૧૦,૦૦૦ મેમ્બર જોડાયા,૩ લાખ પ્રીમિયમ કોપર સીટી ભરશે, કુલ ૨ અબજનો વીમો લેવાશે કોપરસીટી સભાસદ માટે ૨ લાખનો વિમા યોજનાનો ઈશ્યુ છલકાયો
૧૦,૦૦૦ મેમ્બર જોડાયા,૩ લાખ પ્રીમિયમ કોપર સીટી ભરશે, કુલ ૨ અબજનો વીમો લેવાશે
કોપરસીટી સભાસદ માટે ૨ લાખનો વિમા યોજનાનો ઈશ્યુ છલકાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ૬૫ જેટલા એસોસિએશનનું સંગઠન કોપરસીટી મરચન્ટ એસોસિએશન ફેડરેશન સ્વરૂપે ચાલી રહ્યુ છે. આ કોપરસીટી મરચન્ટ એસોસિએશનએ કોપરસીટી વેલ્ફેર એસોસિએશન સંસ્થા દ્વારા સંચાલિત મંડળ છે. આ સંસ્થા દ્વારા વિસનગરના વેપારી મિત્રો અને આમ જનતા માટે સંગઠન અને સેવાની વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. તાજેતરમાં કોપરસીટી ગ્રુપ દ્વારા અકસ્માત વિમા યોજના બહાર પાડવામાં આવી હતી. જેમાં કોપરસીટી ગ્રુપ દ્વારા પ્રોજેક્ટ ચેરમેન તરીકે કીર્તિભાઈ કલાનીકેતન, વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ ગાંધી લક્ષ્મી અને અજયભાઈ એબી ફાયનાન્સની નિમણુંક કરી હતી. આ અકસ્માત વિમા યોજનામાં જોડાનાર દરેક સભાસદને માટે ૨ લાખ નો અકસ્માત વીમો લેવાનું નક્કી કરેલ હતુ.આ માટે વાર્ષિક સભાસદ માટે ફી રુ.૩૦/- રાખેલ હતી અને કાયમી (દશ વાર્ષિક) સભાસદ ફંડ ફી ૧૦૦૦/- રાખેલ હતી. બન્ને પ્રકારના સભાસદ માટે ૨ લાખ અકસ્માત વિમાથી સુરક્ષિત કરવાની આ યોજના બનાવવામાં આવી છે. જેમાં ૧૦૦૦ વાળા સભાસદ માટે કુદરતી મૃત્યુ માં ૧૦૦૦+ બોનસ જેટલી રકમ પણ ચુંકવાશે અને કાંઇ ન થાય તો ૧૦ વર્ષે ૧૦૦૦ પરત કરવાનું આયોજન પણ કરવામાં આવેલ છે.
આ યોજનામાં દરેક પ્રકારના વિવિધ એસોસિએશનના પ્રમુખ મંત્રીઓની ટીમ પણ ઉત્સાહ ભેર જોડાઇ હતી. સાથે સાથે દરેક એસોસિએશનના સભાસદ પણ અંગત રીતે રસ લઈ રહ્યાં હતા.આ અંગે પ્રોજેક્ટ ચેરમેન કીર્તિભાઈ પટેલે વિમાયોજના અગે માહીતી આપતાં જણાવેલ કે, દરેક ૬૫ જેટલા એસોસિએશન સભાસદ દ્વારા કોપરસીટી ગ્રુપ ને પોતાની સંસ્થા ગણી ઊંડો વિશ્વાસ મુક્યો છે. કારણ કે આ અકસ્માત વિમા યોજનામાં અમારી ગણતરીએ ૩૦૦૦ થી ૪૦૦૦ સભાસદની અપેક્ષા રાખી હતી. પરંતુ આજે ૩૦ વાળા અને ૧૦૦૦ વાળા એમ કુલ ૧૦૦૦૦ થી વધુ સભાસદ જોડાઇ ગયા છે. અમારો અકસ્માત વિમા યોજના ઇસ્યુ પુર્ણ રીતે છલકાઈ ગયો છે. જેમાં દશ હજાર જેટલા સભ્યો માટે ત્રણ લાખ જેટલું પ્રીમિયમ ભરી પ્રત્યેક સભાસદ માટે રુ ૨ લાખનો અકસ્માત વીમો લેવાશે. અને દરેકના કુલ વિમાનો આંક ૨ અબજ રૂપિયાથી વધુ થશે. જે માટે સૌ સંચાલક મિત્રો માટે આનંદની કોઈ સીમા રહીં નથી. પણ સાથે સાથે અમારા કોપરસીટી સૌ સંચાલક મિત્રોની જવાબદારી પણ વધી ગઇ છે. અમે સૌ જેને પ્રામાણિકતાથી નિભાવીશુ. અમારે હજુ આ વિમા સુરક્ષા યોજનામાં ભવિષ્યમાં કુદરતી મૃત્યુ સહાય યોજના પણ લાવવાની યોજના છે. જે માટે દરેક એસોસિએશન અને સભાસદનો સહકાર મળી રહેશે તો એ યોજનાને પણ સત્વરે ચાલુ કરીશુ. આ યોજનામાં તા.૧૫ ઓગસ્ટ છેલ્લી તારીખ હતી.પરંતું હજુ ઘણા એસોસિએશનમાં કેટલાક સભાસદ રહીં ગયા છે અને પ્રમુખ મંત્રીઓની ભલામણ છે કે થોડા દિવસ પ્રવેશ લંબાવવામાં આવે. આ સૌની માંગણીને આધારે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે.
કોપરસીટી ઍક અલગ ઓળખ
કોપરસીટી એસોસિએશન પાંચ પ્રકારે રજીસ્ટ્રેશન ધરાવતું મંડળ થઈ ગયુ છે.ટ્રસ્ટ રજીસ્ટ્રેશન, મંડળી રજીસ્ટ્રેશન, ૧૨ AA રજીસ્ટ્રેશન, ૮૦G રજીસ્ટ્રેશન, GCCI મેમ્બરશીપ રજીસ્ટ્રેશન. બીજુ એ કે કોપરસીટી રીજીઓનલ મેમ્બર રજીસ્ટ્રેશન માટે પણ એપ્રુઅલ થઈ ચૂક્યું છે. ટુંક સમય GOCI (ગુજરાત રાજય) તરફ થી આ શર્ટીફીકેટ પણ મલી જશે.આ માટે ૫૦ કરતા વધું ઍસોસિએશન મેમ્બર(સતત ૨ વર્ષ) અને ૫૦૦૦ કરતાં બધુ મેમ્બર શિપ અને ૨૫ લાખ થી વધું ભંડોળ આવશ્યક શરત છે.સમગ્ર ગુજરાત માં કોપરસીટી આઠમું રજીઓનલ રજીસ્ટ્રેશન એસોસિએશન બનશે.બીજુ એ કે કોપરસીટી પરિવાર માટે ખુશી એ કે KCMAV અને VCOC માં પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે જે ટુંક સમય માં પુર્ણ થશે તેવું સંચાલક મંડળ દ્વારા જણાવેલ છે.
હાલ જે સભાસદ જોડાઇ ગયા છે તેમનો અકસ્માત વીમો ૦૧/૦૯/૨૦૨૦ થી ચાલુ થાય તેવો પ્રયત્ન કરવા માટે મહેનત કરી રહ્યાં છીએ.કારણ કે દશ હજાર સભાસદ ના ફોર્મ કલેક્શન અને યાદી અને કોમ્પુટર કામકાજ કરવું પણ થોડુ કઠીન છે છતાં પહોચી વળવા પૂરો પ્રયત્ન કરીશુ. હવે બાકી રહી ગયેલા સભાસદ માટે અકસ્માત વિમામાં જોડાવવા સમય લંબાવવાનો નિર્ણય પણ કરીએ છીએ. પરંતુ રૂા.૩૦ માટેના સભ્યો માટે પ્રવેશ બંધ કરીએ છીએ. રૂા.૩૦/- વાળા સભ્યો હવે આગામી વર્ષ ૨૦૨૧ માં જોડાઇ શકશે. પરંતુ ૧૦૦૦/- ના સભાસદ માટે બાકી રહી ગયેલા સભ્યો માટે તા ૧૦/૦૯/૨૦૨૦ સુધી લંબાવીએ છીએ. આ લંબાવવાનું કારણ કે આગામી વર્ષ થી જોડાનાર નવીન કાયમી સભ્ય માટે ૧૦૦૦ ફી માં વધારો થઈ શકે છે. તે બાબત થી અજાણતા અને તહેવારના કારણે ઘણા સભ્યો ૧૦૦૦ નો લાભ લઇ શકેલ નથી. જેમને ફરી એક તક આપીએ છીએ. અગાઉ રૂા.૩૦/- ફોર્મ ભરનાર સભ્યો માટે પણ ૧૦૦૦ માં જોડવું હોય તો તે ફરી ફોર્મ ભરી ૧૦૦૦/- ભરી જોડાઇ શકશે. અગાઉ ભરેલ ૩૦/- પરત મળશે નહી. પણ તે માટે યથા યોગ્ય લાભ મળશે. જેની પછી જાહેરાત કરાશે. તો હવે બાકી રહેલ સભ્યો માટે અને ૩૦/- વાળા સભ્યો ને ૧૦૦૦/- વાળું ફોર્મ ભરવા માટે તારીખ ૧૦-૦૯-૨૦૨૦ સુધી લંબાવીએ છીએ.જેની પાવતી તૂરંત જ આપવામાં આવશે.
આ ફોર્મ લેવા અને ભરવા માટે નીચે મુજબ સેન્ટર ચાલુ રાખેલ છે. તે સીવાય કોઈ પ્રમુખ કે મંત્રીએ આ ફોર્મ સ્વીકારવા નહીં તેવું જણાવવા માં આવે છે. વિસનગર માં વેપાર કરતા કોઇપણ વેપારી અને બધા જ એસોસિએશન ના કોઇપણ વેપારી કે તેમાંના પરિવાર માટે ૧૦૦૦/- વાળું ફોર્મ નીચેના સ્થળે ભરી શકશે. જેની છેલ્લી તારીખ ૧૦/૧૧/૨૦૨૦ રહેશે. આ સભ્યો એ પાવતી રૂબરૂ મેળવી લેવાની રહેશે. ફોર્મ આપવામા અને સ્વીકારવા ના સ્થળ(૧) હિન્દ બુક સ્ટોર્સ-મો.૯૪૨૯૯૫૭૯૦૧ (૨) કલાનીકેતન એમ.જી બજાર મો.૯૩૭૫૬૨૩૯૪૯ (૩) એ બી ફાયનાન્સ,ત્રણ દરવાજા ઢાળ માં મો.૯૮૨૪૩૫૪૨૧૫ (૪) ગોવિંદભાઇ ગંજ બજાર વેપારી કાર્યાલય મો.૯૮૨૫૦ ૬૩૪૬૭ (૫) સાતસો સમાજ હોલ,૯૮ સોના કોમલેક્ષ મો.૯૧૭૩૧૦૬૦૩૦ (૬) ય્ૈંડ્ઢઝ્ર કાર્યાલય ફોન ૦૨૭૬૫ ૨૨૪૬૧૦ મો.૯૯૭૮૮૫૫૦૩૨ (૭) રવિ ફિન સ્ટોક લિ. અભિષેક માર્કેટ,ધરોઇ કોલોની રોડ મો.૯૮૨૪૩૨૫૦૭૧ .સંચાલક મંડળે જણાવેલ છે કે દરેક વેપારી મિત્ર સમજી લે કે ફક્ત ૩૦/- વાળી સ્કીમ બંધ થઈ ગઇ છે. હાલ ૧૦૦૦ વાળી સભાસદ ૨ લાખ અકસ્માત વિમા યોજના ચાલુ છે.જેમાં ૧૦૩૦/- ભરી ને ૨ લાખ +૨ લાખ = ૪ લાખ અકસ્માત વિમા નો લાભ લઈ શકાશે.જેમાં ૩૦ દર વર્ષે ભરવા પડશે. જુના ૩૦ ભરેલ સભ્યો ફરી ૧૦૦૦ ભરી ૪ લાખ વિમાનો લાભ લઈ શકશે. આ ૧૦૦૦ વાળા ઉપરના સેન્ટર ઉપર જ ફોર્મ જમા કરાવી શકશે .જ્યારે આજ અગાઉ રુ.૧૦૦૦/- ભરેલ હોય તે ફરી ૩૦/- ભરી ને ૪ લાખ વિમા નો લાભ લઈ શકશે.પરંતું તેમણે રુ.૩૦/- જયાં ૧૦૦૦/- ભરેલ હોય ત્યાં જ ભરવા જવાનું રહેશે. વધુ માહિતી માટે કીર્તિભાઈ મો.૯૩૭૫૬ ૨૩૯૪૯ ઉપર સંપર્ક કરાવો.