જાણ કરવામાં આવી હતી. અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાથી વિસનગરના આરોગ્ય વિભાગ પાસે કોઈ માહિતી નહોતી. ઘરના બાકી સભ્યોની તપાસ તથા કન્ટેન્મેન્ટ કરવામાં તંત્ર લાચાર હતુ. ત્યારે પ્રચારના તંત્રીશ્રીએ અમદાવાદ હોસ્પિટલમાંથી કોરોના પોઝીટીવનો રીપોર્ટ મેળવી વિસનગરના આરોગ્ય વિભાગને રીપોર્ટ પહોચતો કર્યો હતો. અને મકાન માઈક્રો કન્ટેન્મેન્ટ કરાવ્યુ હતુ. ઘરમાં કોઈ કોરોના પોઝીટીવ હોય અને તે સભ્યના કારણે ઘરમાં બીજુ કોઈ સંક્રમીત હોય તો આ વ્યક્તિઓએ સમાજમાં ફરવુ જીવતા બોમ્બ સમાન છે. પ્રચારના તંત્રીશ્રીના પત્નીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમના પરિવારના એક પણ સભ્યએ હજુ ઘરની બહાર પગ મુક્યો નથી. અરૂણાબેન બ્રહ્મભટ્ટની ઉંમર ૭૧ વર્ષ છે. ડાયાબીટીસ, બી.પી. કે અન્ય કોઈ બીમારી નહી હોવાથી દાખલ કર્યાના પાંચમાં દિવસે તબીયતમાં ઘણો એવો સુધારો જોવા મળ્યો હતો. કોવીડની સારવાર સામાન્ય રીતે ૧૦ થી ૧૫ દિવસની હોય છે. ત્યારે આવતા વિકમાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવશે.
અરૂણાબેન બ્રહ્મભટ્ટ છેલ્લા એક માસથી ઘરની બહાર નિકળ્યા નહોતા છતાં ઘરના અન્ય સભ્યોની બહાર અવરજવરના કારણે સંક્રમીત થયા હતા. કોરોના સંક્રમણના કારણે વધારે તકલીફ થાય તે પહેલા હોસ્પિટલમાં દાખલ કરાતા અને સારવાર મળતા હાલમાં સ્વસ્થ થઈ ગયા છે. મોટાભાગના ઘરમાં સિનિયર સિટીઝન્સ હશેજ. ત્યારે કોરોના મહામારીમાં સિનિયર સિટીઝન્સનો ખાસ ખ્યાલ રાખવાનો છે. બહાર અવરજવર કરતા લોકોએ ઘરમાં રહેતા સિનિયર સિટીઝન્સના સેજ પણ સંપર્કમાં આવવાનુ નથી. ઘર કન્ટેન્મેન્ટ કરશે, હોસ્પિટલમાં દાખલ કરી દેશે તેવો સેજ પણ ભય રાખ્યા વગર શરદી, ઉધરસ, તાવ, માથાનો દુઃખાવો, ગળામાં દુઃખાવો, શરીરમાં સતત કળતરના લક્ષણો જણાય તો તાત્કાલીક ર્ડાક્ટરની સલાહ સુચન મેળવી આગળ સારવાર લેવી ખુબજ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts