Select Page

૯ ટેન્ડરમાં ૨૦.૮૯ ટકા બીલો રકમનુ ટેન્ડર ખુલ્યુ રૂા.૧ કરોડના ખર્ચે ૨૪ કામનો વર્ક ઓર્ડર અપાશે

૯ ટેન્ડરમાં ૨૦.૮૯ ટકા બીલો રકમનુ ટેન્ડર ખુલ્યુ રૂા.૧ કરોડના ખર્ચે ૨૪ કામનો વર્ક ઓર્ડર અપાશે

૯ ટેન્ડરમાં ૨૦.૮૯ ટકા બીલો રકમનુ ટેન્ડર ખુલ્યુ
રૂા.૧ કરોડના ખર્ચે ૨૪ કામનો વર્ક ઓર્ડર અપાશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખની જવાબદારી મળી છે ત્યારે ગોવિંદભાઈ ગાંધી બોર્ડના છેલ્લા સમય સુધી વિકાસ કામો કરવા કટીબધ્ધ બન્યા છે. પાલિકા દ્વારા રૂા.૧ કરોડ ૩ લાખના કુલ ૨૪ વિકાસ કામ માટે વર્ક ઓર્ડર આપવામાં આવશે. જ્યારે કૃષ્ણનગરથી બામણચાયડા સંપ સુધી રૂા.૫૩.૮૭ લાખના ખર્ચે ડી.આઈ.પાઈપલાઈન નાખવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.
કૃષ્ણનગરથી બામણચાયડા સંપ સુધી રૂા.૫૩.૮૭ લાખના ખર્ચે ડી.આઈ.પાઈપનો વર્કઓર્ડર અપાયો
આમ તો પાલિકા બોર્ડની છેલ્લી ટર્મમાં મોટાભાગના ચુંટાયેલા હોદ્દેદારો નિષ્ક્રીય થઈ જતા હોય છે. જ્યારે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી બોર્ડની છેલ્લી મુદત સુધી વિકાસ કામ કરવા કમર કસી છે. કલેક્ટર ઓફીસર અને ગાંધીનગરના ધક્કા ખાઈ બને એટલી વિકાસ કામોની ઝડપી મંજુરી મળે અને ટેન્ડરીંગ થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના પ્રયત્નોથી ૧૪ મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂા.૧ કરોડ ૩ લાખના ખર્ચે કુલ ૨૪ વિકાસ કામોનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં ૯ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. જેમાંથી કે.પી.આર. એન્જીનીયર જી.પાટણનુ ૨૦.૮૯ ટકા બીલો રકમનુ સૌથી નીચુ ટેન્ડર ખુલતા વર્ક ઓર્ડર આપવામાં આવશે. આ ટેન્ડરમાં સરદાર સોસાયટીમાં સી.સી.રોડ, પેવર બ્લોક, વરસાદી પાઈપલાઈન, મારવાડી વાસમાં સી.સી.રોડ, કૃષ્ણનગરમાં મેલડી માતાના મંદિરથી સોસાયટી સુધી સી.સી.રોડ, ગોવિંદચકલામાં ભાવીનભાઈ પ્રહેલાદભાઈના ઘરથી પ્રવિણભાઈ રણછોડભાઈના ઘર સુધી સી.સી.રોડ, અક્ષરધામના મેઈનગેટથી ટાંકી સુધી વાયા સત્યમ ગેટ સાઈડના ગેટ સુધી સીસી રોડ, અમથેર સોસાયટીના નાકે ખુલ્લી જગ્યાએ કમ્પાઉન્ડ વૉલ, રાજહંસ સોસાયટીમાં ગટરલાઈન, નિલકંઠ મહાદેવના ખાંચામાં સીસી રોડ, કેડીયા મહાદેવથી પીંડારીયા તળાવ તરફના રોડની સાઈડે પાણીનો હવાડો, જી.ડી.હાઈસ્કુલમાં પ્રાર્થના ગ્રાઉન્ડ ગેટથી લેબોરેટરી સુધી સીસી રોડ, આથમણા ઠાકોરવાસના નાકે આંગણવાડી રીનોવેશન, દેસાઈની પોળમાં સીસી રોડ, રામની ખડકી મહીવાડામાં સીસી રોડ, હરેશ્વર મહાદેવની પોળ મોડાસી ચોપટામાં સીસી રોડ, કડા દરવાજા બદરૂ સૈયદની દરગાહની દિવાલ તથા ચોકમાં સીસી રોડ, કડા દરવાજા કબ્રસ્તાનમાં દિવાલ તથા ચોકમાં સીસી રોડ, તિરૂપતી ટાઉનશીપના મેઈન ગેટથી મા રેસીડન્સીના ગેટની વચ્ચે શારદા અસાઈતનો રોડ, તિરૂપતી ટાઉનશીપમાં રમેશભાઈના ઘરથી ગેટ સુધી સીસી રોડ, નંદનવન સોસાયટીમાં સીસી રોડ, રાજહંસ સોસાયટીમાં સીસી રોડ, કેડીયા મહાદેવ રત્નાભાઈના ઘરથી લલ્લુભાઈના ઘર સુધી સીસી રોડ, કેડીયા મહાદેવ ભરતભાઈના ઘરથી મેઈન રોડને જોડતો સીસી રોડ, સાર્વજનિક સ્મશાનના પાછળના ભાગે સીસી રોડ તથા સાર્વજનિક સ્મશાન પાછળ સીસી કેનાલ ઉપર નાળુ બનાવવાની કામગીરી આમ કુલ ૨૪ વિકાસના કામ કરવામાં આવશે.
બામણચાયડા સંપમાં ધરોઈ જુથ યોજનાનુ પાણી લાવવા માટે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તથા તેમના સારથી બકુલભાઈ ત્રીવેદી દ્વારા પુરેપુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં કૃષ્ણનગરથી બામણચાયડા સંપ સુધી ૩૦૦ એમ.એમ.ડાયાની ડી.આઈ.કે.નાઈન પાઈપલાઈન નાખવા માટે રૂા.૫૩.૮૭ લાખનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. જે ટેન્ડર ૧૩.૬૯ ટકા બીલો રકમનુ કે.બી.એન. પ્રોજેક્ટ મુ.સુણોકનુ સૌથી નીચુ હોવાથી વર્ક ઓર્ડર આપવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts